° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


ચાહરે બહેન માલતીને પૂછ્યું, ‘કિધર હૈ વો?’

19 November, 2021 05:52 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય પેસ બોલર જયપુરની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન ફિયાન્સ જયાને શોધી રહ્યો હતો!

દિપક ચહર

દિપક ચહર

ભારતીય પેસ બોલર અને ચેન્નઈ સુપર કિંગ્સના દીપક ચાહરે તાજેતરમાં દુબઈમાં આઇપીએલની એક મૅચ દરમ્યાન એક સ્ટૅન્ડમાં જઈને ફિયાન્સે જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું ત્યારથી ચાહર-ફૅમિલી ક્રિકેટપ્રેમીઓમાં જાણીતું થઈ ગયું છે. બુધવારે ફરી એક વાર જયપુરની મૅચ દરમ્યાન ચાહર પરિવાર ચર્ચામાં હતો.

બન્યું એવું કે ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચ દરમ્યાન દીપક ચાહર બાઉન્ડરી લાઇનની નજીક ફીલ્ડિંગ ભરી રહ્યો હતો ત્યારે તેની બહેન માલતી ચાહર તેનો વિડિયો ઉતારી રહી હતી. માલતીએ એક ક્ષણે ‘દીપક’ બૂમ પણ પાડી હતી. દીપકે તેની સામે જોયું અને કંઈક વાત કરવા બાઉન્ડરીલાઇનની નજીક આવ્યો અને થોડી વાર પછી માલતીને પૂછ્યું, ‘કિધર હૈ વો?’ માલતીએ ઇશારાથી કહ્યું, ‘તેરી વો ઉપર બૈઠી હૈ.’

દીપક જાણવા માગતો હતો કે તેની ફિયાન્સે જયા દેખાતી નથી તો તે ક્યાં બેસીને મૅચ જુએ છે. માલતીએ તેને કહ્યું કે જયા ઉપરના સ્ટૅન્ડમાં બેઠી છે. ખરેખર તો દીપક માટે બુધવારનો દિવસ બહુ સંઘર્ષપૂર્ણ હતો. તેણે ઓપનર માર્ટિન ગપ્ટિલની વિકેટ તો લીધી હતી, પરંતુ ગપ્ટિલ ૭૦ રન બનાવીને આઉટ થયો હતો. દીપકની ૪ ઓવરમાં ૪૨ રન બન્યા હતા અને તે ટીમનો સૌથી ખર્ચાળ બોલર બન્યો હતો. દીપક તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપની સ્કવૉડમાં હતો, પણ તેને રમવા નહોતું મળ્યું.

19 November, 2021 05:52 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

બોલરના બૂટને વાગીને આવેલા બૉલમાં પ્લેયર થયો રનઆઉટ

બૉલ તેના બૂટને વાગ્યા બાદ ઊછળીને નૉન-સ્ટ્રાઇકર્સ એન્ડ પરના સ્ટમ્પ્સ તરફ ગયો હતો

06 December, 2021 01:15 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આજે કોણ જિતાડશે? અશ્વિન કે અક્ષર?

વિજય ભારતના હાથવેંતમાં : પાંચ વિકેટની જ જરૂર : ત્રીજો સ્પિનર જયંત યાદવ કે બે પેસ બોલરો પણ વિજયને આસાન બનાવી શકે

06 December, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સાઉથ આફ્રિકાની આગામી ટૂર પહેલાં ભારત મિડલ-ઑર્ડર વિશે ચિંતિત

અજિંક્ય રહાણે પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો અને ઈજાના બહાને તેને બીજી ટેસ્ટમાં ડ્રૉપ કરવામાં આવ્યો હતો

06 December, 2021 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK