ઇંગ્લૅન્ડમાં જન્મેલા મૅક્રમે CEO તરીકે કાર્યભાર સંભાળતાં પહેલાં રાજસ્થાન રૉયલ્સમાં અનેક પદો પર કામ કર્યું હતું
CEO જૅક લશ મૅક્રમ
હેડ કોચ રાહુલ દ્રવિડનું રાજીનામું અને કૅપ્ટન સંજુ સૅમસન પણ અન્ય ફ્રૅન્ચાઇઝીમાં જઈ રહ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે રાજસ્થાન રૉયલ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. ફ્રૅન્ચાઇઝીના CEO જૅક લશ મૅક્રમે રાજીનામું આપી દીધું છે. ઇંગ્લૅન્ડમાં જન્મેલા મૅક્રમે CEO તરીકે કાર્યભાર સંભાળતાં પહેલાં રાજસ્થાન રૉયલ્સમાં અનેક પદો પર કામ કર્યું હતું. મૅક્રમ ૨૦૧૮માં રાજસ્થાન સાથે જોડાયા હતા અને ૨૦૨૧ની ૧ જુલાઈએ CEO બનતાં પહેલાં તેઓ COO તરીકે કાર્યરત હતા. મૅક્રમે પોતે અન્ય ફ્રૅન્ચાઇઝી અને ઇન્ડ્સ્ટ્રીઝના સાથીમિત્રોને ફોન કરીને તેમના રાજીનામા વિશે જણાવ્યું હતું.
હંમેશાં ઑક્શન વખતે રાજસ્થાન રૉયલ્સ મૅનેજમેન્ટ સાથે દેખાતા મૅક્રમ મંગળવારે સાઉથ આફિક્રાની T20 લીગના ઑક્શન વખતે ક્યાંય નજરે ન પડતાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી અને હવે તેમણે જાતે જ બધાને ફોન કરીને રાજીનામું આપી દીધું હોવાનું જણાવી દીધી હતું.


