ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં અશ્વિને કુલ ૧૪૦ રનમાં ૧૩ વિકેટ લીધી હતી
વિરાટ કોહલી અને રોહિત શર્મા ?(ફાઇલ તસવીર)
ભારતે ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ એક દાવ અને ૧૩૨ રનથી જીતી લીધા પછી ૧૭ ફેબ્રુઆરીથી દિલ્હીમાં રમાનારી બીજી ટેસ્ટ પૂરી થયા બાદ ત્રીજી ટેસ્ટ ૧ માર્ચથી ધરમશાલામાં રમાવાની હતી, પરંતુ ત્યાંનું મેદાન મૅચ માટે તૈયાર ન થયું હોવાથી એ ટેસ્ટ હવે ઇન્દોરમાં રાખવાનું બીસીસીઆઇએ નક્કી કર્યું છે.
બીસીસીઆઇએ આ મૅચ માટે ઇન્દોર અને રાજકોટને શૉર્ટલિસ્ટ કર્યાં હતાં. બોર્ડના અહેવાલમાં જણાવાયું હતું કે ‘હિમાચલ પ્રદેશમાં વાતાવરણ ખૂબ ઠંડું હોવાને કારણે ધરમશાલાના મેદાનના આઉટફીલ્ડ પૂરતું ઘાસ નથી અને એને ઊગતાં હજી સમય લાગે એમ હોવાથી તેમ જ આઉટફીલ્ડનો કેટલોક ભાગ ખરાબ હોવાથી ત્યાંની મૅચ ઇન્દોરમાં રાખવાનું નક્કી કરાયું છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો: સ્પિન સામે ઑસ્ટ્રેલિયાની નબળાઈ છતી થઈ : ચૅપલ
ઇન્દોરમાં છેલ્લે ૨૦૧૯માં બંગલાદેશ સામે અને ૨૦૧૬માં ન્યુ ઝીલૅન્ડ સામે ટેસ્ટ રમાઈ હતી જે બન્ને ભારતે મોટા માર્જિનથી જીતી લીધી હતી. એ બે મૅચમાં અશ્વિને કુલ ૧૮ વિકેટ લીધી હતી. ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટમાં તેણે કુલ ૧૪૦ રનમાં ૧૩ વિકેટ લીધી હતી અને વિરાટે ૨૧૧ રન બનાવ્યા હતા.


