T20 વર્લ્ડ કપ પહેલાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ માટે આગામી વર્લ્ડ કપની ટીમના સિલેક્શન પહેલાં આ મોટો ફટકો છે.
બેન સ્ટોક્સ
ઇંગ્લૅન્ડનો બેન સ્ટોક્સ T20 વર્લ્ડ કપ 2024માંથી આઉટ થઈ ગયો છે. ઇંગ્લૅન્ડના ટેસ્ટ-કૅપ્ટન સ્ટોક્સે ગઈ કાલે ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડને તેના નિર્ણય વિશે જાણ કરી હતી. તેણે કહ્યું કે આ બલિદાન મને સંપૂર્ણ તાકાતથી બોલિંગ કરવા માટે ફિટનેસ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે. ઘૂંટણની સર્જરીને કારણે બેન સ્ટોક્સ છેલ્લા ૯-૧૦ મહિનાથી બોલિંગ નથી કરી શક્યો. T20 વર્લ્ડ કપ પહેલાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ માટે આગામી વર્લ્ડ કપની ટીમના સિલેક્શન પહેલાં આ મોટો ફટકો છે.