હરમનપ્રીત કોર (Harmanpreet Kaur) 1 ઑક્ટોબરથી (October) બાંગ્લાદેશમાં (Bangladesh) શરૂ થનારી મહિલા એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટમાં (Women`s Asia Cup T20 Tournament) ભારતની આગેવાની કરશે.

ફાઈલ તસવીર
અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ 1થી 15 ઑક્ટોબર સુધી બાંગ્લાદેશના (Bangladesh) સિલગટમાં રમાનારી આગામી એસીસી મહિલા ટી20 (ACC women`s T20 Championship 2022) ચેમ્પિયનશિપ 2022 માટે ભારતીય મહિલા ટીમની (Announcement of Indian Women`s Team)જાહેરાત કરી દીધી છે. હરમનપ્રીત કોર (Harmanpreet Kaur) 1 ઑક્ટોબરથી (October) બાંગ્લાદેશમાં (Bangladesh) શરૂ થનારી મહિલા એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટમાં (Women`s Asia Cup T20 Tournament) ભારતની આગેવાની કરશે. અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ સ્મૃતિ મંધાનાને ટીમની વાઈસ કૅપ્ટન (Smriti Mandhana Vice Captain) બનાવી છે. એસીસી મહિલા ટી20 ચેમ્પિયનશિપ 2022 સિલહટમાં રમાશે.
1 ઑક્ટોબરથી શરૂ થનારી 15 દિવસીય ટૂર્નામેન્ટમાં સાત ટીમ ભાગ લેશે. ટૂર્નામેન્ટ રાઉન્ડ રૉબિન પ્રારૂપે હશે, જેમાં ટૉપ ચાર ટીમ સેમીફાઈનલ માટે ક્વૉલિફાય કરશે. ટૂર્નામેન્ટમાં રમનારી ટીમમાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, યૂએઈ, થાઈલેન્ડ અને મલેશિયા છે. તાલિબાનના સત્તા સંભાળ્યા બાદ અફઘાનિસ્તાનમાં મહિલા ટીમ નથી.
ભારતીય મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત શ્રીલંકા વિરુદ્ધ મેચ રમીને કરશે. તે પાકિસ્તાનનો સામનો કરતા પહેલા સતત મલેશિયા (3 ઑક્ટોબર) અને યૂએઇ (4 ઑક્ટોબર) સામે રમશે. ભારત 8 ઑક્ટોબરના રોજ બાંગ્લાદેશ સામે રમશે અને 10 ઑક્ટોબરે થાઇલેન્ડ સામે રાઉન્ડ રૉબિન ગેમ છે.
આ પણ વાંચો : પેસ-લેજન્ડ ઝુલન ગોસ્વામીને આજે ફેરવેલ-ગિફ્ટમાં મળશે શ્રેણીવિજય?
ભારતીય મહિલા ટીમ: હરમનપ્રીત કોર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ કૅપ્ટન), દીપ્તિ શર્મા, શૈફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્સ, સબબિનેની મેઘના, ઋચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, દયાલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, કે.પી. નવગિરે
સ્ટેન્ડબાય ખેલાડી : તાનિયા સપના ભાટિયા, સિમરન દિલ બહાદુર