Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઑક્ટોબરમાં ઝિમ્બાબ્વે સામે પહેલી દ્વિપક્ષીય સિરીઝ રમશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઑક્ટોબરમાં ઝિમ્બાબ્વે સામે પહેલી દ્વિપક્ષીય સિરીઝ રમશે

Published : 08 May, 2026 04:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ક્રિકેટ ટીમ માટે એક ઐતિહાસિક સિરીઝની જાહેરાત કરી છે. પહેલી વખત ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાશે. હાલમાં બન્ને ટીમ વચ્ચેની સિરીઝના વેન્યુ અને શેડ્યુલની જાહેરાત કરવામાં આવી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઑક્ટોબરમાં ઝિમ્બાબ્વે સામે પહેલી દ્વિપક્ષીય સિરીઝ રમશે

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઑક્ટોબરમાં ઝિમ્બાબ્વે સામે પહેલી દ્વિપક્ષીય સિરીઝ રમશે

ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ક્રિકેટ ટીમ માટે એક ઐતિહાસિક સિરીઝની જાહેરાત કરી છે. પહેલી વખત ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાશે. હાલમાં બન્ને ટીમ વચ્ચેની સિરીઝના વેન્યુ અને શેડ્યુલની જાહેરાત કરવામાં આવી હતી.

૧૬થી ૨૦ ઑક્ટોબર દરમ્યાન છત્તીસગઢના રાયપુરમાં ત્રણ T20 મૅચ સાંજે સાત વાગ્યાથી શરૂ થશે. ૨૩થી ૨૮ ઑક્ટોબર વચ્ચે વડોદરામાં ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમાશે. આ ત્રણેય મૅચ બપોરે બે વાગ્યાથી શરૂ થશે.

હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની હાલમાં જૂન-જુલાઈમાં ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં આયોજિત વિમેન્સ T20 વર્લ્ડ કપ માટે તૈયાર થઈ રહી છે. એ પહેલાં તેઓ યજમાન ટીમ સામે ત્રણ T20 મૅચની સિરીઝ રમશે. વર્લ્ડ કપ બાદ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે લોર્ડ્‍સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટેસ્ટ-મૅચ પણ રમાશે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK