ગઈ કાલે સાઉથ આફ્રિકા સામે શરૂ થયેલી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ પણ જીતીને પૅટ કમિન્સની ટીમ ૩-૦ના વાઇટવૉશ બદલ ડબ્લ્યુટીસીના નિર્ણાયક મુકાબલામાં પહેલી વાર પહોંચી જશે
સિડનીમાં ગઈ કાલે હાફ સેન્ચુરી સેલિબ્રેટ કરતો માર્નસ લબુશેન (જમણે). તેના પછી ઉસ્માન ખ્વાજાએ પણ અડધી સદી પૂરી કરી હતી. તસવીર એ.એફ.પી.
ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)ની ફાઇનલમાં પહોંચી જવાની તૈયારીમાં જ છે. ગઈ કાલે સાઉથ આફ્રિકા સામે શરૂ થયેલી ત્રીજી અને છેલ્લી ટેસ્ટ પણ જીતીને પૅટ કમિન્સની ટીમ ૩-૦ના વાઇટવૉશ બદલ ડબ્લ્યુટીસીના નિર્ણાયક મુકાબલામાં પહેલી વાર પહોંચી જશે. ગઈ કાલના પહેલા દિવસે વરસાદના વિઘ્ન અને બૅડ લાઇટને કારણે રમત માત્ર ૪૭ ઓવર પૂરતી
સીમિત રહી એ પહેલાં ડીન એલ્ગરની ટીમને માર્નસ લબુશેન (૧૫૧ બૉલમાં ૭૯ રન) અને ઉસ્માન ખ્વાજા (૧૨૧ બૉલમાં ૫૪ નૉટઆઉટ)ની બીજી વિકેટ માટેની ૧૪૫ રનની ભાગીદારી નડી હતી. ૧૦૧મી ટેસ્ટ રમી રહેલો ડેવિડ વૉર્નર ૧૦ રન બનાવીને ઍન્રિક નૉર્કિયાના બૉલમાં કૅચઆઉટ થયો હતો. સાઉથ આફ્રિકાના પાંચ બોલર્સમાંથી માત્ર નૉર્કિયા બે વિકેટ સાથે સફળ રહ્યો હતો.


