Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયા છેલ્લા બૉલે હાર્યું, શ્રીલંકા શ્રેણી જીત્યું

ઑસ્ટ્રેલિયા છેલ્લા બૉલે હાર્યું, શ્રીલંકા શ્રેણી જીત્યું

22 June, 2022 02:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોલંબોમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકા સામેની ચોથી વન-ડે છેલ્લા બૉલે હારી જતાં દાસુન શનાકાની ટીમે ૪ રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોલંબોમાં ગઈ કાલે ઑસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકા સામેની ચોથી વન-ડે છેલ્લા બૉલે હારી જતાં દાસુન શનાકાની ટીમે ૪ રનના માર્જિનથી વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ ચરિથા અસલન્કાના ૧૧૦ રન અને ધનંજય ડિસિલ્વાના ૬૦ રનની મદદથી નિર્ધારિત ૪૯ ઓવરમાં ૨૫૮ રન બનાવ્યા પછી કાંગારૂઓની ટીમ ૫૦મી ઓવરના અંતિમ બૉલમાં ૨૫૪ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર ડેવિડ વૉર્નરની ૯૯ રનના તેના સ્કોર પર ધનંજય ડિસિલ્વાએ સ્ટમ્પ-આઉટમાં વિકેટ લીધી હતી.
ઑસ્ટ્રેલિયાએ આખરી ૬ બૉલમાં ૧૯ રન બનાવવાના હતા અને એની એક જ વિકેટ બાકી હતી. ૧૪ રન બન્યા બાદ કૅપ્ટન શનાકાની એ ઓવરના છેલ્લા બૉલમાં મૅથ્યુ કેહનેમન કૅચઆઉટ થતાં શ્રીલંકાનો રોમાંચક વિજય થયો હતો અને એણે પાંચ મૅચની સિરીઝમાં ૩-૧થી વિજયી સરસાઈ મેળવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2022 02:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK