ફાઇનલ જીત્યા પછી ભારતીય ટીમે નકવી પાસેથી એશિયા કપ 2025 ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જ્યારે તેઓ લાંબા સમય સુધી સ્ટેજ પર ઉભા રહ્યા હતા. ત્યારબાદ PCB વડા સ્ટેજ પરથી ઉતર્યા અને ટ્રૉફી અને મેડલ સીધા તેમની હૉટેલમાં લઈ ગયા.
મોહસીન નકવી અને તેમનું કાર્ટૂન ખૂબ જ વાયરલ થયું હતું (તસવીર:X)
૨૮ સપ્ટેમ્બર, રવિવારના રોજ દુબઈ સ્ટેડિયમમાં ભારતે એશિયા કપ ૨૦૨૫ જીત્યા પછી થયેલા ડ્રામા બાદ હવે પાકિસ્તાનનાં મોહસીન નકવીએ બીસીસીઆઈની માફી માગી છે. અને હવે તવા પણ અપડેટ્સ મળ્યા છે કે તેમણે લાહોર જતાં પહેલા ટ્રૉફી પણ યુએઇ ક્રિકેટ બોર્ડને સોંપી છે. મીડિયા અહેવાલ મુજબ, ૩૦ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) ની વર્ચ્યુઅલ મીટિંગમાં બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે શાબ્દિક વિવાદ થયો હતો. નકવીએ ભારતીય બોર્ડની માફી માગી ત્યારે તેઓ એ વાત પર અડગ રહ્યા હતા કે ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે વ્યક્તિગત રીતે એસીસી ઑફિસમાં આવીને ટ્રૉફી લેવી જોઈએ.
જોકે, બીસીસીઆઈએ જવાબ આપતા કહ્યું, "તેઓ આવીને ટ્રૉફી નહીં લે. જ્યારે તમે તેમની સામે હોવ છો, ત્યારે શું તમને લાગે છે કે તેઓ આવીને ટ્રૉફી લેશે?" અગાઉ ACCના એક આંતરિક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “રાજીવ શુક્લા અને આશિષ શેલાર, જેમણે બેઠકમાં BCCIનું પ્રતિનિધિત્વ કર્યું હતું, તેમણે દલીલ કરી હતી કે ટ્રૉફી કોઈ વ્યક્તિની વ્યક્તિગત મિલકત નથી, કારણ કે તે ACCની મિલકત છે, અને તે યોગ્ય વિજેતાને સોંપવી જોઈએ. કોઈ સૌહાર્દપૂર્ણ ઉકેલ ન આવ્યો હોવાથી, નિર્ણય બીજી બેઠક માટે મુલતવી રાખવામાં આવ્યો છે,”
ADVERTISEMENT
મોહસીન નકવી એશિયા કપ 2025 ટ્રૉફી કેમ પરત કરી
ફાઇનલ જીત્યા પછી ભારતીય ટીમે નકવી પાસેથી એશિયા કપ 2025 ટ્રૉફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો જ્યારે તેઓ લાંબા સમય સુધી સ્ટેજ પર ઉભા રહ્યા હતા. ત્યારબાદ PCB વડા સ્ટેજ પરથી ઉતર્યા અને ટ્રૉફી અને મેડલ સીધા તેમની હૉટેલમાં લઈ ગયા. આ પછી, ભારતીય ટીમના ખેલાડીઓ ટ્રૉફી વિના ઉજવણી કરી અને તેમની હૉટેલ પાછા ગયા. BCCIએ પછીથી PCB અધ્યક્ષ મોહસીન નકવીને શક્ય તેટલી વહેલી તકે ટ્રૉફી પરત કરવા કહ્યું અને જો તેઓ આમ નહીં કરે તો ICCમાં ફરિયાદ નોંધાવવાની ચીમકી આપી હતી અને હવે આ બાબતનો ઉકેલ આવતા તેણે ટ્રૉફી પરત કરી દીધી છે.
ભારતીય ખેલાડી દ્વારા ટ્રૉફી લેવાના ઇનકાર પર BCCIનું વલણ
BCCI ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ ટીમના ઇનકારને યોગ્ય ઠેરવતા કહ્યું કે ભારત એવા વ્યક્તિ પાસેથી ટ્રૉફી સ્વીકારી શકે નહીં જે દેશ સામે યુદ્ધ કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું, "આ અણધાર્યું છે, ખૂબ જ બાલિશ સ્વભાવનું છે અને અમે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દુબઈમાં યોજાનારી આગામી ICC બેઠકમાં ICC સાથે ખૂબ જ મજબૂત વિરોધ કરીશું." બીસીસીઆઈના કડક વલણ અને ધમકી પછી, પીસીબી અને એસીસી ચીફ મોહસીન નકવીએ લાહોર પાછા ફરતા પહેલા એશિયા કપ ટ્રૉફી પરત કરી અને યુએઈ બોર્ડને સોંપવામાં આવી હતી. એશિયા ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) ના ચીફ મોહસીન નકવીએ એશિયા કપ 2025 ટ્રોફી યુએઈ ક્રિકેટ બોર્ડને સોંપી હોવાનું કહેવાય છે.


