બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદી સહિતના સાત પાકિસ્તાની ખેલાડીઓ ડિસેમ્બરમાં શરૂ થતી ઑસ્ટ્રેલિયન BBLમાં રમવા જવાના છે
બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન આફ્રિદી
એશિયા કપમાં થયેલા પરાજય પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનની બહાર યોજાતી T20 લીગ માટે ખેલાડીઓને અપાતાં નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) અટકાવી દીધાં છે. બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદી સહિતના સાત પાકિસ્તાની ખેલાડીઓ ડિસેમ્બરમાં શરૂ થતી ઑસ્ટ્રેલિયન બિગ બૅશ લીગ (BBL)માં રમવા જવાના છે. ત્યાં સુધીમાં જો NOC પરનો પ્રતિબંધ ઉઠાવી નહીં લેવાય તો તેમનું BBLમાં રમવાનું કૅન્સલ થઈ જશે.


