હર્નિયાની સર્જરી બાદ છેલ્લા કેટલાક સમયથી બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ફિટનેસ પર કામ કરી રહ્યો છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ હર્નિયાની સર્જરી બાદ છેલ્લા કેટલાક સમયથી બૅન્ગલોરમાં નૅશનલ ક્રિકેટ ઍકૅડેમીમાં ફિટનેસ પર કામ કરી રહ્યો છે. તેણે ગઈ કાલે ત્યાંથી એક વિડિયો શૅર કર્યો હતો જ્યાં તે ટ્રેઇનર્સ સાથે ભારે વજન ઉપાડતો અને પિચ પર બૅટિંગ-પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો. એની સામે સપ્ટેમ્બરમાં આયોજિત T20 એશિયા કપ 2025 પહેલાં ફુલ ફિટ થવાનો પડકાર રહેશે.


