બપોરે ૩.૦૦ વાગ્યાથી રમાનારી મૅચમાં ટીમ ઇન્ડિયાના કેટલાક પ્લેયર્સને આરામ અપાશે : બંગલાદેશે સુપર-ફોરમાં જીતવાનું બાકી છે

સૂર્યકુમાર યાદવ
કોલંબોમાં આજે પણ વરસાદની પાકી સંભાવના વચ્ચે ભારત અને બંગલાદેશ વચ્ચે સુપર-ફોરની છેલ્લી મૅચ રમાશે. ભારત રવિવારની ફાઇનલમાં પહોંચી ગયું હોવાથી એને આજની મૅચના પરિણામની કોઈ અસર નહીં થાય. ફાઇનલ પહેલાં ટીમ ઇન્ડિયાનો જુસ્સો બુલંદ રહે એ માટે રોહિત ઍન્ડ કંપનીએ જીતવું પડશે. બીજી બાજુ, બંગલાદેશ હજી સુપર-ફોરમાં જીત્યું ન હોવાથી આજે એણે ગમેએમ કરીને જીતીને રહીસહી આબરૂ બચાવવી પડશે.
આજે ભારતની ટીમમાંથી કેટલાક પ્લેયર્સને આરામ આપીને આ ટુર્નામેન્ટમાં ન રમનાર ખેલાડીઓને રમવાનો કદાચ મોકો અપાશે. બંગલાદેશ સામે ભારત ૨૦૧૫થી અત્યાર સુધી બે વન-ડે સિરીઝ હાર્યું છે, પરંતુ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં બંગલાદેશ સામે ભારતનો ૧૦૦ ટકા વિનિંગ રેકૉર્ડ છે.
96
ગિલ બહુ સારા ફૉર્મમાં છે અને તે આજે આટલા રન બનાવશે તો આ વર્ષમાં ૧૦૦૦ ઓડીઆઇ રન બનાવનાર તે પ્રથમ બૅટર બનશે.