લાયન કુલ ૧૨૨ ટેસ્ટ રમ્યો છે, જેમાંની છેલ્લી ૧૦૦ ટેસ્ટમાં ન તો તે ક્યારેય ડ્રૉપ થયો હતો
નૅથન લાયન
એકધારી ૧૦૦ ટેસ્ટ રમનાર વિશ્વનો પ્રથમ બોલર બનેલો ઑસ્ટ્રેલિયાનો સ્પિનર નૅથન લાયન પગની ઈજાને કારણે ઇંગ્લૅન્ડ સામેની ઍશિઝ સિરીઝની બાકીની ત્રણેય ટેસ્ટમાં નહીં રમી શકે. તેના સ્થાને ટૉડ મરફીને રમાડવામાં આવશે એવી પાકી સંભાવના છે. ત્રીજી ટેસ્ટ ગુરુવારથી હેડિંગ્લીમાં રમાશે.
લાયને રવિવારે ઑસ્ટ્રેલિયાની ૪૩ રનના માર્જિનથી થયેલી જીત સાથે પૂરી થયેલી બીજી ટેસ્ટના બીજા દાવમાં બોલિંગ કે ફીલ્ડિંગ નહોતી કરી, પણ જમણા પગમાં ગંભીર ઈજા હોવા થતાં તે ઑલમોસ્ટ એક પગે ક્રીઝમાં હતો અને પચીસ મિનિટ સુધી બૅટિંગ કરીને ૧૩ બૉલમાં ૪ રન બનાવ્યા હતા. એ ચાર રન તેણે ફોર ફટકારીને કર્યા હતા.
લાયન કુલ ૧૨૨ ટેસ્ટ રમ્યો છે, જેમાંની છેલ્લી ૧૦૦ ટેસ્ટમાં ન તો તે ક્યારેય ડ્રૉપ થયો હતો અને ન તેણે ઈજાને કારણે કોઈ ટેસ્ટ ગુમાવી હતી.


