નીરજ ચોપડાએ બૉડી-ફૅટને ૧૦ ટકા જાળવી રાખવા માટે પોતાનો ડાયટ-પ્લાન શૅર કરતાં કહ્યું હતું કે...
નીરજ ચોપડા
ઑલિમ્પિક્સની ઑફિશ્યલ વેબસાઇટને આપેલા એક ઇન્ટરવ્યુમાં નીરજ ચોપડાએ બૉડી-ફૅટને ૧૦ ટકા જાળવી રાખવા માટે પોતાનો ડાયટ-પ્લાન શૅર કરતાં કહ્યું હતું કે ‘સવારની ટ્રેઇનિંગ પહેલાં નાસ્તામાં ફળ, દહીં, ઓટ્સ, ત્રણ-ચાર ઈંડાંની સફેદી, આમલેટ અને બ્રેડની બે સ્લાઇસને સામેલ કરું છું. વધુમાં, મારી પાસે જૂસ અથવા નાળિયેરનું પાણી અને ડ્રાયફ્રૂટ્સ હોય છે. લંચમાં દહીં, ભાત, કઠોળ, શાકભાજી, ગ્રિલ્ડ ચિકન અને સૅલડ ખાવાનું પસંદ કરું છું. પ્રૅક્ટિસ-સેશન વચ્ચેના નાસ્તા માટે ચિયા સીડ્સ, કેળાં, ડ્રાયફ્રૂટ્સ અને તાજા જૂસનું સેવન કરું છું. ડિનર માટે હું કાર્બોહાઇડ્રેટ્સ ટાળું છું. શાકભાજી, સૅલડ અને પ્રોટીનના વિવિધ સ્રોતો પસંદ કરું છું. સૂતા પહેલાં હું દૂધ, ખજૂર અને ક્યારેક ગોળ ખાઉં છું.’

