ઇંગ્લૅન્ડ ટૂરથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે સાઉથ આફ્રિકાના એડ્રિયન લે રૉક્સ સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ તરીકે જોડાઈ રહ્યા છે. તેમણે છેક બે દાયકા પહેલાં વર્ષ ૨૦૦૨થી ૨૦૦૩ દરમ્યાન પણ ભારતીય ટીમમાં આ ભૂમિકા ભજવી હતી.
સોહમ દેસાઈ અને એડ્રિયન લે રૉક્સ
ઇંગ્લૅન્ડ ટૂરથી ભારતીય ક્રિકેટ ટીમ સાથે સાઉથ આફ્રિકાના એડ્રિયન લે રૉક્સ સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ તરીકે જોડાઈ રહ્યા છે. તેમણે છેક બે દાયકા પહેલાં વર્ષ ૨૦૦૨થી ૨૦૦૩ દરમ્યાન પણ ભારતીય ટીમમાં આ ભૂમિકા ભજવી હતી. તેમણે ભારતીય ટીમમાં સોહમ દેસાઈનું સ્થાન લીધું છે જે વર્ષ ૨૦૧૭થી આ પદ પર હતા.
ભારતીય ટીમની આ ઑફરને કારણે એડ્રિયને પંજાબ કિંગ્સ સાથેની છ વર્ષની સફરનો અંત કરવો પડ્યો છે. તેઓ આ પહેલાં વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૪માં કોલકાતા નાઇટ રાઇડર્સના પ્લેયર્સને પણ ફિઝિકલ ટ્રેઇનિંગ આપી ચૂક્યા છે. તેમણે સોશ્યલ મીડિયા પર પોતે આ વાત શૅર કરીને IPLની ફાઇનલમાં પંજાબ કિંગ્સની હાર માટે દુ:ખ વ્યક્ત કર્યું, પણ તેમની સાથેની સફરનો ગર્વ પણ વ્યક્ત કર્યો હતો.

