Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અભિષેક શર્માનો તરખાટ

અભિષેક શર્માનો તરખાટ

Published : 18 September, 2026 11:38 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટેસ્ટ-પ્લેઇંગ નેશનના ખેલાડી તરીકે ૩૦ બૉલમાં ફાસ્ટેસ્ટ T20 સેન્ચુરી ફટકારી, ૨૨૧/૭ના સ્કોર સામે અફઘાનિસ્તાનને ૯૪ રનમાં ઑલઆઉટ કરીને ભારતની ૩-૦થી ક્લીન સ્વીપ

અભિષેક શર્મા

અભિષેક શર્મા


ગઈ કાલે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20 મૅચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ તરખાટ મચાવ્યો હતો. ૧૬ બૉલની ફિફટી પછી અભિષેક શર્માએ ૩૦ બૉલમાં ૧૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. ૩૪ બૉલમાં ૯ ફોર અને ૧૧ સિક્સની મદદથી તેણે ૧૦૮ રન કરીને ભારત માટે ત્રીજી T20 સદી નોંધાવી હતી. 
મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં અભિષેક શર્મા પહેલી ૬ ઓવરમાં સૌથી વધુ રનની ઇનિંગ્સ રમનાર ખેલાડી બન્યો. તેણે ગઈ કાલે પાવરપ્લે દરન્યાન ૨૨ બૉલમાં ૭૬ રન કર્યા હતા. અભિષેક શર્માએ ટીમ ઇન્ડિયા માટે ફાસ્ટેસ્ટ T20 સદીનો રોહિત શર્માનો ૨૦૧૭નો રેકૉર્ડ તોડ્યો છે. રોહિત શર્માએ એ સમયે શ્રીલંકા સામે ૩૫ બૉલમાં ૧૦૦ રન કર્યા હતા.  
ટેસ્ટ-પ્લેઇંગ નેશન ટીમ એટલે કે ફુલ મેમ્બર નેશનના ખેલાડીઓ વચ્ચે અભિષેક શર્માએ ફાસ્ટેસ્ટ T20 સદી નોંધાવી છે. અગાઉ ૨૦૨૪માં ઝિમ્બાબ્વેના સિક્દંર રઝાએ નામિબિયા સામે અને ૨૦૨૬માં ન્યુ ઝીલૅન્ડના ફિન ઍૅલને સાઉથ આફ્રિકા સામે ૩૩-૩૩ બૉલમાં સદી ફટકારી હતી. ઓવરઑલ T20 ઇન્ટરનૅશનલમાં એસ્ટોનિયાના સાહિલ ચૌહાણ (૨૭ બૉલ) અને ટર્કીના મોહમ્મદ ફહાદ (૨૯ બૉલ) પછી અભિષેક શર્માએ ૩૦ બૉલમાં ફાસ્ટેસ્ટ સદી ફટકારી છે. 

ભારતીય ટીમે પહેલી વખત T20 પાવરપ્લેમાં ૧૦૦ રન પૂરા કર્યા



અભિષેક શર્મા અને સંજુ સૅમસન (૩૫ બૉલમાં ૫૦ રન) વચ્ચે ૯.૫ ઓવરમાં ૧૪૨ રનની ભાગીદારી થઈ હતી. બન્નેએ ૬ ઓવરમાં ૧૦૦ રન પૂરા કર્યા હતા. ટીમ ઇન્ડિયાએ પહેલી વખત પાવરપ્લેમાં ૧૦૦ રન કર્યા હતા. અગાઉ ભારતે ૨૦૨૫માં ઇંગ્લૅન્ડ સામે મુંબઈમાં વર્લ્ડ કપ સેમી-ફાઇનલમાં ૯૫/૧નો પાવરપ્લેનો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો. 
અંતિમ T20 મૅચમાં ભારતે વીસ ઓવરમાં ૨૨૧નો સ્કોર કર્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાન ૯૪નો સ્કોર કરી શક્યું હતું. ભારતીય ટીમે ૩-૦થી સિરીઝમાં ક્લીન સ્વીપ કરીને અફઘાનીઓ સામે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ક્યારેય ન હારવાનો રેકૉર્ડ જાળવી રાખ્યો હતો. 


6 : રેકૉર્ડ આટલામી વખત ૨૦ બૉલની અંદર T20 ઇન્ટરનૅશનલ ફિફ્ટી પૂરી કરી હતી અભિષેક શર્માએ. 


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2026 11:38 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK