ગયા મહિને રમાયેલા એશિયા કપ 2025માં અભિષેક શર્માએ હાઇએસ્ટ ૩૧૪ રન કર્યા હતા, જ્યારે કુલદીપ યાદવ હાઇએસ્ટ ૧૭ વિકેટ લીધી હતી
અભિષેક શર્મા, કુલદીપ યાદવ
ICCએ સપ્ટેમ્બરના પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડનાં નૉમિનેશન જાહેર કર્યાં છે. મેન્સ ક્રિકેટર્સમાં ભારતના ઓપનર અભિષેક શર્મા, સ્પિનર કુલદીપ યાદવ અને ઝિમ્બાબ્વેના બૅટર બ્રાયન બેનેટને સ્થાન મળ્યું છે. ગયા મહિને રમાયેલા એશિયા કપ 2025માં અભિષેક શર્માએ હાઇએસ્ટ ૩૧૪ રન કર્યા હતા, જ્યારે કુલદીપ યાદવ હાઇએસ્ટ ૧૭ વિકેટ લીધી હતી. જ્યારે વિમેન્સ ક્રિકેટર્સમાંથી ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ માન્ધના, પાકિસ્તાનની ઓપનર સિદ્રા અમીન અને સાઉથ આફ્રિકાની બૅટર તાઝમિન બ્રિટ્સ નૉમિનેટ થઈ છે. સ્મૃતિ માન્ધનાએ ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં સૌથી વધુ ૩૦૦ રન ફટકાર્યા હતા.


