° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


હું અત્યારે સૌથી આનંદિત તબક્કો માણી રહ્યો છું: કોહલી

20 May, 2022 02:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારો આ પરિવર્તનનો સમય ચાલે છે. માનસિક રીતે ફરી ઊર્જાત્મક થઈને પાછો જોશીલો બનવા બ્રેક લેવા તૈયાર છું.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ સામેની મૅચ પહેલાંના વિરાટ કોહલીના નબળા ફૉર્મને કારણે અને વારંવારની નિષ્ફળતાને લીધે તેના અસંખ્ય ચાહકો હતાશ હતા, પરંતુ ખુદ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સને ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વાસ્તવમાં હું અત્યારે મારા જીવનનો સૌથી સુખદ તબક્કો માણી રહ્યો છું. મારો આ પરિવર્તનનો સમય ચાલે છે. માનસિક રીતે ફરી ઊર્જાત્મક થઈને પાછો જોશીલો બનવા બ્રેક લેવા તૈયાર છું.’
જોકે ભૂતકાળના સુપર-ડુપર પર્ફોર્મન્સ ઉપરાંત ક્રિકેટ પ્રત્યેની તીવ્ર ઝંખના અને પૅશન બદલ કોહલી ક્રિકેટ-આઇકન બન્યો છે. તેણે કહ્યું હતું કે ‘ક્રિકેટ પ્રત્યે મારામાં પ્રબળ ઇચ્છાશક્તિ પહેલા જેવી જ છે અને એવી જ રહેશે. જે દિવસે મારામાંથી એ ઇચ્છાશક્તિ જતી રહેશે એ દિવસે હું રમવાનું બંધ કરી દઈશ. જોકે અમુક બાબતો આપણા હાથમાં નથી હોતી, કાબૂની બહાર હોય છે. તનતોડ મહેનત કરવી એ આપણા હાથમાં હોય છે અને એ રીતે હું અત્યારે સૌથી વધુ સંતુલિત સ્થિતિમાં છું અને અત્યારે ક્રિકેટમાં તેમ જ અંગત જીવનમાં જેકંઈ સ્થિતિમાં છું એમાં એકદમ ખુશ છું.’

20 May, 2022 02:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

વિમ્બલ્ડનમાં ચેક રિપબ્લિકની ક્વિટોવા જીતી, પણ સિક્સ્થ-સીડેડ પ્લિસકોવા હારી

હવે ક્વિટોવાનો મુકાબલો ફૉર્થ-સીડેડ પોઉલા બડોસા સાથે થશે

01 July, 2022 01:14 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ટકી રહેવા ભારતે જીતવું જ પડશે

વિશ્વવિજેતા ન્યુ ઝીલૅન્ડને ફાઇનલનો કોઈ ચાન્સ નથી : પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા નિર્ણાયક મુકાબલા માટે મજબૂત દાવેદાર

30 June, 2022 03:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બુમરાહ ભારતનો ૩૬મો કૅપ્ટન, ૩૫ વર્ષ પછીનો પ્રથમ ફાસ્ટ બોલર-સુકાની

રોહિત શર્મા ટેસ્ટ-મૅચ પહેલાંની બીજી કોવિડ-ટેસ્ટમાં પણ ફેલ : ફરી પૉઝિટિવ થતાં ઇંગ્લૅન્ડ સામે નહીં રમે

30 June, 2022 03:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK