લલિત મોદી સાથે RCBનો ભૂતપૂર્વ માલિક વિજય માલ્યા પણ જોવા મળ્યો
લલિત મોદી અને વિજય માલ્યા
ભૂતપૂર્વ IPL ચૅરમૅન લલિત મોદી અને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલુરુ (RCB)ના ભૂતપૂર્વ માલિક વિજય માલ્યા ગઈ કાલે ઓવલ ટેસ્ટ-મૅચના બીજા દિવસે લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. લલિત મોદી અહીં IPLના લોગો અને ક્રિકેટ-શૉટ રમતા પ્લેયર્સનાં નાનાં ચિત્રોવાળી ટાઈ પહેરીને આવ્યા હતા. IPLની શરૂઆત કરવામાં લલિત મોદીએ મોટી ભૂમિકા ભજવી હતી. તેણે સોશ્યલ મીડિયા પર શૅર કરેલા વિડિયોમાં કહ્યું કે હું ૧૫ વર્ષ બાદ કોઈ ક્રિકેટમૅચ જોવા સ્ટેડિયમ પહોંચ્યો છું.


