સોશ્યલ મીડિયા પર એક વિડિયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એમાં દિલ્હી-જયપુર એક્સપ્રેસવે પર એક યુવક ફુલ સ્પીડમાં બાઇક પર ઊભો રહીને સ્ટન્ટ કરતો દેખાય છે. શરૂઆતમાં તો એવું લાગે છે જાણે કોઈ ફિલ્મનો સીન ફિલ્માવાઈ રહ્યો છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
સોશ્યલ મીડિયા પર એક વિડિયો ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. એમાં દિલ્હી-જયપુર એક્સપ્રેસવે પર એક યુવક ફુલ સ્પીડમાં બાઇક પર ઊભો રહીને સ્ટન્ટ કરતો દેખાય છે. શરૂઆતમાં તો એવું લાગે છે જાણે કોઈ ફિલ્મનો સીન ફિલ્માવાઈ રહ્યો છે. છોકરાએ હાથ ફેલાવીને બાઇક પર ઊભા રહીને પોઝ આપ્યો છે અને બાઇક ફુલ સ્પીડમાં ભાગે છે. આસપાસથી અનેક ગાડીઓ પણ દોડી રહી છે. એવામાં અચાનક તેનું સંતુલન બગડે છે અને તે ગબડી પડે છે. ફુલ સ્પીડમાં દોડતી બાઇક આગળ જતી રહે છે જ્યારે છોકરો રોડ પર જ પાંચ-સાત ગોઠમડાં ખાઈ જાય છે. ગનીમત એ રહી કે યુવક આસપાસ દોડતી એકેય ગાડીની અડફેટે ન ચડ્યો. ઊલટાનું તરત જ કેટલાક લોકો દોડીને તેને બચાવવા આવી ગયા હતા.


