એક સમય હતો જ્યારે રાજસ્થાની વહુઓ છાતીસમાણો ઘૂંઘટ તાણીને ફરતી અને વડીલોની આમન્યા રાખતી, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. ઘૂંઘટ તો જતો રહ્યો છે અને સમાજ પણ હવે મૉડર્ન થઈ ગયો છે.
વાયરલ વીડિયોનો સ્ક્રીનગ્રૅબ
એક સમય હતો જ્યારે રાજસ્થાની વહુઓ છાતીસમાણો ઘૂંઘટ તાણીને ફરતી અને વડીલોની આમન્યા રાખતી, પણ હવે જમાનો બદલાઈ ગયો છે. ઘૂંઘટ તો જતો રહ્યો છે અને સમાજ પણ હવે મૉડર્ન થઈ ગયો છે. સોશ્યલ મીડિયા પર એક રીલ વાઇરલ થઈ રહી છે જેમાં રાજસ્થાની પરંપરાગત ઘાઘરા-ચોલી પહેરીને બે વહુઓ જમીન પર બેસીને સોશ્યલ મીડિયા રીલ બનાવી રહી છે અને પાછળ સસરા સ્ટૅન્ડિંગ કિચનમાં રોટલી બનાવતા દેખાય છે. ઇન્સ્ટાગ્રામ પર @rajasthani_masti7 નામના અકાઉન્ટ પરથી શૅર કરવામાં આવેલા આ વિડિયોમાં વહુઓ પોતાની મોજમાં પોઝ આપીને રીલ બનાવવામાં વ્યસ્ત છે, જ્યારે પાછળ રસોઈ કરી રહેલા ભાઈ કામ કરતાં-કરતાં ક્યારેક આ વહુઓ તરફ અછડતી નજર કરી લે છે. કોઈકે કમેન્ટમાં લખ્યું છે કે ઘોર કળિયુગ આવ્યો છે, વહુઓ રીલ બનાવે છે અને સસરા રસોઈ.


