Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનની ઉજવણી નાની બાળકીઓ સાથે કરી હતી.

દિલથી મળ્યું દિલ, વરસ્યું વહાલ

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનની ઉજવણી નાની બાળકીઓ સાથે કરી હતી. નટખટ બાળકીઓએ નરેન્દ્ર મોદીને ‘એક પેડ માં કે નામ’ સહિતની પર્યાવરણકેન્દ્રી થીમ્સની રાખડીઓ બાંધી હતી. નરેન્દ્ર મોદીએ પણ બાળકો સાથે બાળક બનીને ગમ્મત-મસ્તી સાથે વાતો કરી હતી

11 August, 2025 06:56 IST |

Read More

મળો આ બહેનોને

અમે ભાઈઓને ખવડાવીએ છીએ માત્ર અમારા હાથેથી બનેલી મીઠાઈ

તહેવારો જેમ પરિવાર વગર અધૂરા લાગે છે એમ મીઠાઈની હાજરી વગર ફીકા લાગે છે અને એમાં જો આ મીઠાઈમાં પ્રેમ અને લાગણીનો રસ સમાઈ જાય તો પછી તહેવારોની મજા બમણી થઈ જતી હોય છે. મીઠાઈમાં આ રસ ત્યારે જ સમાય જ્યારે એ ઘરના સદસ્ય દ્વારા બની હોય. જોકે આજે રેડી ટુ ઈટના સમયમાં તહેવારોમાં મહત્તમ ઘરોમાં મીઠાઈ બનાવવાની તસ્દી કોઈ લેતું નથી. તેમ છતાં હજીયે મુંબઈમાં એવાં ઘરો છે જે તહેવારોમાં ઘરે જ મીઠાઈ બનાવે છે. ખાસ કરીને રક્ષાબંધનમાં જ્યાં બહેનો પોતાના હાથેથી ભાઈને ભાવતી મીઠાઈ બનાવીને ખવડાવે છે. આજે આપણે એવી કેટલીક બહેનોને મળવાના છીએ જેઓ દર વર્ષે પોતાના ભાઈઓને માટે ઘરેથી મીઠાઈ બનાવીને જ લઈ જાય છે.

10 August, 2025 07:25 IST |

Read More

આશ્રય સેવા કેન્દ્ર દ્વારા રક્ષાબંધનની ઉજવણી

આને કહેવાય તહેવાર! રક્ષાબંધનની આવી ઉજવણી નહીં જોઈ હોય તમે

મુંબઈના એનજીઓ આશ્રય સેવા કેન્દ્ર (Aashray Seva Kendra)એ ભાઈ-બહેના પ્રેમના પર્વ રક્ષાબંધન (Raksha Bandhan 2024)ની અનોખી રીતે ઉજવણી કરી છે. આશ્રય સેવા કેન્દ્રના સભ્યોએ ટ્રાન્સજેન્ડર સમુદાય સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ અનોખી ઉજવણીની તસવીરો પર કરીએ એક નજર.

21 August, 2024 03:15 IST |

Read More

તસવીરો: પીટીઆઈ

Photos: પીએમ મોદીએ દિલ્હીમાં શાળાની છોકરીઓ સાથે ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં તેમના કાંડા પર રાખડી બાંધીને શાળાની છોકરીઓ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

19 August, 2024 03:34 IST |

Read More

તસવીરઃ પિક્સાબે

ભાઈને રાશિ પ્રમાણે રાખડી બાંધવાથી થશે અસંખ્ય લાભ, બહેનો જાણી લો કયો રંગ કોનો ખાસ

આજે ભાઈ-બહેનના પ્રેમના તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. બહેનોએ ભાઈ માટે હોંશે-હોઇશે રાખડીઓની ખરીદી કરી લીધી હશે. પરંતુ જો કોઈ બહેનને રાખડી ખરીદવાની બાકી હોય કે પછી ભાઈ માટે સ્પેશ્યલ રાખડી લેવાની હોય તો આ એક બાબત ધ્યાનમાં રાખવાથી ભાઈને ખુબ લાભ થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો ભાઈઓને તેમની રાશિ અનુસાર રાખડી બાંધવામાં આવે તો તન, મન અને ધનની સુખશાંતિ પ્રાપ્ત થાય છે. આવો જોઈએ કઈ રાશિ અનુસાર કેવા રંગની રાખડી બાંધવી જોઈએ. (તસવીરોઃ એઆઇ)

19 August, 2024 10:00 IST |

Read More

જોઈ લો બૉલિવૂડની બેસ્ટ ભાઈ-બહેનોની જોડી

Raksha Bandhan 2024: પ્યાર હો તો ઐસા હો! બૉલિવૂડના આ ભાઈ-બહેનની જોડી છે કમાલ

Raksha Bandhan 2024: રિયલ લાઇફ હોય કે રિલ લાઇફ બૉલિવૂડના ભાઈ-બહેનની આ જોડી કમાલની છે. ખાન સિબ્લિંગ્સ હોય કે પછી કપૂર સિબ્લિંગ્સ ઑન સ્ક્રિન અને ઑફ સ્ક્રિન બધે જ ધમાલ કરે છે. આજે રક્ષાબંધનના અવસરે નજર કરીએ બૉલિવૂડની ભાઈ-બહેનોની આ જોડીઓ પર.

19 August, 2024 09:00 IST |

Read More

બૉલિવૂડ સેલેબ્સે કરી રક્ષાબંધનની ઉજવણી

Raksha Bandhan 2023: સારા અલી ખાનથી લઈ કાર્તિક સહિતના સેલેબ્સની ઉજવણીની ઝલક  

Raksha Bandhan 2023: બૉલિવૂડ સેલિબ્રિટીઓએ રક્ષા બંધનની ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. સારા અલી ખાનથી લઈ કાર્તિક આર્યન સહિતના સેલેબ્સ રક્ષાબંધન પર પરંપરાગત વસ્ત્રમાં આ તેહવાર મનાવતા જોવા મળ્યા હતા. કેટલાક સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમના ભાઈ-બહેનો સાથેની તસવીર શેર કરી છે.  

01 September, 2023 04:19 IST |

Read More

પ્રતીકાત્મક તસવીર

Raksha Bandhan 2023: ભાઈ-બહેનની આ જોડીઓની તો વાત જ ન્યારી

સ્પેશ્યલ ચાઇલ્ડ બહેનની અંતિમ વિદાય પછી એ ક્ષણને જીવનભર માટે ટૅટૂ સ્વરૂપે હાથમાં કંડારાવી હોય એવા ભાઈની વાત હોય કે પછી બાર વર્ષ ભાઈને પોતાના ઘરે રાખીને તેને આગળ વધારવા માટે કમર કસનારાં બહેન-બનેવીની વાત હોય કે પછી ભાઈને કિડની આપવા તત્પર થયેલી બહેનની વાત હોય; કસોટીના સમયે સંબંધને સાચો પુરવાર કરનારી આવી જ પ્રેરણાદાયી અને રક્ષાબંધનનું ઔચિત્ય જાળવતી રિયલ લાઇફ કથાઓ પ્રસ્તુત કરે છે.

30 August, 2023 04:12 IST |

Read More

પ્રતીકાત્મક તસવીર

Raksha Bandhan 2023: રાખડી બાંધતી વખતે ભાઈ-બહેનોએ આ નિયમોનું ખાસ ધ્યાન રાખવું

રાખડીનો તહેવાર દરેક ભાઈ-બહેન માટે ખૂબ જ ખાસ હોય છે. દરેક બહેન આ તહેવારની ખૂબ જ આતુરતાથી રાહ જુએ છે. આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધનો તહેવાર છે. આ તહેવાર પર, જ્યાં બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ માટે પ્રાર્થના કરે છે, ભાઈઓ તેમની બહેનોને દરેક સંકટથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે. 

30 August, 2023 10:00 IST |

Read More

માતૃભાષા અભિયાન દ્વારા રક્ષાબંધનની ઉજવણી

Raksha Bandhan 2023 : અમદાવાદમાં નાનાં ભૂલકાંઓએ દાદા-દાદી સાથે ઉજવી રક્ષાબંધન

માતૃભાષા અભિયાન દ્વારા દર મહિનાના બીજા અને ચોથા રવિવારે અમદાવાદમાં `દાદા દાદીના ઓટલા`નું આયોજન કરવામાં આવે છે. આ મિશન દ્વારા અમદાવાદમાં રહેતાં નાના ભૂલકાઓને વડીલ ભાઈ-બહેનો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. ડિજિટલ જમાનામાં તેમ જ વ્યસ્ત યુગમાં બાળકો અને વડીલો વચ્ચેનો સ્નેહ ઓછો થઈ રહ્યો છે ત્યારે આવું કાર્ય સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ સમાન છે. હાલમાં રક્ષાબંધન નિમિત્તે `દાદા દાદીના ઓટલા`ની બેઠકમાં બાળકોને આ પર્વલક્ષી વિધવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.

28 August, 2023 02:27 IST |

Read More

શું તમે તમારા ભાઈ માટે રાખડી ખરીદી લીધી?

Raksha Bandhanની તૈયારી માટે મુંબઈકર્સ પહોંચ્યા દાદરની માર્કેટ, જુઓ તસવીરો

રક્ષાબંધનના પર્વને 2-3 દિવસ બાકી છે ત્યારે મુંબઇકર્સ રાખડીઓની ખરીદી કરવા દાદર પહોંચે છે અને બજારમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળે છે. સામાન્ય લોકો પણ લઈ શકે તેવી ઓછી કિંમતે અનોખી રાખડીઓની ડિઝાઈન આ માર્કેટમાં જોવા મળી રહે છે. મુંબઈની ભીડ તસવીરોમાં...

27 August, 2023 01:47 IST |

Read More

રાખડીઓ બનાવતા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓ

Raksha Bandhan 2023 : ભાવનગર અંધ ઉદ્યોગ શાળાના નેત્રહીન બાળકોએ બનાવી અવનવી રાખડી

આજે ઠેર ઠેર અનેક એવી સંસ્થાઓ કાર્યરત છે જે સમાજના કોઈ જુદા જ વર્ગની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્ન કરતી હોય છે. માત્ર સમસ્યાઓ જ હલ કરવી એટલું જ નહીં પણ તેઓના વિકાસ માટે કટિબદ્ધ હોય. હા, ભાવનગરની એક સંસ્થા છે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા. આ એક એવી સંસ્થા છે જે પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે કામ કરે છે. બાલમંદિરથી લઈને બારમા ધોરણ સુધીના શિક્ષણથી લઈને તેઓને અનેક ઉદ્યોગલક્ષી પ્રવૃત્તિઓ કરાવે છે. થોડાક જ દિવસમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે આ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ મિત્રોએ અવનવી રાખડીઓ બનાવીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સંસ્થાના સંચાલક લાભુભાઈ ભાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી.

14 August, 2023 04:51 IST |

Read More

આ સેલેબ્સે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવી પોતાની ફેવરેટ રીલ લાઇફની ભાઈ-બહેનની જોડી

ઓનસ્ક્રીન સિતારાઓનું રક્ષાબંધન સ્પેશ્યલ - રીલ અને રિયલ ભાઈ-બહેનની ખાસ વાતો

બૉલિવુડ ફિલ્મ ‘દિલ ધડકને દો’ના આયેશા અને કબીર મહેરા હોય કે ‘જાને તુ યા જાને ના’ના અમિત અને અદિતિ મહંત, ફિલ્મોમાં ભાઈ-બહેનની ઘણી એવી મજેદાર જોડીઓ છે, જેમણે લોકોને હસાવ્યા છે, રડાવ્યા છે અને સારી-ખરાબ પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપી સપોર્ટ કરતાં પણ શીખવ્યું છે. આમાં ગુજરાતી ફિલ્મો પણ પાછળ નથી. તો આવો ગુજરાતી ફિલ્મોના સિતારાઓ પાસેથી જાણીએ કઈ છે તેમની ઑનસ્ક્રીન ફેવરેટ ભાઈ-બહેનની જોડી...

11 August, 2022 10:26 IST |

Read More

ફિલ્મ રક્ષાબંધનની કાસ્ટ

‘રક્ષા બંધન’ની ટીમ પહોંચી અમદાવાદ, અક્ષય કુમારે બહેનોને આપી સ્પેશિયલ ગિફ્ટ

આનંદ એલ રાયની ફિલ્મ `રક્ષાબંધન`ની રિલીઝને એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે, ત્યારે અક્ષય કુમાર અને તેના સહ-કલાકારો સહિતની મૂવી કાસ્ટ દેશના વિવિધ શહેરોમાં તેમની ફિલ્મના પ્રચાર માટે કોઈ કસર છોડી રહી નથી. અક્ષય, આનંદ એલ. રાય અને કલાકારો પ્રમોશન માટે અમદાવાદ પહોંચ્યા હતા. (તમામ ફોટા/પીઆર)

07 August, 2022 08:57 IST |

Read More

પ્રતીકાત્મક તસવીર

સેલ્ફી વિથ રાખીઃ થૅન્ક યુ વાચકો...

રેસિપી કૉન્ટેસ્ટ અને હવે સેલ્ફી વિથ રાખી... ‘મિડ-ડે’ની બન્ને પહેલનો વાચકોએ આપ્યો અદ્ભુત રિસ્પૉન્સ. ‘મિડ-ડે’ને મળેલી હજારો એન્ટ્રીઓમાંથી અમારા જજે પસંદ કરી ૧૪૯ સુપર્બ મેસેજ સાથેની સેલ્ફી વિથ રાખી જે અમે કરી પબ્લિશ. આ બધાને તો ક્રાઉન ફૂડ્સ તરફથી મળશે જ ગિફ્ટ-હૅમ્પર્સ, પણ આમાંથી બેસ્ટ મેસેજ ધરાવતી ત્રણ એન્ટ્રી મોકલનારને મળશે સ્ટ્રેન્ડ ડેન્માર્કની બે રિસ્ટ વૉચિઝ. આ સાથે પબ્લિશ સેલ્ફીઝ છેલ્લી છે આ કૉન્ટેસ્ટ માટેની. અમે બંધ કરીશું હવેથી સેલ્ફી વિથ રાખી પબ્લિશ કરવાનું. જોકે ટૂંકમાં જ ઇન્તેજાર પૂરો થશે અને અમે જાહેર કરીશું ત્રણ વિનિંગ મેસેજ તથા ગિફ્ટ હૅમ્પર્સ કેવી રીતે પહોંચતાં કરાશે એની વિગતો. હા, જેમની એન્ટ્રીઓ સમાવી નથી શકાઈ તેઓ નિરાશ ન થાય... અમે તમારી સાથે જોડાવા માટે કરવાના જ છીએ અનેક ઇન્ટરેસ્ટિંગ ઍક્ટિવિટીઝ.

30 August, 2021 03:23 IST |

Read More


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK