Coronavirus Outbreak: આ રહી લૉકડાઉન ગાઈડ...

Updated: Mar 26, 2020, 15:11 IST | Rachana Joshi
  • દવાઓ ખુટી જાય તો? દવાઓ ખુટી જાય તો જરાક પણ ટેન્શન લેવાની જરૂર નથી. કારણકે લૉકડાઉન દરમ્યાન પણ બધા જ મૅડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. પરંતુ જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવું, ઘરે પાછા આવીને હાથ ધોવા વગેરે સાવચેતી રાખજો અને રસ્તામાં પોલીસ તમને કાંઈ પુછે તો તમારી પરિસ્થિતિ જણાવજો. ચિંતા કરવાની જરૂર નથી. તસવીર બાબતે- ગ્રાન્ટ રોડમાં બુધવારે મૅડિકલ સ્ટોરની બહાર લાગેલી લાઈન (તસવીર: સુરેશ કરકેરા)

    દવાઓ ખુટી જાય તો?

    દવાઓ ખુટી જાય તો જરાક પણ ટેન્શન લેવાની જરૂર નથી. કારણકે લૉકડાઉન દરમ્યાન પણ બધા જ મૅડિકલ સ્ટોર ખુલ્લા રહેશે. પરંતુ જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવું, ઘરે પાછા આવીને હાથ ધોવા વગેરે સાવચેતી રાખજો અને રસ્તામાં પોલીસ તમને કાંઈ પુછે તો તમારી પરિસ્થિતિ જણાવજો. ચિંતા કરવાની જરૂર નથી.

    તસવીર બાબતે- ગ્રાન્ટ રોડમાં બુધવારે મૅડિકલ સ્ટોરની બહાર લાગેલી લાઈન (તસવીર: સુરેશ કરકેરા)

    1/12
  • શું અમારે આઈકાર્ડ સાથે લઈ જવાની જરૂર છે? જીવનજરૂરી ચીજવસ્તુ લેવા માટે ઘરની બહાર નીકળો ત્યારે કોઈ ચોકક્સ આઈકાર્ડ સાથે લઈ જવું પડશે એવી કોઈ સુચના નથી એટલે આઈકાર્ડ લઈ જવાની જરૂર નથી. પરંતુ હા તમે દવા લેવા જતા હોવ તો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે લઈ જવું જરૂરી છે, એમ પાલિકાના અધિકારીએ કહ્યું હતું. તસવીર બાબતે- મરીન ડ્રાઈવ પર નાકાબંધી દરમ્યાન વાહનાલકો સાથે પોલીસ વાતચીત કરતી દેખાઈ હતી (તસવીર: આશિષ રાજે)

    શું અમારે આઈકાર્ડ સાથે લઈ જવાની જરૂર છે?

    જીવનજરૂરી ચીજવસ્તુ લેવા માટે ઘરની બહાર નીકળો ત્યારે કોઈ ચોકક્સ આઈકાર્ડ સાથે લઈ જવું પડશે એવી કોઈ સુચના નથી એટલે આઈકાર્ડ લઈ જવાની જરૂર નથી. પરંતુ હા તમે દવા લેવા જતા હોવ તો ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન સાથે લઈ જવું જરૂરી છે, એમ પાલિકાના અધિકારીએ કહ્યું હતું.

    તસવીર બાબતે- મરીન ડ્રાઈવ પર નાકાબંધી દરમ્યાન વાહનાલકો સાથે પોલીસ વાતચીત કરતી દેખાઈ હતી (તસવીર: આશિષ રાજે)

    2/12
  • ઘરમાં ખાવા-પીવાની વસ્તુ ન હોય તો? જો ખાવા-પીવાની આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો પુરો થઈ જાય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારા વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં જઈને તમે સામાન ખરીદી શકશો. કરિયાણાની દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી છે. પરંતુ હા પુરેપુરી શક્યતાઓ છે કે તમે નક્કી કરેલી બધી જ સામગ્રી ન પણ મળે! તસવીર બાબતે- સાકીનાકામાં કરિયાણાની દુકાનમાં લોકોની ભીડ ઉમટી હતી (તસવીર: સૈય્યદ સમીર અબૈદી)

    ઘરમાં ખાવા-પીવાની વસ્તુ ન હોય તો?

    જો ખાવા-પીવાની આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો પુરો થઈ જાય તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારા વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનમાં જઈને તમે સામાન ખરીદી શકશો. કરિયાણાની દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી છે. પરંતુ હા પુરેપુરી શક્યતાઓ છે કે તમે નક્કી કરેલી બધી જ સામગ્રી ન પણ મળે!

    તસવીર બાબતે- સાકીનાકામાં કરિયાણાની દુકાનમાં લોકોની ભીડ ઉમટી હતી (તસવીર: સૈય્યદ સમીર અબૈદી)

    3/12
  • શહેરની બહાર કઈ રીતે જવાનું? રાજ્ય સરકારે તમામ જીલ્લઓની બધી જ સીમાઓ સીલ કરી કરી દીધી હોવાથી શહેરની બહાર જવું શક્ય જ નથી. ફક્ત આવશ્યક સેવાઓ પુરી પાડતા લોકોને જ મુસાફરી કરવાની પતરવાનગી છે અને તેમના માટે BEST અને MSRTC એ વિશેષ વ્યવસ્થાઓ કરી છે.

    શહેરની બહાર કઈ રીતે જવાનું?

    રાજ્ય સરકારે તમામ જીલ્લઓની બધી જ સીમાઓ સીલ કરી કરી દીધી હોવાથી શહેરની બહાર જવું શક્ય જ નથી. ફક્ત આવશ્યક સેવાઓ પુરી પાડતા લોકોને જ મુસાફરી કરવાની પતરવાનગી છે અને તેમના માટે BEST અને MSRTC એ વિશેષ વ્યવસ્થાઓ કરી છે.

    4/12
  • સિનિયર સિટિઝને શું કરવું? બહારગામ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા લોકોથી વૃધ્ધોએ દુર રહેવું જોઈએ. કારણકે સિનિયર સિટિઝનને કોરોના વાયરસ (COVID-19) નો ચેપ લાગવાની શક્યતાઓ વધુ છે. તેમને ઘરની બહાર પણ ન નીકળવું જોઈએ.

    સિનિયર સિટિઝને શું કરવું?

    બહારગામ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા લોકોથી વૃધ્ધોએ દુર રહેવું જોઈએ. કારણકે સિનિયર સિટિઝનને કોરોના વાયરસ (COVID-19) નો ચેપ લાગવાની શક્યતાઓ વધુ છે. તેમને ઘરની બહાર પણ ન નીકળવું જોઈએ.

    5/12
  • વિકલાંગ અને એકલા રહેતા લોકો માટે શું વ્યવસ્થા છે? સંપુર્ણ દેશમાં લૉકડાઉન હોવાથી ઘરકામમાં મદદ કરતા લોકો પણ કામ પર નથી જઈ શકતા. આ સમયે વિકલાંગ અને એકલા રહેતા લોકો પડોશીઓની અને બિલ્ડિંગના સિક્યોરીટી ગાર્ડની મદદ લઈ શકે છે, પાલિકાના અધિકારીએ કહ્યું હતું.વિકલાંગો માટે સરકારે કોઈ વિશેષ વ્યવસ્થા નથી કરી. જોકે તેમના માટે બિન સરકારી સંસ્થાઓ સાથે જોડાણ કરીને કંઈક કરવાની જરૂર છે.

    વિકલાંગ અને એકલા રહેતા લોકો માટે શું વ્યવસ્થા છે?

    સંપુર્ણ દેશમાં લૉકડાઉન હોવાથી ઘરકામમાં મદદ કરતા લોકો પણ કામ પર નથી જઈ શકતા. આ સમયે વિકલાંગ અને એકલા રહેતા લોકો પડોશીઓની અને બિલ્ડિંગના સિક્યોરીટી ગાર્ડની મદદ લઈ શકે છે, પાલિકાના અધિકારીએ કહ્યું હતું.વિકલાંગો માટે સરકારે કોઈ વિશેષ વ્યવસ્થા નથી કરી. જોકે તેમના માટે બિન સરકારી સંસ્થાઓ સાથે જોડાણ કરીને કંઈક કરવાની જરૂર છે.

    6/12
  • જરૂરિયાતમંદો પાસે પૈસા નથી તો? અત્યાર સુધી જરૂરિયાતમંદોને પૈસાની વ્યવસ્થા થાય તે માટે કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. જો રોજી કમાતા કામદારો માટે વેતનની કે સહાયની ઘોષણા કરવી હોય તો તેનો નિર્ણય કેન્દ્ર સરકાર જ કરી શકશે. તેમ છતા હેલ્પલાઈન નંબર 1916 પર ફોન કરીનેબિન સરકારી સંસ્થાઓના નંબર મેળવીને તેમની પાસેથી મદદ મેળવી શકે છે. તસવીર બાબતે- ગિરગામમાં બુધવારે રાંધણ ગેસનો ટ્રક આવ્યો ત્યારે આ વૃધ્ધે લાંબી લાઈનમાં ઊભા રહ્યાં બાદ ગેસનો બાટલો મેળવ્યો હતો (તસવીર: સુરેશ કરકેરા)  

    જરૂરિયાતમંદો પાસે પૈસા નથી તો?

    અત્યાર સુધી જરૂરિયાતમંદોને પૈસાની વ્યવસ્થા થાય તે માટે કોઈ જોગવાઈ કરવામાં નથી આવી. જો રોજી કમાતા કામદારો માટે વેતનની કે સહાયની ઘોષણા કરવી હોય તો તેનો નિર્ણય કેન્દ્ર સરકાર જ કરી શકશે. તેમ છતા હેલ્પલાઈન નંબર 1916 પર ફોન કરીનેબિન સરકારી સંસ્થાઓના નંબર મેળવીને તેમની પાસેથી મદદ મેળવી શકે છે.

    તસવીર બાબતે- ગિરગામમાં બુધવારે રાંધણ ગેસનો ટ્રક આવ્યો ત્યારે આ વૃધ્ધે લાંબી લાઈનમાં ઊભા રહ્યાં બાદ ગેસનો બાટલો મેળવ્યો હતો (તસવીર: સુરેશ કરકેરા)

     

    7/12
  • ઘરોમાં શૌચાલય ન હોય તો? પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, જેમની પાસે ઘર નથી તેમના માટે સરકારી આશ્રયસ્થાનોની કોઈ વ્યવસ્થા નથી. પરંતુ શહેરના લગભગ બધા જ વિસ્તારોમાં જાહેર શૌચાલય છે. લોકો તેનો ઉપયોગ કરી શકે છે.

    ઘરોમાં શૌચાલય ન હોય તો?

    પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, જેમની પાસે ઘર નથી તેમના માટે સરકારી આશ્રયસ્થાનોની કોઈ વ્યવસ્થા નથી. પરંતુ શહેરના લગભગ બધા જ વિસ્તારોમાં જાહેર શૌચાલય છે. લોકો તેનો ઉપયોગ કરી શકે છે.

    8/12
  • પાળતુ પ્રાણી બિમાર પડે તો? ચિંતા કરશો નહીં, રાજ્ય સરકારે પશુચિકિત્સાલય અને પશુચિકિત્સકોની સેવા ચાલુ રાખવાની મંજુરી આપી છે એટલે તમે તમારા પ્રાણીઓને ચૅકઅપ માટે લઈ જઈ શકશો. બસ, ફક્ત જરૂર છે તમારી અને તમારા પાળતુ પ્રાણીની સલામતીનું ધ્યાન રાખવાની.

    પાળતુ પ્રાણી બિમાર પડે તો?

    ચિંતા કરશો નહીં, રાજ્ય સરકારે પશુચિકિત્સાલય અને પશુચિકિત્સકોની સેવા ચાલુ રાખવાની મંજુરી આપી છે એટલે તમે તમારા પ્રાણીઓને ચૅકઅપ માટે લઈ જઈ શકશો. બસ, ફક્ત જરૂર છે તમારી અને તમારા પાળતુ પ્રાણીની સલામતીનું ધ્યાન રાખવાની.

    9/12
  • ગરમ ભોજનની ડિલેવરી મળી શકે છે? હા, ગરમા ગરમ જમવાનું મળી શકે છે. કારણકે કેટલીક રેસ્ટોરાં અને ઈટરીઝ ફુડ ડિલેવરી પોર્ટલ્સ અને એપ્લિકેશન દ્વારા ડિલેવરી આપી રહ્યાં છે. કેટલાક રહેવાસીઓ અને બિનસહકારી સંસ્થાઓ લૉકડાઉનમાં પણ ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ અને સરકારી સેવકોને ખાવાનું પુરુ પાડવાની સેવા કરી રહ્યાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીએ કહ્યું હતું કે, એકલ-દોકલ વ્યક્તિને ભોજનની સુવિધા આપતી કોઈ ખાનગી સંસ્થા કે વ્યક્તિ અથવા બિન સહકારી સંસ્થાની માહિતિ અમારી પાસે નથી.

    ગરમ ભોજનની ડિલેવરી મળી શકે છે?

    હા, ગરમા ગરમ જમવાનું મળી શકે છે. કારણકે કેટલીક રેસ્ટોરાં અને ઈટરીઝ ફુડ ડિલેવરી પોર્ટલ્સ અને એપ્લિકેશન દ્વારા ડિલેવરી આપી રહ્યાં છે. કેટલાક રહેવાસીઓ અને બિનસહકારી સંસ્થાઓ લૉકડાઉનમાં પણ ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ અને સરકારી સેવકોને ખાવાનું પુરુ પાડવાની સેવા કરી રહ્યાં છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અધિકારીએ કહ્યું હતું કે, એકલ-દોકલ વ્યક્તિને ભોજનની સુવિધા આપતી કોઈ ખાનગી સંસ્થા કે વ્યક્તિ અથવા બિન સહકારી સંસ્થાની માહિતિ અમારી પાસે નથી.

    10/12
  • કોરોના વાયરસ (COVID-19) ના લક્ષણો દેખાય તો? જો તમને સુકી ઉધરસ અને તાવ હોય તો તાત્કાલિક તમારા ફૅમેલિ ડૉક્ટર પાસે જવું. કસ્તુરબા હૉસ્પિટલમાં તો જ જવું જો તમારા ફૅમેલી ડૉક્ટર તમને ત્યાં જવાની સલાહ આપે. ટેસ્ટની તપાસ કરાવવી હોય તો તમે જે લૅબોરેટરી અને હૉસ્પિટલોને પરવાનગી આપી છે તયાં પણ કોરોનાનો ટેસ્ટ કરાવી શકો છે. તમારા લક્ષણો કોરોનાના છે કે નહીં તે જાણવા માટે તમે પાલિકાના હેલ્પલાઈન નંબર 1916 પર ફોન કરીને ડૉક્ટર સાથે વાત પણ કરી શકો છો.

    કોરોના વાયરસ (COVID-19) ના લક્ષણો દેખાય તો?

    જો તમને સુકી ઉધરસ અને તાવ હોય તો તાત્કાલિક તમારા ફૅમેલિ ડૉક્ટર પાસે જવું. કસ્તુરબા હૉસ્પિટલમાં તો જ જવું જો તમારા ફૅમેલી ડૉક્ટર તમને ત્યાં જવાની સલાહ આપે. ટેસ્ટની તપાસ કરાવવી હોય તો તમે જે લૅબોરેટરી અને હૉસ્પિટલોને પરવાનગી આપી છે તયાં પણ કોરોનાનો ટેસ્ટ કરાવી શકો છે. તમારા લક્ષણો કોરોનાના છે કે નહીં તે જાણવા માટે તમે પાલિકાના હેલ્પલાઈન નંબર 1916 પર ફોન કરીને ડૉક્ટર સાથે વાત પણ કરી શકો છો.

    11/12
  • કોઈપણ મૅડિકલ ઈમરજન્સી માટે ડાયલ કરો 1916 જો તમારે તાત્કાલિક કોઈ મૅડિકલ ઈમરજન્સી હોય તો તમે ખાનગી વાહનમાં કે પછી એમ્બ્યુલન્સ બોલાવી શકો છો. પણ જો એમ્બ્યુલન્સનો સંપર્ક ન થતો હોય તો ગભરાવવાની જરૂર નથી, તમે પાલિકાના હેલ્પલાઈન નંબર 1916 અથવા પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી શકો છો.

    કોઈપણ મૅડિકલ ઈમરજન્સી માટે ડાયલ કરો 1916

    જો તમારે તાત્કાલિક કોઈ મૅડિકલ ઈમરજન્સી હોય તો તમે ખાનગી વાહનમાં કે પછી એમ્બ્યુલન્સ બોલાવી શકો છો. પણ જો એમ્બ્યુલન્સનો સંપર્ક ન થતો હોય તો ગભરાવવાની જરૂર નથી, તમે પાલિકાના હેલ્પલાઈન નંબર 1916 અથવા પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી શકો છો.

    12/12
  • loading...

ફોટોઝ વિશે

મંગળવારે રાત્રે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી 21 દિવસ લૉકડાઉનની જાહેરાત કરી ત્યારથી જ મુંબઈગરાંઓ ગભરાઈ ગયા હતા અને જીવનજરૂરી વસ્તુઓ ભરવા માટે રસ્તા પર અને દુકાનોમાં ભીડ ભેગી કરી હતી. પરંતુ નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી કારણકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પુરતી બધી જ વ્યવસ્થા કરવામાં આવી છે. છતાં કેટલાક પ્રશ્નો લોકોને સતત સતાવી રહ્યાં હોવાથી www.gujaratimidday.com એ તેના જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. નાગરિકોને કાંઈપણ કામ હોય તો તેઅ પાલિકાના હેલ્પલાઈન નંબર 1916 પર ફોન કરી શકે છે. બાકી નજર નાખો લૉકડાઉનની આ ગાઈડલાઈન્સ પર...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK