Valentines Weekend: Dr. Prashant Bhimani હેવમોરના ચણાપૂરી ખાઇને ઉજવી પહેલી ડેટ

Updated: 13th February, 2021 23:51 IST | Shilpa Bhanushali
  • ડૉ. પ્રશાંત ભીમાણી અને તેમના મિત્ર ડૉ. નીલ બન્ને સાથે ભણતા હતા અને એક જ કૉલેજમાં હોવાથી ઘરે મિત્રોનું આવવા-જવાનું સામાન્ય હોય. આમ ડૉ. ભીમાણી અને ડૉ. નીલ બન્ને એકબીજા ઘરે પણ આવતા જતા. દરમિયાન ડૉ. ભીમાણીની મુલાકાત મિત્ર ડૉ. નીલની બહેન સોનલ સાથે પણ થઈ. સોનલને જોતા ભીમાણીને તેઓ ખૂબ પસંદ હતા. પણ મિત્રની બહેન હોવાથી તે કંઇ જ કહી શક્યા નહોતા.

    ડૉ. પ્રશાંત ભીમાણી અને તેમના મિત્ર ડૉ. નીલ બન્ને સાથે ભણતા હતા અને એક જ કૉલેજમાં હોવાથી ઘરે મિત્રોનું આવવા-જવાનું સામાન્ય હોય. આમ ડૉ. ભીમાણી અને ડૉ. નીલ બન્ને એકબીજા ઘરે પણ આવતા જતા. દરમિયાન ડૉ. ભીમાણીની મુલાકાત મિત્ર ડૉ. નીલની બહેન સોનલ સાથે પણ થઈ. સોનલને જોતા ભીમાણીને તેઓ ખૂબ પસંદ હતા. પણ મિત્રની બહેન હોવાથી તે કંઇ જ કહી શક્યા નહોતા.

    1/5
  • ડૉ. પ્રશાંત ભીમાણીને કદાચ સોનલ પણ પસંદ કરતાં હોઇ શકે, પણ તેમણે નક્કી કર્યું કે જ્યાં સુધી ગ્રેજ્યુએશન પૂરું ન થાય ત્યાં સુધી પૂછવું જ નથી. અને ગ્રેજ્યુએશન પૂરું થયા પછી ડૉ. ભીમાણી અને સોનલ એકબીજા સાથે વાતચીત કરતાં થયાં. 

    ડૉ. પ્રશાંત ભીમાણીને કદાચ સોનલ પણ પસંદ કરતાં હોઇ શકે, પણ તેમણે નક્કી કર્યું કે જ્યાં સુધી ગ્રેજ્યુએશન પૂરું ન થાય ત્યાં સુધી પૂછવું જ નથી. અને ગ્રેજ્યુએશન પૂરું થયા પછી ડૉ. ભીમાણી અને સોનલ એકબીજા સાથે વાતચીત કરતાં થયાં. 

    2/5
  • આ સામાન્ય વાતચીત દરમિયાન તેમણે પૂછ્યું કે હાલ શું ચાલે છે જવાબમાં સોનલબેને જણાવ્યું કે છોકરા જોવાનું ચાલે છે, તેવામાં જ ડૉ. ભીમાણીએ કહ્યું કે, "મારી સાથે જ લગ્ન કરી લે ને!" જવાબમાં સોનલબેને પણ હા પાડી. એટલે આટલું સરળ પ્રપૉઝલ પણ સ્વીકાર્ય હોઇ શકે. દરવખતે પ્રપૉઝલ 'ઇસ બાત કો જરા ઘુમા ફિરા કે કહેતે તો અચ્છા હોતા' આ પ્રકારે હોય એ જરૂરી નથી.

    આ સામાન્ય વાતચીત દરમિયાન તેમણે પૂછ્યું કે હાલ શું ચાલે છે જવાબમાં સોનલબેને જણાવ્યું કે છોકરા જોવાનું ચાલે છે, તેવામાં જ ડૉ. ભીમાણીએ કહ્યું કે, "મારી સાથે જ લગ્ન કરી લે ને!" જવાબમાં સોનલબેને પણ હા પાડી. એટલે આટલું સરળ પ્રપૉઝલ પણ સ્વીકાર્ય હોઇ શકે. દરવખતે પ્રપૉઝલ 'ઇસ બાત કો જરા ઘુમા ફિરા કે કહેતે તો અચ્છા હોતા' આ પ્રકારે હોય એ જરૂરી નથી.

    3/5
  • જે દિવસે ડૉ. ભીમાણીએ પ્રપૉઝ કર્યું એ જ દિવસે તેમણે પંચવટીમાં ખૂબ જ જાણીતાં હેવમોરમાં ચણાપૂરી ખાઇને પોતાની પહેલી ડેટ ઉજવી. મહત્વની વાત એ છે કે સોનલે ડૉ. ભીમાણીને કહ્યું કે મને લગ્ન માટે માતા-પિતાના આશીર્વાદ પણ જોઇશે તે વગર હું લગ્ન કરીશ નહીં. અને પછી બન્નેએ પોતાના પરિવારમાં વાત કરી. ડૉ. ભીમાણીએ પોતાના સાસુ સાથે વાત કરી ત્યારે તેમના સાસુએ કહ્યું, "મને વિચારવા માટે સમય જોઇશે." ત્યારે ડૉ. ભીમાણીએ પૂછ્યું કે શું વિચારવું છે અને આમ તેઓ કહે છે કે, "મેં મારી સૌથી પહેલી કાઉન્સિલિંગ પ્રેક્ટિસ મેં તેમના કાઉન્સિંલિંગ દ્વારા જ કરી." 

    જે દિવસે ડૉ. ભીમાણીએ પ્રપૉઝ કર્યું એ જ દિવસે તેમણે પંચવટીમાં ખૂબ જ જાણીતાં હેવમોરમાં ચણાપૂરી ખાઇને પોતાની પહેલી ડેટ ઉજવી. મહત્વની વાત એ છે કે સોનલે ડૉ. ભીમાણીને કહ્યું કે મને લગ્ન માટે માતા-પિતાના આશીર્વાદ પણ જોઇશે તે વગર હું લગ્ન કરીશ નહીં. અને પછી બન્નેએ પોતાના પરિવારમાં વાત કરી. ડૉ. ભીમાણીએ પોતાના સાસુ સાથે વાત કરી ત્યારે તેમના સાસુએ કહ્યું, "મને વિચારવા માટે સમય જોઇશે." ત્યારે ડૉ. ભીમાણીએ પૂછ્યું કે શું વિચારવું છે અને આમ તેઓ કહે છે કે, "મેં મારી સૌથી પહેલી કાઉન્સિલિંગ પ્રેક્ટિસ મેં તેમના કાઉન્સિંલિંગ દ્વારા જ કરી." 

    4/5
  • "આમ લગ્ન માટે બન્ને પક્ષના પરિવારજનો માની ગયા અને 8 ફેબ્રુઆરી 1993ના લગ્નની તારીખ પણ નક્કી કરી પરંતુ હૉલ ન મળવાથી અમારા લગ્ન 14 ફેબ્રુઆરી 1993ના રોજ વેલેન્ટાઇન્સના દિવસે જ થયા. તે સમયે તો અમને ખબર પણ નહોતી કે અમારા લગ્ન વેલેન્ટાઇન્સના દિવસે થયા છે." આમ સીનિયર સાયકૉલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ સાવ સામાન્ય રીતે પ્રપૉઝ કરી પોતાની લવસ્ટોરીને ઇન્ટ્રેસ્ટિંગ બનાવી.

    "આમ લગ્ન માટે બન્ને પક્ષના પરિવારજનો માની ગયા અને 8 ફેબ્રુઆરી 1993ના લગ્નની તારીખ પણ નક્કી કરી પરંતુ હૉલ ન મળવાથી અમારા લગ્ન 14 ફેબ્રુઆરી 1993ના રોજ વેલેન્ટાઇન્સના દિવસે જ થયા. તે સમયે તો અમને ખબર પણ નહોતી કે અમારા લગ્ન વેલેન્ટાઇન્સના દિવસે થયા છે." આમ સીનિયર સાયકૉલૉજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણીએ સાવ સામાન્ય રીતે પ્રપૉઝ કરી પોતાની લવસ્ટોરીને ઇન્ટ્રેસ્ટિંગ બનાવી.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

વેલેન્ટાઇન્સ ડેના અઠવાડિયા પહેલાથી જ્યારે એનેક જુદાં જુદાં દિવસો ઉજવાય છે. એમાં એક પ્રપૉઝ ડે પણ ઉજવાય છે ત્યારે આવું પ્રપૉઝલ ખરેખર નોંધમાં લેવા જેવું તો છે જ. પણ સાથે આ યુગલની પહેલી ડેટ પણ એટલી જ રસપ્રદ છે જાણો ડૉ. પ્રશાંત ભીમાણીની કહાની તેમની જુબાની....

First Published: 13th February, 2021 13:34 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK