જાણો, 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Jan 28, 2019, 19:56 IST
 • ગોવાથી પરત ફર્યા બાદ રાહુલ ગાંધીએ ફરી રાફેલ મામલે મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર ઓડિયો ટેપ મામલે આરોપ લગાવ્યો છે. રાહુલે ટ્વિટ કર્યું, 'રાફેલ મામલે ગોવામાં 30 દિવસ પહેલા ઓડિયો ટેપ જાહેર થઈ હતી. આ મામલે અત્યાર સુધી કોઈ એફઆઇઆર કે તપાસના આદેશ આપવામાં આવ્યા નથી અને ન તો મંત્રી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી.'


  ગોવાથી પરત ફર્યા બાદ રાહુલ ગાંધીએ ફરી રાફેલ મામલે મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને મોદી સરકાર પર ઓડિયો ટેપ મામલે આરોપ લગાવ્યો છે. રાહુલે ટ્વિટ કર્યું, 'રાફેલ મામલે ગોવામાં 30 દિવસ પહેલા ઓડિયો ટેપ જાહેર થઈ હતી. આ મામલે અત્યાર સુધી કોઈ એફઆઇઆર કે તપાસના આદેશ આપવામાં આવ્યા નથી અને ન તો મંત્રી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી.'

  1/8
 • બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં લઘુત્તમ વેતન વધારવા માટેનો વાયદો કર્યો છે. છત્તીસગઢમાં તેઓ 'કિસાન આભાર સંમેલન' અને 'કૃષિ ઋણમુક્તિ કાર્યક્રમ'માં સંબોધન કર્યું. રાહુલે કહ્યું કે, 'જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો અમે દેશના દરેક વ્યક્તિને મિનિમમ ઇન્કમ (લઘુતમ વેતન) મળે તે સુનિશ્ચિત કરીશું.' રાહુલે કહ્યું કે અમારે બે ભારતની જરૂર નથી, અમને એક જ ભારત જોઈએ છે. લઘુતમ વેતનના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોઈપણ સરકારે આજ સુધી આવો નિર્ણય લીધો નથી.

  બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં લઘુત્તમ વેતન વધારવા માટેનો વાયદો કર્યો છે. છત્તીસગઢમાં તેઓ 'કિસાન આભાર સંમેલન' અને 'કૃષિ ઋણમુક્તિ કાર્યક્રમ'માં સંબોધન કર્યું. રાહુલે કહ્યું કે, 'જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો અમે દેશના દરેક વ્યક્તિને મિનિમમ ઇન્કમ (લઘુતમ વેતન) મળે તે સુનિશ્ચિત કરીશું.' રાહુલે કહ્યું કે અમારે બે ભારતની જરૂર નથી, અમને એક જ ભારત જોઈએ છે. લઘુતમ વેતનના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોઈપણ સરકારે આજ સુધી આવો નિર્ણય લીધો નથી.

  2/8
 • હિમાચલ પ્રદેશમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. હમીરપુર સંસદીય વિસ્તારના પેજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે રાહુલ ગાંધી JNUમાં દેશદ્રોહી નારાઓ લગાવનારાઓની પીઠ થાબડવાનું જાણે છે, રાહુલ બાબા મારા નેતાને જેટલી ગાળો આપવી હોય તેટલી આપી દો, પરંતુ કાન ખોલીને સાંભળી લો કે જો ભારતમાતાના ટુકડા કરવાની વાત કરી તો સરકાર કોઈને નહીં બક્ષે. તેની જગ્યા સળિયા પાછળ છે.

  હિમાચલ પ્રદેશમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. હમીરપુર સંસદીય વિસ્તારના પેજ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે રાહુલ ગાંધી JNUમાં દેશદ્રોહી નારાઓ લગાવનારાઓની પીઠ થાબડવાનું જાણે છે, રાહુલ બાબા મારા નેતાને જેટલી ગાળો આપવી હોય તેટલી આપી દો, પરંતુ કાન ખોલીને સાંભળી લો કે જો ભારતમાતાના ટુકડા કરવાની વાત કરી તો સરકાર કોઈને નહીં બક્ષે. તેની જગ્યા સળિયા પાછળ છે.

  3/8
 • દિલ્હી પોલીસે જૈશ એ મોહમ્મદના આતંકીઓને ઝડપી પાડીને દેશને આતંકી હુમલામાંથી બચાવી લીધો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે દિલ્હીમાં હજી પણ કેટલાક આતંકીઓ છુપાયેલા છે. દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ શ્રીનગરથી લઈને દિલ્હી સુધી આ આતંકીઓને શોધી રહ્યો છે. આ માટે બે ટીમ બનાવવામાં આવી છે, જેની જવાબદારી ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીને સોંપાઈ છે.

  દિલ્હી પોલીસે જૈશ એ મોહમ્મદના આતંકીઓને ઝડપી પાડીને દેશને આતંકી હુમલામાંથી બચાવી લીધો. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે દિલ્હીમાં હજી પણ કેટલાક આતંકીઓ છુપાયેલા છે. દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ શ્રીનગરથી લઈને દિલ્હી સુધી આ આતંકીઓને શોધી રહ્યો છે. આ માટે બે ટીમ બનાવવામાં આવી છે, જેની જવાબદારી ઈન્સ્પેક્ટર સ્તરના અધિકારીને સોંપાઈ છે.

  4/8
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આપત્તિજનક નિવેદન આપવા મામલે જીતુ વાઘાણીએ દિલગીરી વ્યક્ત કરી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું. જો કે વાઘાણીએ પોતાનો બચાવ કરતા કોંગ્રેસે ભૂતકાળમાં પોતાની માતા અને પીએમ વિરુદ્ધ અપશબ્દો કહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આપત્તિજનક નિવેદન આપવા મામલે જીતુ વાઘાણીએ દિલગીરી વ્યક્ત કરી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યું. જો કે વાઘાણીએ પોતાનો બચાવ કરતા કોંગ્રેસે ભૂતકાળમાં પોતાની માતા અને પીએમ વિરુદ્ધ અપશબ્દો કહ્યા હોવાનો આરોપ પણ લગાવ્યો

  5/8
 • પાટીદાર આંદોલનમાંથી નેતા બનેલા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે ફરી એકવાર રૂપાણી સરકાર પર નિશાન સાધ્યું છે. રેશ્મા પટેલે આક્રમક અંદાજ દર્શાવતા રૂપાણી સરકાર અને ભાજપને આડે હાથ લીધા. રેશ્મા પટેલે કહ્યું,' બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે ભાજપે વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહી છે. જૂઠ અને ભ્રમની રાજનીતિ ભાજપ કરી રહી છે. મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ કે શોષિતવર્ગ હોય દરેકના માથા પર માત્ર વોટબેન્કની રાજનીતિ થઈ રહી છે.

  પાટીદાર આંદોલનમાંથી નેતા બનેલા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે ફરી એકવાર રૂપાણી સરકાર પર નિશાન સાધ્યું છે. રેશ્મા પટેલે આક્રમક અંદાજ દર્શાવતા રૂપાણી સરકાર અને ભાજપને આડે હાથ લીધા. રેશ્મા પટેલે કહ્યું,' બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે ભાજપે વિકાસની રાજનીતિ નહીં પરંતુ વિનાશની રાજનીતિ કરી રહી છે. જૂઠ અને ભ્રમની રાજનીતિ ભાજપ કરી રહી છે. મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ કે શોષિતવર્ગ હોય દરેકના માથા પર માત્ર વોટબેન્કની રાજનીતિ થઈ રહી છે.

  6/8
 • રણવીરસિંહ અને આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ Gully Boyનું સોંગ 'દૂરી' રિલીઝ થઈ ચૂક્યુ છે. ગલી બૉયનું ગીત ઋષિ રિચે કમ્પોઝ કર્યું છે. તો ગીતના શબ્દો જાવેદ અખ્તર અને રૅપર ડિવાઈને લખ્યા છે. તો આ ગીત ખુદ રણવીરસિહે ગાયું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના અંડરગ્રાઉન્ડ રૅપર્સની સ્ટોરી પર આધારિત આ ફિલ્મ મ્યુઝિક ડ્રામા છે. જેમાં કુલ 18 ગીતો છે. આ ફિલ્મ બોલીવુડ માટે ગેમ ચેન્ડર બની શકે છે. કારણ કે ફિલ્મમાં એક પણ રેગ્યુલર ગીત નથી, તમામ સોંગ્સ હિપ હોપ છે.

  રણવીરસિંહ અને આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ Gully Boyનું સોંગ 'દૂરી' રિલીઝ થઈ ચૂક્યુ છે. ગલી બૉયનું ગીત ઋષિ રિચે કમ્પોઝ કર્યું છે. તો ગીતના શબ્દો જાવેદ અખ્તર અને રૅપર ડિવાઈને લખ્યા છે. તો આ ગીત ખુદ રણવીરસિહે ગાયું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈના અંડરગ્રાઉન્ડ રૅપર્સની સ્ટોરી પર આધારિત આ ફિલ્મ મ્યુઝિક ડ્રામા છે. જેમાં કુલ 18 ગીતો છે. આ ફિલ્મ બોલીવુડ માટે ગેમ ચેન્ડર બની શકે છે. કારણ કે ફિલ્મમાં એક પણ રેગ્યુલર ગીત નથી, તમામ સોંગ્સ હિપ હોપ છે.

  7/8
 • ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન ડે જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સના દમદાર પ્રદર્શન સામે કિવિઝની ટીમ માત્ર 243 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, તો ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી.

  ભારતે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વન ડે જીતી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 10 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા 243 રન બનાવ્યા હતા. ભારતીય બોલર્સના દમદાર પ્રદર્શન સામે કિવિઝની ટીમ માત્ર 243 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 3 વિકેટ ઝડપી હતી, તો ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યાને 2-2 વિકેટ મળી.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK