વાંચો 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Feb 24, 2019, 19:57 IST | Dhruva Jetly
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તરપ્રદેશના એક દિવસીય પ્રવાસ પર છે. તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં ડુબકી લગાવી અને મા ગંગાની પૂજા-અર્ચના કરી. મોદીએ સફાઇ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર પણ માન્યો. આ પ્રસંગે મોદીએ દિવ્ય અને ભવ્ય કુંભમાં લાગેલા સ્વચ્છતાકર્મચારીઓ, સ્વચ્છતાના આગ્રહીઓ અને સુરક્ષાકર્મીઓને સન્માનિત કર્યા. 2 મિનિટની વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી. મોદીએ કહ્યું કે તપની સાથે પ્રયાગનગરીનો સંબંધ રહ્યો છે. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ઉત્તરપ્રદેશના એક દિવસીય પ્રવાસ પર છે. તેમણે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભમાં ડુબકી લગાવી અને મા ગંગાની પૂજા-અર્ચના કરી. મોદીએ સફાઇ કર્મચારીઓના પગ ધોઈને તેમનો આભાર પણ માન્યો. આ પ્રસંગે મોદીએ દિવ્ય અને ભવ્ય કુંભમાં લાગેલા સ્વચ્છતાકર્મચારીઓ, સ્વચ્છતાના આગ્રહીઓ અને સુરક્ષાકર્મીઓને સન્માનિત કર્યા. 2 મિનિટની વીડિયો ફિલ્મ પણ દર્શાવવામાં આવી. મોદીએ કહ્યું કે તપની સાથે પ્રયાગનગરીનો સંબંધ રહ્યો છે. 

  1/9
 • કાશ્મીર ઘાટીમાં એક અસામાન્ય રહસ્ય બનેલું છે. ઘણા લોકો એકબીજાને પૂછી રહ્યા છે, શું થવાનું છે? ઘણા નામચીન નેતાઓએ પણ ટ્વિટ કરીને સરકાર પાસે માંગ કરી છે કે તેઓ સ્થિતિને સ્પષ્ટ કરે, લોકો ગભરામણ અનુભવી રહ્યા છે. જ્યારે રાજ્યમાં પેરા મિલિટ્રીના 10 હજાર વધારાના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. કાશ્મીર ઘાટીમાં લોકો મૂળભૂત જરૂરિયાતોનો સામાન ઘરોમાં જમા કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું છે કે તેમના પિતા અને નેશનલ કોન્ફરન્સના પ્રેસિડેન્ટ ફારુક અબ્દુલ્લાએ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી છે અને તેમને જણાવ્યું છે કે ઘાટીના લોકોને ગભરામણ થઈ રહી છે.

  કાશ્મીર ઘાટીમાં એક અસામાન્ય રહસ્ય બનેલું છે. ઘણા લોકો એકબીજાને પૂછી રહ્યા છે, શું થવાનું છે? ઘણા નામચીન નેતાઓએ પણ ટ્વિટ કરીને સરકાર પાસે માંગ કરી છે કે તેઓ સ્થિતિને સ્પષ્ટ કરે, લોકો ગભરામણ અનુભવી રહ્યા છે. જ્યારે રાજ્યમાં પેરા મિલિટ્રીના 10 હજાર વધારાના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે. કાશ્મીર ઘાટીમાં લોકો મૂળભૂત જરૂરિયાતોનો સામાન ઘરોમાં જમા કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું છે કે તેમના પિતા અને નેશનલ કોન્ફરન્સના પ્રેસિડેન્ટ ફારુક અબ્દુલ્લાએ ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી છે અને તેમને જણાવ્યું છે કે ઘાટીના લોકોને ગભરામણ થઈ રહી છે.

  2/9
 • ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પોલીસના તમામ પ્રયત્નો વ્યર્થ થઈ ગયા. મધ્યપ્રદેશના સતનાથી અપહરણ કરાયેલ ચિત્રકૂટના બિઝનેસમેનના બે બાળકોના શબ 12 દિવસ પછી આજે બાંદામાં યમુના નદીમાં મળ્યા. પોલીસે આ મામલે ત્રણ વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. ચિત્રકૂટની બોર્ડર નજીક આવેલા મધ્યપ્રદેશના સતનામાં સદ્ગુરુ સેવાસંઘ ટ્રસ્ટની સદ્ગુરૂ પબ્લિક સ્કૂલમાંથી 12 ફેબ્રુઆરીના રોજ અપહરણ કરાયેલા આયુર્વેદિક તેલના બિઝનેસમેન બ્રજેશ રાવતના બંને બાળકોના શબ આજે બાંદા જિલ્લાના બબેરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાંથી મળી આવતા સનસનાટી મચી ગઈ.

  ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ પોલીસના તમામ પ્રયત્નો વ્યર્થ થઈ ગયા. મધ્યપ્રદેશના સતનાથી અપહરણ કરાયેલ ચિત્રકૂટના બિઝનેસમેનના બે બાળકોના શબ 12 દિવસ પછી આજે બાંદામાં યમુના નદીમાં મળ્યા. પોલીસે આ મામલે ત્રણ વિદ્યાર્થીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. ચિત્રકૂટની બોર્ડર નજીક આવેલા મધ્યપ્રદેશના સતનામાં સદ્ગુરુ સેવાસંઘ ટ્રસ્ટની સદ્ગુરૂ પબ્લિક સ્કૂલમાંથી 12 ફેબ્રુઆરીના રોજ અપહરણ કરાયેલા આયુર્વેદિક તેલના બિઝનેસમેન બ્રજેશ રાવતના બંને બાળકોના શબ આજે બાંદા જિલ્લાના બબેરૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાંથી મળી આવતા સનસનાટી મચી ગઈ.

  3/9
 • તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એકવાર ફરી અકસ્માતનો શિકાર થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના કાનપુર-ટુંડલા પાસે અછાલદામાં 23 ફેબ્રુઆરીના રોજ વંદે ભારત એક્સપ્રેસમાં ફરીથી અકસ્માતના સમાચાર સામે આવ્યા. ઉત્તરી રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસરે જણાવ્યું કે ટ્રેનની ડ્રાઇવર સીટની પાસેની સ્ક્રીન ખરાબ રીતે તૂટી ગઈ છે. આ ઉપરાંત, ટ્રેનની સાત બોગીઓ અને 8 બારીઓના તૂટવાની જાણકારી પણ સામે આવી રહી છે.

  તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી દેશની સૌથી ઝડપી ટ્રેન વંદે ભારત એકવાર ફરી અકસ્માતનો શિકાર થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના કાનપુર-ટુંડલા પાસે અછાલદામાં 23 ફેબ્રુઆરીના રોજ વંદે ભારત એક્સપ્રેસમાં ફરીથી અકસ્માતના સમાચાર સામે આવ્યા. ઉત્તરી રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસરે જણાવ્યું કે ટ્રેનની ડ્રાઇવર સીટની પાસેની સ્ક્રીન ખરાબ રીતે તૂટી ગઈ છે. આ ઉપરાંત, ટ્રેનની સાત બોગીઓ અને 8 બારીઓના તૂટવાની જાણકારી પણ સામે આવી રહી છે.

  4/9
 • બાંગ્લાદેશના ચિટગાંવમાં રવિવારે મોડી સાંજે એક અપહરણકર્તાએ ઢાકા-દુબઈ ફ્લાઇટ Biman BG 147ને હાઇજેક કરવાનો પ્રયત્ન કર્યો. તેણે કોકપિટ પર હુમલો કરવાની કોશિશ કરી. આ દરમિયાન તેણે પાયલટદળના એક સભ્યને ગોળી મારી દીધી. મોટાભાગના યાત્રીઓને વિમાનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. બાંગ્લાદેશ પોલીસ અને સુરક્ષાદળોએ વિમાનને ચારેબાજુથી ઘેરી રાખ્યું છે. 

  બાંગ્લાદેશના ચિટગાંવમાં રવિવારે મોડી સાંજે એક અપહરણકર્તાએ ઢાકા-દુબઈ ફ્લાઇટ Biman BG 147ને હાઇજેક કરવાનો પ્રયત્ન કર્યો. તેણે કોકપિટ પર હુમલો કરવાની કોશિશ કરી. આ દરમિયાન તેણે પાયલટદળના એક સભ્યને ગોળી મારી દીધી. મોટાભાગના યાત્રીઓને વિમાનમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. બાંગ્લાદેશ પોલીસ અને સુરક્ષાદળોએ વિમાનને ચારેબાજુથી ઘેરી રાખ્યું છે. 

  5/9
 • ધ કપિલ શર્મા શૉમાંથી આખરે નવજોતસિંહ સિદ્ધુની વિદાય થઈ ગઈ છે. રવિવારના એપિસોડમાં સિદ્ધુની જગ્યા અર્ચના પૂરણસિંહે લઈ લીધી છે. કપિલ શર્માએ આજના એપિસોડની જે તસવીર શેર કરી છે, તેમાં અર્ચના પણ જોવા મળી રહી છે. ઉપરાંત પહેલી માર્ચના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'સોન ચિડિયા'ની સ્ટારકાસ્ટ મહેમાન તરીકે સામેલ થઈ છે.

  ધ કપિલ શર્મા શૉમાંથી આખરે નવજોતસિંહ સિદ્ધુની વિદાય થઈ ગઈ છે. રવિવારના એપિસોડમાં સિદ્ધુની જગ્યા અર્ચના પૂરણસિંહે લઈ લીધી છે. કપિલ શર્માએ આજના એપિસોડની જે તસવીર શેર કરી છે, તેમાં અર્ચના પણ જોવા મળી રહી છે. ઉપરાંત પહેલી માર્ચના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'સોન ચિડિયા'ની સ્ટારકાસ્ટ મહેમાન તરીકે સામેલ થઈ છે.

  6/9
 • કપિલ શર્માના શૉ 'ધ કપિલ શર્મા શૉ'માં ભારતીય ક્રિકેટના પૂર્વ કપ્તાન અને 1983 વર્લ્ડ કપના હીરો કપિલ દેવ 1983ની ટીમ સાથે પહોચ્યાં હતા. સોની ટીવી દ્વારા એક ફોટો શૅર કરવામાં આવ્યો હતો જેમાં કપિલ શર્મા શૉમાં 1983ની આખી ટીમ જોવા મળી રહી છે. 1983ને ધ્યાનમાં બની રહેલી ફિલ્મ '83માં ભારતીય ટીમની વિજયગાથા દર્શાવવામાં આવશે.

  કપિલ શર્માના શૉ 'ધ કપિલ શર્મા શૉ'માં ભારતીય ક્રિકેટના પૂર્વ કપ્તાન અને 1983 વર્લ્ડ કપના હીરો કપિલ દેવ 1983ની ટીમ સાથે પહોચ્યાં હતા. સોની ટીવી દ્વારા એક ફોટો શૅર કરવામાં આવ્યો હતો જેમાં કપિલ શર્મા શૉમાં 1983ની આખી ટીમ જોવા મળી રહી છે. 1983ને ધ્યાનમાં બની રહેલી ફિલ્મ '83માં ભારતીય ટીમની વિજયગાથા દર્શાવવામાં આવશે.

  7/9
 • સોમવાર સુધીમાં અપારેલ પાર્કથી કાલુપુરને જોડતી મેટ્રો ટનલ તૈયાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે આગામી 4 માર્ચે વડાપ્રધાન મોદી વસ્ત્રાલ ગામથી અપાલરેલ પાર્ક સુધીનો 6.5 કિલોમીટરના સૌપ્રથમ મેટ્રો સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરવાના છે. બે ટનલ બોરિંગ મશીન્સ (TBMs) માર્ચ 2017માં ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યા હતા. આ બે મશીન સોમવારે 1.72 કિલોમીટર લાંબી ટનલ્સનુંકામ પૂરું કરશે. આ બંને ટનલ અપારેલ પાર્કથી કાલુપુર વચ્ચેના રેલવે ટ્રેક પર ઉપરની અને નીચેની ટ્રેન માટે બનાવવામાં આવી છે.

  સોમવાર સુધીમાં અપારેલ પાર્કથી કાલુપુરને જોડતી મેટ્રો ટનલ તૈયાર થઈ જશે. ઉલ્લેખનીય છે કે આગામી 4 માર્ચે વડાપ્રધાન મોદી વસ્ત્રાલ ગામથી અપાલરેલ પાર્ક સુધીનો 6.5 કિલોમીટરના સૌપ્રથમ મેટ્રો સ્ટ્રેચનું ઉદ્ઘાટન કરવાના છે. બે ટનલ બોરિંગ મશીન્સ (TBMs) માર્ચ 2017માં ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યા હતા. આ બે મશીન સોમવારે 1.72 કિલોમીટર લાંબી ટનલ્સનુંકામ પૂરું કરશે. આ બંને ટનલ અપારેલ પાર્કથી કાલુપુર વચ્ચેના રેલવે ટ્રેક પર ઉપરની અને નીચેની ટ્રેન માટે બનાવવામાં આવી છે.

  8/9
 • ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડ કપને હવે ૩ મહિના બાકી છે ત્યારે ભારત આજે વિશાખાપટ્ટનમના ડૉ. વાય. એસ. રાજશેખરરેડ્ડી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે બે મૅચની T૨૦ ઇન્ટરનૅશનલ સિરીઝનો પ્રારંભ કરશે. ભારતે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની ધરતી પર ત્રણેય ફોર્મેટની સિરીઝમાં ‘અપરાજિત’ રહીને આ ટીમ સામે જબરદસ્ત દબદબો દેખાડ્યો હતો. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડમાં વન-ડે સિરીઝ ૪-૧ના પ્રભાવશાળી અંતરથી જીતી હતી. વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટ થવા માટે રિષભ પંત પાસે આ મોકો છે કે સારા પર્ફોર્મન્સને જાળવી રાખે. 

  ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડ કપને હવે ૩ મહિના બાકી છે ત્યારે ભારત આજે વિશાખાપટ્ટનમના ડૉ. વાય. એસ. રાજશેખરરેડ્ડી સ્ટેડિયમમાં ઑસ્ટ્રેલિયા સામે બે મૅચની T૨૦ ઇન્ટરનૅશનલ સિરીઝનો પ્રારંભ કરશે. ભારતે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની ધરતી પર ત્રણેય ફોર્મેટની સિરીઝમાં ‘અપરાજિત’ રહીને આ ટીમ સામે જબરદસ્ત દબદબો દેખાડ્યો હતો. ત્યાર બાદ ન્યુ ઝીલૅન્ડમાં વન-ડે સિરીઝ ૪-૧ના પ્રભાવશાળી અંતરથી જીતી હતી. વર્લ્ડ કપની ટીમમાં સિલેક્ટ થવા માટે રિષભ પંત પાસે આ મોકો છે કે સારા પર્ફોર્મન્સને જાળવી રાખે. 

  9/9
 • loading...

ફોટોઝ વિશે

મોદીએ આજે પ્રયાગરાજમાં કુંભમાં ગંગામાં લગાવી ડૂબકી, જાણો કાશ્મીર ઘાટીમાં શું રહસ્ય સર્જાયેલું છે, આખરે અર્ચનાએ કપિલ શર્મા શૉમાં સિદ્ધુને કર્યો રિપ્લેસ, વાંચો બધા જ સમાચારો એકસાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK