3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા જરૂરી

Updated: Mar 09, 2019, 14:59 IST | Sheetal Patel
 • પુલવામા હુમલા બાદ પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યું છે. પરંતુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકિસ્તાને એ જવાબ દેવો જોઈએ કે કેમ તેણે F-16 લડાયક વિમાનને તોડી પાડ્યું? પાકિસ્તાન આતંકીઓની સામે કાર્રવાઈ નથી કરી રહ્યા, માત્ર ખોટા દાવા કરે છે.

  પુલવામા હુમલા બાદ પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યું છે. પરંતુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકિસ્તાને એ જવાબ દેવો જોઈએ કે કેમ તેણે F-16 લડાયક વિમાનને તોડી પાડ્યું? પાકિસ્તાન આતંકીઓની સામે કાર્રવાઈ નથી કરી રહ્યા, માત્ર ખોટા દાવા કરે છે.

  1/10
 • ભારતના કરોડો રૂપિયા લઈને ભાગેલા નીરવ મોદીએ હવે લંડનમાં જ પોતાનો હીરાનો નવો વેપાર ચાલૂ કર્યો છે. તેણે પોતાનો લુક પણ બદલી નાખ્યો છે. જે ભાગેડુ વેપારી નીરવ મોદીને પકડવા માટે ભારત સરકાર તમામ રસ્તાઓ અપનાવી રહી છે, તે નીરવ મોદી લંડનમાં કોઈ જ ડર વગર ફરતો નજર આવી રહ્યો છે. મોટી વાત એ છે કે ભારતથી કરોડો રૂપિયા લઈને ભાગેલા નીરવ મોદીએ હવે લંડનમાં જ પોતાનો હીરાનો નવો વેપાર શરૂ કર્યો છે.

  ભારતના કરોડો રૂપિયા લઈને ભાગેલા નીરવ મોદીએ હવે લંડનમાં જ પોતાનો હીરાનો નવો વેપાર ચાલૂ કર્યો છે. તેણે પોતાનો લુક પણ બદલી નાખ્યો છે. જે ભાગેડુ વેપારી નીરવ મોદીને પકડવા માટે ભારત સરકાર તમામ રસ્તાઓ અપનાવી રહી છે, તે નીરવ મોદી લંડનમાં કોઈ જ ડર વગર ફરતો નજર આવી રહ્યો છે. મોટી વાત એ છે કે ભારતથી કરોડો રૂપિયા લઈને ભાગેલા નીરવ મોદીએ હવે લંડનમાં જ પોતાનો હીરાનો નવો વેપાર શરૂ કર્યો છે.

  2/10
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ‘પુલવામા ટેરર અટૅકના જવાબમાં કરવામાં આવેલી બાલાકોટ ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગતા વિપક્ષો પાકિસ્તાનની ખુશામત કરે છે. છેલ્લા ૧૦ દિવસથી કેટલાક વિપક્ષી નેતાઓ જે બોલે છે અને જે પ્રકારનું વર્તન કરે છે એ જોઈ અને જાણીને પાકિસ્તાનીઓ તાળીઓ પાડે છે. એ લોકોને દેશની ચિંતા નથી, પરંતુ ભ્રષ્ટાચાર કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ બદલ જેલમાં જવાનો ભય લાગતો હોવાથી ફરી સત્તા પર આવવા તત્પર થયા છે.’ વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘પાકિસ્તાની લશ્કરના પ્રવક્તાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં બાલાકોટ ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગ્યા હતા. તેમને અને ભારતમાં પણ પુરાવા માગનારાઓને કહું છું કે ભારતના ૧૩૦ કરોડ લોકો મારા પુરાવા છે.

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં જાહેર સભાને સંબોધતાં જણાવ્યું હતું કે ‘પુલવામા ટેરર અટૅકના જવાબમાં કરવામાં આવેલી બાલાકોટ ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગતા વિપક્ષો પાકિસ્તાનની ખુશામત કરે છે. છેલ્લા ૧૦ દિવસથી કેટલાક વિપક્ષી નેતાઓ જે બોલે છે અને જે પ્રકારનું વર્તન કરે છે એ જોઈ અને જાણીને પાકિસ્તાનીઓ તાળીઓ પાડે છે. એ લોકોને દેશની ચિંતા નથી, પરંતુ ભ્રષ્ટાચાર કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ બદલ જેલમાં જવાનો ભય લાગતો હોવાથી ફરી સત્તા પર આવવા તત્પર થયા છે.’ વડા પ્રધાને જણાવ્યું હતું કે ‘પાકિસ્તાની લશ્કરના પ્રવક્તાએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં બાલાકોટ ઍર-સ્ટ્રાઇકના પુરાવા માગ્યા હતા. તેમને અને ભારતમાં પણ પુરાવા માગનારાઓને કહું છું કે ભારતના ૧૩૦ કરોડ લોકો મારા પુરાવા છે.

  3/10
 • રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવા મામલે સ્પષ્ટતા કરી છે. અલ્પેશે આજે પ્રેસ કોન્ફ્રેંસ કરી કહ્યું કે હું કોંગ્રેસ નથી છોડવાનો. આખરે અલ્પેશ ઠાકોરને તેની રાજનૈતિક કારકિર્દીને લઈને સ્પષ્ટતા કરી છે. છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર સાથે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે તેવી વાત હતી. અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ હોવાના અહેવાલો હતો. જેના પર અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેઓ નારાજ હતા પરંતુ હવે સમાધાન થઈ ગયું છે.

  રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવા મામલે સ્પષ્ટતા કરી છે. અલ્પેશે આજે પ્રેસ કોન્ફ્રેંસ કરી કહ્યું કે હું કોંગ્રેસ નથી છોડવાનો. આખરે અલ્પેશ ઠાકોરને તેની રાજનૈતિક કારકિર્દીને લઈને સ્પષ્ટતા કરી છે. છેલ્લા કેટલાક સમયથી અલ્પેશ ઠાકોર સાથે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાશે તેવી વાત હતી. અલ્પેશ ઠાકોર કોંગ્રેસથી નારાજ હોવાના અહેવાલો હતો. જેના પર અલ્પેશ ઠાકોરે કહ્યું કે તેઓ નારાજ હતા પરંતુ હવે સમાધાન થઈ ગયું છે.

  4/10
 • રૂપાણી કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને સ્થાન મળ્યું છે. શુક્રવારે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાએ આજે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. સાથે જ વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલ અને જામનગર ઉત્તરથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આજે રાજભવનમાં 12.39ના વિજય મુહૂર્તમાં રાજ્યપાલે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા.

  રૂપાણી કેબિનેટનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં જવાહર ચાવડા, યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને સ્થાન મળ્યું છે. શુક્રવારે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાએ આજે કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. સાથે જ વડોદરાના માંજલપુરથી ધારાસભ્ય યોગેશ પટેલ અને જામનગર ઉત્તરથી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. આજે રાજભવનમાં 12.39ના વિજય મુહૂર્તમાં રાજ્યપાલે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિતના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા.

  5/10
 • આજે મુકેશ અંબાણીનો દીકરો આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે લગ્ન થઈ રહ્યા છે. એમના લગ્ન બાંન્દ્રા BKCમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં થવાના છે. લગ્નમાં દેશભરની તમામ મોટી હસ્તી હાજર થશે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પહેલાના ફંક્શન શરૂ થઈ ગયા છે. લગ્નના ફંક્શનની શરૂઆત 7 માર્ચે અન્નસેવાથી કરી હતી, જેમાં તેમણે 2000થી વધુ ગરીબ બાળકોને ભોજન કરાવ્યું હતું. આજે આકાશની જાન નીકળશે અને જિયો વર્લ્ડ સેન્ટરમાં સાંજ 7 વાગ્યે લગ્નની વિધિ શરૂ થશે. 10 અને 11 માર્ચે અંબાણી અને મહેતા પરિવારે રિસેપ્શન રાખ્યું છે, જેમાં દેશ-વિદેશની તમામ મોટી હસ્તીઓ સામેલ રહેશે.

  આજે મુકેશ અંબાણીનો દીકરો આકાશ અંબાણીના શ્લોકા મહેતા સાથે લગ્ન થઈ રહ્યા છે. એમના લગ્ન બાંન્દ્રા BKCમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં થવાના છે. લગ્નમાં દેશભરની તમામ મોટી હસ્તી હાજર થશે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પહેલાના ફંક્શન શરૂ થઈ ગયા છે. લગ્નના ફંક્શનની શરૂઆત 7 માર્ચે અન્નસેવાથી કરી હતી, જેમાં તેમણે 2000થી વધુ ગરીબ બાળકોને ભોજન કરાવ્યું હતું. આજે આકાશની જાન નીકળશે અને જિયો વર્લ્ડ સેન્ટરમાં સાંજ 7 વાગ્યે લગ્નની વિધિ શરૂ થશે. 10 અને 11 માર્ચે અંબાણી અને મહેતા પરિવારે રિસેપ્શન રાખ્યું છે, જેમાં દેશ-વિદેશની તમામ મોટી હસ્તીઓ સામેલ રહેશે.

  6/10
 • કરીના કપૂર ખાનને આન્ટી કહેવામાં આવતાં તે ગુસ્સે થઈ ગઈ હતી. અરબાઝ ખાન દ્વારા શરૂ કરવામાં આવી રહેલા એક નવા વેબ ચૅટ-શોમાં કરીનાએ હાજરી આપી હતી. આ શોમાં અરબાઝે તેને એક કમેન્ટ દેખાડી હતી જેમાં એક યુઝરે તેને કહ્યું હતું કે તું આન્ટી બની ગઈ છે એથી ટીનેજર જેવો દેખાડો કરવાનું બંધ કર. આ વાંચીને પહેલાં કરીના સ્માઇલ આપી રહી હતી, પરંતુ ત્યાર બાદ ગુસ્સે થઈ કટાક્ષમાં કહ્યું હતું કે ‘સેલિબ્રિટીઝ, ઍક્ટર્સ અને ઍક્ટ્રેસને કોઈ ફીલિંગ્સ નથી હોતી. તેમને જે કહેવામાં આવે એ તેમણે સાંભળી લેવું પડે છે.’

  કરીના કપૂર ખાનને આન્ટી કહેવામાં આવતાં તે ગુસ્સે થઈ ગઈ હતી. અરબાઝ ખાન દ્વારા શરૂ કરવામાં આવી રહેલા એક નવા વેબ ચૅટ-શોમાં કરીનાએ હાજરી આપી હતી. આ શોમાં અરબાઝે તેને એક કમેન્ટ દેખાડી હતી જેમાં એક યુઝરે તેને કહ્યું હતું કે તું આન્ટી બની ગઈ છે એથી ટીનેજર જેવો દેખાડો કરવાનું બંધ કર. આ વાંચીને પહેલાં કરીના સ્માઇલ આપી રહી હતી, પરંતુ ત્યાર બાદ ગુસ્સે થઈ કટાક્ષમાં કહ્યું હતું કે ‘સેલિબ્રિટીઝ, ઍક્ટર્સ અને ઍક્ટ્રેસને કોઈ ફીલિંગ્સ નથી હોતી. તેમને જે કહેવામાં આવે એ તેમણે સાંભળી લેવું પડે છે.’

  7/10
 • ઈરફાન ખાન લાંબા સમય બાદ જાહેરમાં નજર આવ્યા. તેમને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યૂમર નામની બીમારી થઈ છે જેનો ઈલાજ ચાલી રહ્યો છે. ઈરફાન ખાન થોડા સમય પહેલા જ લંડનથી ઈલાજ કરાવ્યા બાદ ભારત આવી ગયા હતા. અહીં પણ તેમની સારવાર ચાલી રહી છે. આ વચ્ચે તેઓ 8 મહિના બાદ ઇરફાન મુંબઇ એરપોર્ટ પર ફરીથી જોવા મળ્યો હતો. તેણે પોતાના ચહેરો ઢાંકી રાખ્યો હતો. ઈરફાનને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યૂમર નામની બીમારી થઈ છે જેનો ઈલાજ ચાલી રહ્યો છે. અને તેઓ થોડા દિવસ પહેલા જ મુંબઈ પાછા આવ્યા હતા. તેઓ જલ્દી જ હિંદી મીડિયમનું શૂટિંગ શરૂ કરશે.

  ઈરફાન ખાન લાંબા સમય બાદ જાહેરમાં નજર આવ્યા. તેમને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યૂમર નામની બીમારી થઈ છે જેનો ઈલાજ ચાલી રહ્યો છે. ઈરફાન ખાન થોડા સમય પહેલા જ લંડનથી ઈલાજ કરાવ્યા બાદ ભારત આવી ગયા હતા. અહીં પણ તેમની સારવાર ચાલી રહી છે. આ વચ્ચે તેઓ 8 મહિના બાદ ઇરફાન મુંબઇ એરપોર્ટ પર ફરીથી જોવા મળ્યો હતો. તેણે પોતાના ચહેરો ઢાંકી રાખ્યો હતો. ઈરફાનને ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યૂમર નામની બીમારી થઈ છે જેનો ઈલાજ ચાલી રહ્યો છે. અને તેઓ થોડા દિવસ પહેલા જ મુંબઈ પાછા આવ્યા હતા. તેઓ જલ્દી જ હિંદી મીડિયમનું શૂટિંગ શરૂ કરશે.

  8/10
 • કસુંબીનો રંગ, ચારણકન્યા જેવી કવિતાઓ અને માણસાઈના દીવા જેવા પુસ્તકો આપનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે પુણ્યતિથિ છે. તમે મોટા ભાગે ઝવેરચંદ મેઘાણીના ફોટા પાઘડીવાળા અને મૂછમાં જ જોયા હશે. ત્યારે જુઓ ઝવેરચંદ મેઘાણીને રૅર ફોટોઝ, જુઓ જુવાનીમાં કેવા લાગતા હતા મેઘાણી. (તસવીર સૌજન્ય:jhaverchandmeghani.com)

  કસુંબીનો રંગ, ચારણકન્યા જેવી કવિતાઓ અને માણસાઈના દીવા જેવા પુસ્તકો આપનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે પુણ્યતિથિ છે. તમે મોટા ભાગે ઝવેરચંદ મેઘાણીના ફોટા પાઘડીવાળા અને મૂછમાં જ જોયા હશે. ત્યારે જુઓ ઝવેરચંદ મેઘાણીને રૅર ફોટોઝ, જુઓ જુવાનીમાં કેવા લાગતા હતા મેઘાણી. (તસવીર સૌજન્ય:jhaverchandmeghani.com)

  9/10
 • પાર્થિવ પટેલનો આજે બર્થ-ડે છે. ત્યારે પાર્થિવ પટેલ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમેચ બચાવવા માટે તેને હંમેશા યાદ રખાશે. જો કે ક્યારે ટીમની અંદર બહાર થયા કરતા આ ક્રિકેટરે 33 વર્ષની ઉંમરે પણ ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યું છે. તો ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેમનું પર્ફોમન્સ લાજવાબ હોય છે. ગુજરાતને પહેલી વખત રણજી ટ્રોફી જીતાડનાર પાર્થિવ પટેલનો આજે બર્થ ડે છે, ત્યારે જોઈએ ગ્રાઉન્ડ સિવાય કેવી છે આ ગુજરાતી ક્રિકેટરની લાઈફ (તસવીર સૌજન્યઃ પાર્થિવ પટેલ ઈન્સ્ટાગ્રામ)

  પાર્થિવ પટેલનો આજે બર્થ-ડે છે. ત્યારે પાર્થિવ પટેલ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમેચ બચાવવા માટે તેને હંમેશા યાદ રખાશે. જો કે ક્યારે ટીમની અંદર બહાર થયા કરતા આ ક્રિકેટરે 33 વર્ષની ઉંમરે પણ ટીમ ઈન્ડિયામાં કમબેક કર્યું છે. તો ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ તેમનું પર્ફોમન્સ લાજવાબ હોય છે. ગુજરાતને પહેલી વખત રણજી ટ્રોફી જીતાડનાર પાર્થિવ પટેલનો આજે બર્થ ડે છે, ત્યારે જોઈએ ગ્રાઉન્ડ સિવાય કેવી છે આ ગુજરાતી ક્રિકેટરની લાઈફ (તસવીર સૌજન્યઃ પાર્થિવ પટેલ ઈન્સ્ટાગ્રામ)

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK