વાંચો આજના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: 28th March, 2019 15:10 IST | Sheetal Patel
 • દિગ્ગજ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં સામેલ થવાના હતા. તેમના તરફથી આધિકારીક જાહેરાત પણ થઈ ગઈ હતી. પણ અત્યારે આ વાત ટળી ગઈ છે. શત્રુઘ્ન સિન્હાને કોંગ્રેસ જોઈન કરવામાં સંશય હોવાની પાછળ કારણ એક માનવામાં આવી રહ્યું છે કે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બિહાર કોંગ્રેસના નેતાઓની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. જેમાં બિહારમાં કોંગ્રેસને મળેલી નવ બેઠકો માટે ઉમેદવારોના નામને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ બિહારમાં હાલ ઉમેદવારોને લઈને કોઈ સમજૂતી કરવાના મૂડમાં નથી. તે રાજદ સામે નતમસ્તક નથી થવા માંગતુ, જેના કારણે આજે દિલ્હીમાં થનારી પ્રેસ કૉંન્ફ્રેસ પણ રદ્દ કરી દેવામાં આવી છે.

  દિગ્ગજ અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હા આજે કોંગ્રેસમાં સામેલ થવાના હતા. તેમના તરફથી આધિકારીક જાહેરાત પણ થઈ ગઈ હતી. પણ અત્યારે આ વાત ટળી ગઈ છે. શત્રુઘ્ન સિન્હાને કોંગ્રેસ જોઈન કરવામાં સંશય હોવાની પાછળ કારણ એક માનવામાં આવી રહ્યું છે કે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બિહાર કોંગ્રેસના નેતાઓની ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક ચાલી રહી છે. જેમાં બિહારમાં કોંગ્રેસને મળેલી નવ બેઠકો માટે ઉમેદવારોના નામને લઈને મંથન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ બિહારમાં હાલ ઉમેદવારોને લઈને કોઈ સમજૂતી કરવાના મૂડમાં નથી. તે રાજદ સામે નતમસ્તક નથી થવા માંગતુ, જેના કારણે આજે દિલ્હીમાં થનારી પ્રેસ કૉંન્ફ્રેસ પણ રદ્દ કરી દેવામાં આવી છે.

  1/10
 • લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પણ સત્તામાં આવવા માટે પૂરા પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગરીબ મતદારોને આકર્ષવા માટે મિનમમ ઈન્કમ ગેરંટી સ્કીમ 'ન્યાય'ની જાહેરાત કરી છે. ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસે પણ ન્યાયની માહિતી આપવાની સાથે સાથે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું.

  લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ પણ સત્તામાં આવવા માટે પૂરા પ્રયત્નો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગરીબ મતદારોને આકર્ષવા માટે મિનમમ ઈન્કમ ગેરંટી સ્કીમ 'ન્યાય'ની જાહેરાત કરી છે. ત્યારે આજે રાજકોટ શહેર કોંગ્રેસે પણ ન્યાયની માહિતી આપવાની સાથે સાથે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું.

  2/10
 • લોકસભા ચૂંટણી 2019ને લઈને ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. ઉત્તર પ્રદેશમાં પહેલા ચરણનો તબક્કો પશ્ચિમી ઉત્તર પ્રદેશની આઠ બેઠકથી છે. બીજેપીના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મેરઠમાં બીજેપી વિજય સંકલ્પ રેલીમાં પહોંચ્યા. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં આઠ લોકસભા સીટ પર 11 એપ્રિલે ચૂંટણી થશે. નરેન્દ્ર મોદીએ મેરઠમાં પોતાના સંબોધનમાં કહ્યું કે જમીન, આકાશ અને અંતરિક્ષમાં પણ ભારત સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે.

  લોકસભા ચૂંટણી 2019ને લઈને ભારતીય જનતા પાર્ટીએ કમર કસી લીધી છે. ઉત્તર પ્રદેશમાં પહેલા ચરણનો તબક્કો પશ્ચિમી ઉત્તર પ્રદેશની આઠ બેઠકથી છે. બીજેપીના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ મેરઠમાં બીજેપી વિજય સંકલ્પ રેલીમાં પહોંચ્યા. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રથમ તબક્કામાં આઠ લોકસભા સીટ પર 11 એપ્રિલે ચૂંટણી થશે. નરેન્દ્ર મોદીએ મેરઠમાં પોતાના સંબોધનમાં કહ્યું કે જમીન, આકાશ અને અંતરિક્ષમાં પણ ભારત સર્જિકલ સ્ટ્રાઈક કરી શકે છે.

  3/10
 • અમદાવાદ શહેરમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે સ્પેશિયલ કોર્ટે 10 આરોપીને દોષિત જાહેર કર્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય 8 સહિત મહિલાઓનો સમાવેશ થાય છે. આરોપીઓને વધુમાં વધુ સજા થવી જોઈએ. કારણ કે આટલા બધા લોકોના જીવ ગયા છે, આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે.

  અમદાવાદ શહેરમાં વર્ષ 2009માં થયેલા લઠ્ઠાકાંડ મામલે સ્પેશિયલ કોર્ટે 10 આરોપીને દોષિત જાહેર કર્યા છે. જેમાં મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ડગરી, અરવિંદ અને અન્ય 8 સહિત મહિલાઓનો સમાવેશ થાય છે. આરોપીઓને વધુમાં વધુ સજા થવી જોઈએ. કારણ કે આટલા બધા લોકોના જીવ ગયા છે, આરોપીઓ સામે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા છે.

  4/10
 • ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે કેરીના શોખીનો માટે સારા સમાચાર આવી ચૂક્યા છે. ઉનાળાની ગરમીની સાથે સાથે સ્વાદના શોખીનો કેરીની રાહ જોઈને બેઠા છે. હવે માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્યુ છે. જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે. કેરીમાં પણ સૌથી શ્રેષ્ઠ ગણાતી કેસર કેરીની હરાજી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીનો પહેલો જથ્થો લઈને ખેડૂતો પહોંચ્યા હતા. ત્યારે કેરી ખરીદવા માટે વેપારીઓએ લાઈન લગાવી હતી. ઉલ્લેખનીય છે કે મોટા ભાગે કેસર કેરીનો પહેલો લોટ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

  ઉનાળો શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે કેરીના શોખીનો માટે સારા સમાચાર આવી ચૂક્યા છે. ઉનાળાની ગરમીની સાથે સાથે સ્વાદના શોખીનો કેરીની રાહ જોઈને બેઠા છે. હવે માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્યુ છે. જૂનાગઢના માર્કેટ યાર્ડમાં કેરીની હરાજી શરૂ થઈ ગઈ છે. કેરીમાં પણ સૌથી શ્રેષ્ઠ ગણાતી કેસર કેરીની હરાજી શરૂ થઈ ચૂકી છે. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં આજે કેસર કેરીનો પહેલો જથ્થો લઈને ખેડૂતો પહોંચ્યા હતા. ત્યારે કેરી ખરીદવા માટે વેપારીઓએ લાઈન લગાવી હતી. ઉલ્લેખનીય છે કે મોટા ભાગે કેસર કેરીનો પહેલો લોટ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

  5/10
 • હાઈકોર્ટે અરજી ફગાવતા ભગવાન બારડે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો. તાલાલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ તેમના સસ્પેન્શન અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા મામલે ગઈકાલે હાઈકોર્ટે બારડની અરજી ફગાવી હતી. જેથી ભગવાન બારડે સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા છે. આ મામલે સોમવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે.

  હાઈકોર્ટે અરજી ફગાવતા ભગવાન બારડે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો. તાલાલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા કર્યા બાદ તેમના સસ્પેન્શન અને તાલાલાની પેટાચૂંટણી જાહેર કરવા મામલે ગઈકાલે હાઈકોર્ટે બારડની અરજી ફગાવી હતી. જેથી ભગવાન બારડે સુપ્રીમના દરવાજા ખટખટાવ્યા છે. આ મામલે સોમવારે સુપ્રીમકોર્ટમાં સુનાવણી થશે.

  6/10
 • અક્ષય કુમારની ફિલ્મ કેસરીએ બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ હવે 100 કરોડ રૂપિયાથી વધારેનું કલેક્શન કરી આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. બૉક્સ ઑપિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે એટલેકે બુધવારે લગભગ 6 કરોડ 52 લાખ રૂપિયાનું કલેક્શ કર્યું છે. કેસરીએ 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ કરી હતી અને હવે ફિલ્મની કુલ કમાણી 100 કરોડ એક લાખ રૂપિયા થઈ ગઈ છે.

  અક્ષય કુમારની ફિલ્મ કેસરીએ બૉક્સ ઑફિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ હવે 100 કરોડ રૂપિયાથી વધારેનું કલેક્શન કરી આ વર્ષની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. બૉક્સ ઑપિસ પર પોતાની રિલીઝના 7માં દિવસે એટલેકે બુધવારે લગભગ 6 કરોડ 52 લાખ રૂપિયાનું કલેક્શ કર્યું છે. કેસરીએ 21 કરોડ 6 લાખ રૂપિયાથી ઓપનિંગ કરી હતી અને હવે ફિલ્મની કુલ કમાણી 100 કરોડ એક લાખ રૂપિયા થઈ ગઈ છે.

  7/10
 • બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરાના લગ્નને લઈને તે ઘણા સમયથી ચર્ચાનો વિષય બની રહ્યાં છે. ચર્ચા એ છે કે બન્ને છેલ્લા ઘણાં સમયથી એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યા છે અને હવે લગ્ન કરવાના છે. જો કે બન્નેએ આ બાબતે ક્યારે પણ કોઈ ચોખવટ કરી નથી. ન તો તેઓ આ વાતને સ્વીકારે છે કે ન તો નકારે છે. કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે બન્ને ચર્ચમાં લગ્ન કરશે, પણ આ બાબતે અર્જુન કપૂરના પિતા બોની કપૂર કંઈક જુદું જ કહી રહ્યાં છે.

  બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર અને અભિનેત્રી મલાઈકા અરોરાના લગ્નને લઈને તે ઘણા સમયથી ચર્ચાનો વિષય બની રહ્યાં છે. ચર્ચા એ છે કે બન્ને છેલ્લા ઘણાં સમયથી એકબીજા સાથે ડેટિંગ કરી રહ્યા છે અને હવે લગ્ન કરવાના છે. જો કે બન્નેએ આ બાબતે ક્યારે પણ કોઈ ચોખવટ કરી નથી. ન તો તેઓ આ વાતને સ્વીકારે છે કે ન તો નકારે છે. કહેવામાં એમ પણ આવી રહ્યું છે કે બન્ને ચર્ચમાં લગ્ન કરશે, પણ આ બાબતે અર્જુન કપૂરના પિતા બોની કપૂર કંઈક જુદું જ કહી રહ્યાં છે.

  8/10
 • જૉન અબ્રાહમ દિગ્દર્શક રેંસિલ ડિસલ્વાની આગામી ફિલ્મમાં ફરી એકવાર પોતાનો બાઇકર અવતાર બતાવવા માટે તૈયાર છે ફિલ્મના નામની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. જૉન અબ્રાહમની આગામી ફિલ્મ રેંસિલ ડિસલ્વાના નિર્દેશનમાં બની રહી છે જેમાં જૉન અબ્રાહમ ફરી પોતાના બાઇકર અવતારને બતાવવા માટે તૈયાર છે. ફિલ્મના નામની જાહેરાત હજી કરવામાં આવી નથી જૉને બુધવારે કહ્યું હતું કે તેની ફિલ્મની સ્ટોરી બાઇક કેન્દ્રિત છે અને તેથી પ્રોડ્યસરો અજય કપૂર અને ડિસલ્વા સાથે હાથ મેળવ્યો છે.

  જૉન અબ્રાહમ દિગ્દર્શક રેંસિલ ડિસલ્વાની આગામી ફિલ્મમાં ફરી એકવાર પોતાનો બાઇકર અવતાર બતાવવા માટે તૈયાર છે ફિલ્મના નામની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. જૉન અબ્રાહમની આગામી ફિલ્મ રેંસિલ ડિસલ્વાના નિર્દેશનમાં બની રહી છે જેમાં જૉન અબ્રાહમ ફરી પોતાના બાઇકર અવતારને બતાવવા માટે તૈયાર છે. ફિલ્મના નામની જાહેરાત હજી કરવામાં આવી નથી જૉને બુધવારે કહ્યું હતું કે તેની ફિલ્મની સ્ટોરી બાઇક કેન્દ્રિત છે અને તેથી પ્રોડ્યસરો અજય કપૂર અને ડિસલ્વા સાથે હાથ મેળવ્યો છે.

  9/10
 • બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં માન્કડિંગના બનાવને ભૂલીને વિરાટ કોહલીની બૅન્ગલોર અને રોહિત શર્માની મુંબઈની ટીમ સીઝનની પહેલી જીત માટે મેદાનમાં ઊતરશે અને બૅન્ગલોરની ટીમ પાસે હોમ-ગ્રાઉન્ડમાં રમવાનો બેનિફિટ રહેશે. બન્ને ટીમ પોતાની પહેલી મૅચ હારી હતી. બૅન્ગલોરની ટીમ ટુર્નામેન્ટના પહેલા દિવસે ચેન્નઈ સામે ૭૦ રને ઑલઆઉટ થઈ જતાં ૭ વિકેટથી હારી હતી. મુંબઈ ગયા રવિવારે દિલ્હી સામે વાનખેડે સ્ટેડિયમમાં ૩૭ રને હાર્યું હતું. રિષભ પંતના ૨૭ બૉલમાં અટૅકિંગ ૭૮ રનની મદદથી દિલ્હીએ ૨૧૪ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો જે મુંબઈના ગજાબહારનો સાબિત થયો હતો.

  બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં માન્કડિંગના બનાવને ભૂલીને વિરાટ કોહલીની બૅન્ગલોર અને રોહિત શર્માની મુંબઈની ટીમ સીઝનની પહેલી જીત માટે મેદાનમાં ઊતરશે અને બૅન્ગલોરની ટીમ પાસે હોમ-ગ્રાઉન્ડમાં રમવાનો બેનિફિટ રહેશે. બન્ને ટીમ પોતાની પહેલી મૅચ હારી હતી. બૅન્ગલોરની ટીમ ટુર્નામેન્ટના પહેલા દિવસે ચેન્નઈ સામે ૭૦ રને ઑલઆઉટ થઈ જતાં ૭ વિકેટથી હારી હતી. મુંબઈ ગયા રવિવારે દિલ્હી સામે વાનખેડે સ્ટેડિયમમાં ૩૭ રને હાર્યું હતું. રિષભ પંતના ૨૭ બૉલમાં અટૅકિંગ ૭૮ રનની મદદથી દિલ્હીએ ૨૧૪ રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો જે મુંબઈના ગજાબહારનો સાબિત થયો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

First Published: 28th March, 2019 14:59 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK