આ છે આજના દિવસના સૌથી મહત્વના સમાચાર

Updated: May 17, 2019, 20:07 IST | Vikas Kalal
 • લોકસભા ચૂંટણીના પરિણામો આવવાને અઠવાડિયા કરતા ઓછો સમય બાકી રહ્યો છે. 19 તારીખે છેલ્લા તબક્કાનું મતદાન છે. તે પહેલા વડાપ્રધાન મોદીએ પ્રેસ કોન્ફરન્સ કરી. પાંચ વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે વડાપ્રધાન મોદીએ PC કરી હોય. પ્રેસ કોન્ફરન્સમાં 5 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરાયેલા કામોને જાહેર કરાયા હતા. આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'લોકતંત્રની તાકાત દુનિયાની સામે લાવવું અમારા સૌની જવાબદારી છે. અમે વિશ્વને પ્રભાવિત કરવું જોઈએ કે આપણું લોકતંત્ર કેટલી વિવિધતાઓથી ભરેલું છે.'

  લોકસભા ચૂંટણીના પરિણામો આવવાને અઠવાડિયા કરતા ઓછો સમય બાકી રહ્યો છે. 19 તારીખે છેલ્લા તબક્કાનું મતદાન છે. તે પહેલા વડાપ્રધાન મોદીએ પ્રેસ કોન્ફરન્સ કરી. પાંચ વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે વડાપ્રધાન મોદીએ PC કરી હોય. પ્રેસ કોન્ફરન્સમાં 5 વર્ષ દરમિયાન સરકાર દ્વારા કરાયેલા કામોને જાહેર કરાયા હતા. આ સિવાય વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'લોકતંત્રની તાકાત દુનિયાની સામે લાવવું અમારા સૌની જવાબદારી છે. અમે વિશ્વને પ્રભાવિત કરવું જોઈએ કે આપણું લોકતંત્ર કેટલી વિવિધતાઓથી ભરેલું છે.'

  1/10
 • વડાપ્રધાન મોદીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને લઈને એક નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલથી ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરને લઈને PM મોદીએ કહ્યું છે કે તેઓ તેમને ક્યારેય માફ નહીં કરે.હાલમાં જ સાધ્વીએ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. આ નિવેદન બાદ દેશભરમાં સાધ્વી અને ભાજપના સ્ટેન્ડને લઈને તમામ વિપક્ષી પાર્ટીઓએ બબાલ કરી હતી. ભાજપે આ નિવેદન માટે સાધ્વી પ્રજ્ઞા સાથે છેડો ફાડી લીધો હતો.

  વડાપ્રધાન મોદીએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને લઈને એક નિવેદન આપ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલથી ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરને લઈને PM મોદીએ કહ્યું છે કે તેઓ તેમને ક્યારેય માફ નહીં કરે.હાલમાં જ સાધ્વીએ મહાત્મા ગાંધીને ગોળી મારનાર નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા હતા. આ નિવેદન બાદ દેશભરમાં સાધ્વી અને ભાજપના સ્ટેન્ડને લઈને તમામ વિપક્ષી પાર્ટીઓએ બબાલ કરી હતી. ભાજપે આ નિવેદન માટે સાધ્વી પ્રજ્ઞા સાથે છેડો ફાડી લીધો હતો.

  2/10
 • તાઈવાન સમલૈંગિક લગ્નને બંધારણીય દરજ્જો આપતો પહેલો એશિયાઈ દેશ બન્યો છે. તાઈવાનની સાંસદમાં સમલૈંગિક લગ્નના કાયદાને મંજૂરી અપાઈ છે. અલજજીરાના રિપોર્ટ પ્રમાણે તાઈવાનના સાંસદોએ સરખા લિંગવાળા લોકોને એક્સક્લૂસિવ પરમેનેન્ટ યુનિયન્સ અને સરકારી એજન્સીઓમાં મેરેજ રજીસ્ટ્રેશન માટે આવેદન આપતો કાયદા પર મોહર લગાવી છે.

  તાઈવાન સમલૈંગિક લગ્નને બંધારણીય દરજ્જો આપતો પહેલો એશિયાઈ દેશ બન્યો છે. તાઈવાનની સાંસદમાં સમલૈંગિક લગ્નના કાયદાને મંજૂરી અપાઈ છે. અલજજીરાના રિપોર્ટ પ્રમાણે તાઈવાનના સાંસદોએ સરખા લિંગવાળા લોકોને એક્સક્લૂસિવ પરમેનેન્ટ યુનિયન્સ અને સરકારી એજન્સીઓમાં મેરેજ રજીસ્ટ્રેશન માટે આવેદન આપતો કાયદા પર મોહર લગાવી છે.

  3/10
 • એક તરફ રાજ્યમાં પાણીની સમસ્યા છે. લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યા બીજી તરફ રાજકોટમાં ભરઉનાળે પાણીની રેલમછેલ થઈ. રાજકોટના ગવરીદડ પાસે નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું. આટલું બધું પાણી વેડફાતું હોવા છતા તંત્રને જાણે કાંઈ ખબર જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

  એક તરફ રાજ્યમાં પાણીની સમસ્યા છે. લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યા બીજી તરફ રાજકોટમાં ભરઉનાળે પાણીની રેલમછેલ થઈ. રાજકોટના ગવરીદડ પાસે નર્મદાની પાઈપલાઈનમાં ભંગાણ થતા લાખો લિટર પાણી વેડફાયું. આટલું બધું પાણી વેડફાતું હોવા છતા તંત્રને જાણે કાંઈ ખબર જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

  4/10
 •  રાજકોટને સ્વચ્છ બનાવવા નવી ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરમાં પાનની પિચકારી મારવા બદલ મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. આ નિયમના અમલના પહેલા જ દિવસે 9 વાહનચાલકોને જાહેરમાં થૂંકવા બદલ મેમો આપવામાં આવ્યા છે.રાજકોટમાં શુક્રવારે કે.કે.વી. ચોકથી 1, નાનામવા સર્કલથી 1, કાન્તા સ્ત્રી વિકાસ ચોકથી 3 અને ઢેબર ચોકથી 4 મેમો ઈસ્યુ કરાયા છે

   રાજકોટને સ્વચ્છ બનાવવા નવી ઝુંબેશ શરૂ થઈ ચૂકી છે. રાજકોટ મહાનગરપાલિકાએ જાહેરમાં પાનની પિચકારી મારવા બદલ મેમો આપવાની શરૂઆત કરી દીધી છે. આ નિયમના અમલના પહેલા જ દિવસે 9 વાહનચાલકોને જાહેરમાં થૂંકવા બદલ મેમો આપવામાં આવ્યા છે.રાજકોટમાં શુક્રવારે કે.કે.વી. ચોકથી 1, નાનામવા સર્કલથી 1, કાન્તા સ્ત્રી વિકાસ ચોકથી 3 અને ઢેબર ચોકથી 4 મેમો ઈસ્યુ કરાયા છે

  5/10
 • સૌરાષ્ટ્રના સાવરકુંડલા, રાજુલા સહિતના વિસ્તારોમાં શુક્રવારે વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ગાજવીજ અને કરા સાથે બે ઈંચ વરસાદ પડ્યો.બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બંને જિલ્લામાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

  સૌરાષ્ટ્રના સાવરકુંડલા, રાજુલા સહિતના વિસ્તારોમાં શુક્રવારે વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ગાજવીજ અને કરા સાથે બે ઈંચ વરસાદ પડ્યો.બનાસકાંઠા અને સાબરકાંઠામાં ગાજવીજ સાથે ભારે વરસાદ અને કરાં પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે બંને જિલ્લામાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

  6/10
 • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તાજેતરમાં 'બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ - ઇન્ડિયા 2019' માટે પ્રતિષ્ઠિત બિઝનેસ વિઝન (બીવી) એવોર્ડ જીત્યો છે. મહિન્દ્રાએ મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ બનાવ્યું છે. જેની મદદથી કંપનીએ તેના સંચાલનના ઘણા ક્ષેત્રોમાં નવીનતા અને મજબૂત વિકાસ કરવા માટે સક્ષમ બની છે. બિઝનેસ વિઝન મૂલ્યાંકન પેનલ ખાસ કરીને કંપનીના કાનૂની ડોક્યુમેન્ટની જરૂરિયાતો અને કંપનીના ટ્રેક રેકોર્ડ દ્વારા પ્રભાવિત થઈ હતી. 

  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તાજેતરમાં 'બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ - ઇન્ડિયા 2019' માટે પ્રતિષ્ઠિત બિઝનેસ વિઝન (બીવી) એવોર્ડ જીત્યો છે. મહિન્દ્રાએ મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ બનાવ્યું છે. જેની મદદથી કંપનીએ તેના સંચાલનના ઘણા ક્ષેત્રોમાં નવીનતા અને મજબૂત વિકાસ કરવા માટે સક્ષમ બની છે. બિઝનેસ વિઝન મૂલ્યાંકન પેનલ ખાસ કરીને કંપનીના કાનૂની ડોક્યુમેન્ટની જરૂરિયાતો અને કંપનીના ટ્રેક રેકોર્ડ દ્વારા પ્રભાવિત થઈ હતી. 

  7/10
 • કરિશ્મા કોહલી દ્વારા ડિરેક્ટેડ વેબ સિરીઝ 'મેંટલહૂડ' સાથે એક્ટ્રેસ શ્રુતિ શેઠ ડિજીટલ દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. આ વેબ સિરીઝમાં એક સિંગલ મોમ દીક્ષાની ભૂમિકામાં જોવા મળશે. આ વેબ સિરીઝમાં શ્રુતિ એક નાના બાળકની સિંગલ મધરનો રોલ નિભાવી રહી છે. રુટિન લાઈફ સાથે બાળકની કેર કરતી શ્રુતિ એટલે કે દીક્ષાની ફરતે સ્ટોરી રહેશે જે જીવનના બધા જ કામો પણ જાતે સંભાળે છે.

  કરિશ્મા કોહલી દ્વારા ડિરેક્ટેડ વેબ સિરીઝ 'મેંટલહૂડ' સાથે એક્ટ્રેસ શ્રુતિ શેઠ ડિજીટલ દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. આ વેબ સિરીઝમાં એક સિંગલ મોમ દીક્ષાની ભૂમિકામાં જોવા મળશે. આ વેબ સિરીઝમાં શ્રુતિ એક નાના બાળકની સિંગલ મધરનો રોલ નિભાવી રહી છે. રુટિન લાઈફ સાથે બાળકની કેર કરતી શ્રુતિ એટલે કે દીક્ષાની ફરતે સ્ટોરી રહેશે જે જીવનના બધા જ કામો પણ જાતે સંભાળે છે.

  8/10
 • જૂન 5ના દિવસે રીલિઝ થવા જઈ રહેલી ફિલ્મ ભારતનું ગીત ઝિંદા રિલીઝ થયું છે. જેનાથી અલી અબ્બાસ ઝફર લીરિસિસ્ટ અને કંપોઝર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. આ ગીત ફિલ્મનું એન્થમ છે.સલમાન ખાનની આ ફિલ્મમાં અડધો ડઝનથી વધારે ગીતો છે. ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ, તબુ, દિશા પટાણી, સુનિલ ગ્રોવર અને જેકી શ્રોફ છે. ભારત અતુલ અગ્નિહોત્રી, અલવિરા અગ્નિહોત્રી, ભુષણ કુમાર, ક્રિષન કુમારે પ્રોડ્યુસર કરી છે.

  જૂન 5ના દિવસે રીલિઝ થવા જઈ રહેલી ફિલ્મ ભારતનું ગીત ઝિંદા રિલીઝ થયું છે. જેનાથી અલી અબ્બાસ ઝફર લીરિસિસ્ટ અને કંપોઝર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. આ ગીત ફિલ્મનું એન્થમ છે.સલમાન ખાનની આ ફિલ્મમાં અડધો ડઝનથી વધારે ગીતો છે. ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ, તબુ, દિશા પટાણી, સુનિલ ગ્રોવર અને જેકી શ્રોફ છે. ભારત અતુલ અગ્નિહોત્રી, અલવિરા અગ્નિહોત્રી, ભુષણ કુમાર, ક્રિષન કુમારે પ્રોડ્યુસર કરી છે.

  9/10
 • આગામી આઈસીસી વર્લ્ડ કપની વિશ્વ વિજેતા ટીમે 4 મિલિયન ડૉલરનું ઇનામ મેળવશે એટલે કે જે ટીમ વર્લ્ડ કપ જીતશે તેને આશરે 27 કરોડ રોકડ ઈનામ મળશે જ્યારે રનર-અપ ટીમને 2 મિલિયન ડૉલર એટલે કે આશરે 14 કરોડ રોકડ ઈનામ મળશે

  આગામી આઈસીસી વર્લ્ડ કપની વિશ્વ વિજેતા ટીમે 4 મિલિયન ડૉલરનું ઇનામ મેળવશે એટલે કે જે ટીમ વર્લ્ડ કપ જીતશે તેને આશરે 27 કરોડ રોકડ ઈનામ મળશે જ્યારે રનર-અપ ટીમને 2 મિલિયન ડૉલર એટલે કે આશરે 14 કરોડ રોકડ ઈનામ મળશે

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના દિવસના સમાચાર ચૂકાઈ ગયા છે ? તો અહીં ક્લિક કરો અને આજના તમામ સમાચાર એક સાથે વાંચો 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK