એક સાથે વાંચો આજે સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 10, 2019, 19:48 IST | Shilpa Bhanushali
 • કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે. રાધનપુરના ધારસભ્ય અલ્પેશ ઠાકોર પક્ષના મોવડી મંડળથી નારાજ હતા. આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના હાથનો સાથ છોડી દીધો છે. જો કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે હજી સવાલો છે.

  કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. અલ્પેશ ઠાકોરે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખીને રાજીનામુ આપ્યું છે. રાધનપુરના ધારસભ્ય અલ્પેશ ઠાકોર પક્ષના મોવડી મંડળથી નારાજ હતા. આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના હાથનો સાથ છોડી દીધો છે. જો કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે કે નહીં તે અંગે હજી સવાલો છે.

  1/10
 • વડાપ્રધાન મોદી આજે ગુજરાતની ટુંકી મુલાકાતે આવ્યા હતા. તેમણે જૂનાગઢના ગિરનાર પર્વત, સિંહ, કેસર કેરી અને સોમનાથને યાદ કરી સંબોધન શરૂ કર્યું. જૂનાગઢમાં ગિરનારનો યાદગીરી સ્વરૂપે મોમેન્ટો આપી વડાપ્રધાનનું સ્વાગત થયું. મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ખોટા વચનો આપે છે. કોંગ્રેસે સરદાર સાહેબ સાથે અન્યાય કર્યો, પરંતુ અમે તેમને સન્માન આપ્યું. તો સરદારને યાદ કરતા કહ્યું કે સરદાર ન હોત તો જૂનાગઢ અને સોમનાથની સ્થિતિ શું હોત એ તમને ખબર જ છે.

  વડાપ્રધાન મોદી આજે ગુજરાતની ટુંકી મુલાકાતે આવ્યા હતા. તેમણે જૂનાગઢના ગિરનાર પર્વત, સિંહ, કેસર કેરી અને સોમનાથને યાદ કરી સંબોધન શરૂ કર્યું. જૂનાગઢમાં ગિરનારનો યાદગીરી સ્વરૂપે મોમેન્ટો આપી વડાપ્રધાનનું સ્વાગત થયું. મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ખોટા વચનો આપે છે. કોંગ્રેસે સરદાર સાહેબ સાથે અન્યાય કર્યો, પરંતુ અમે તેમને સન્માન આપ્યું. તો સરદારને યાદ કરતા કહ્યું કે સરદાર ન હોત તો જૂનાગઢ અને સોમનાથની સ્થિતિ શું હોત એ તમને ખબર જ છે.

  2/10
 • જો કોઈ કંપનીના કર્મચારીઓને પગાર ન મળે તો તે કઈ હદ સુધી જઈ શકે છે, તેનું ઉદાહરણ બેંગલુરૂમાં જોવા મળ્યું. પગાર ન મળતા કંપનીના કર્મચારીઓએ બૉસને કિડનેપ કરી લીધા. પીડિત બૉસે કિડનેપ થયા બાદ પરેશાન થઈને ઉંદર મારવાની દવા અને ટેબલેટ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો. પોલીસે અપહરણના મામલે ચાર લોકોની ધરપકડ કરી છે.

  જો કોઈ કંપનીના કર્મચારીઓને પગાર ન મળે તો તે કઈ હદ સુધી જઈ શકે છે, તેનું ઉદાહરણ બેંગલુરૂમાં જોવા મળ્યું. પગાર ન મળતા કંપનીના કર્મચારીઓએ બૉસને કિડનેપ કરી લીધા. પીડિત બૉસે કિડનેપ થયા બાદ પરેશાન થઈને ઉંદર મારવાની દવા અને ટેબલેટ ખાઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો. પોલીસે અપહરણના મામલે ચાર લોકોની ધરપકડ કરી છે.

  3/10
 • ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ લોકસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકારની કોઈ પણ બાયોપિક રિલીઝ કરવા પર રોક લગાવી દેવાઈ છે. આ પહેલા બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે મોદીની બાયોપિક પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી.

  ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રિલીઝ પર રોક લગાવી દીધી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ લોકસભાની ચૂંટણી દરમિયાન આ પ્રકારની કોઈ પણ બાયોપિક રિલીઝ કરવા પર રોક લગાવી દેવાઈ છે. આ પહેલા બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે મોદીની બાયોપિક પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી.

  4/10
 • ગુજરાતની પહેલી રીવર્સ બાયોપિક ફિલ્મ બહુ ના વિચારનું ટાઈટલ સોંગ રિલીઝ થયું છે. આ ફિલ્મના સોંગનો વીડિયો નહીં પણ ઑડિયો રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના મ્યૂઝિક ડિરેક્ટર ઋતુલ છે. જ્યારે ગીતને કમ્પોઝ ઋતુલ અને હાર્દિક જાગાણીએ કહ્યું છે. લિરિક્સ પણ ઋતુલ અને હાર્દિકે જ લખ્યા છે. જ્યારે મ્યુઝિક કુશલ ચોક્સીએ આપ્યું છે.

  ગુજરાતની પહેલી રીવર્સ બાયોપિક ફિલ્મ બહુ ના વિચારનું ટાઈટલ સોંગ રિલીઝ થયું છે. આ ફિલ્મના સોંગનો વીડિયો નહીં પણ ઑડિયો રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતના મ્યૂઝિક ડિરેક્ટર ઋતુલ છે. જ્યારે ગીતને કમ્પોઝ ઋતુલ અને હાર્દિક જાગાણીએ કહ્યું છે. લિરિક્સ પણ ઋતુલ અને હાર્દિકે જ લખ્યા છે. જ્યારે મ્યુઝિક કુશલ ચોક્સીએ આપ્યું છે.

  5/10
 • ગુજરાતી ફિલ્મો હવે રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે. ઢ જેવી ફિલ્મો નેશનલ અવૉર્ડ મેળવી રહી છે. ત્યારે ઢ, રેવા અને વેન્ટિલેટર ફિલ્મ હવે પહેલા નેશનલ લેવલના ક્રિટિક્સ ચોઈસ અવૉર્ડ માટે પંસદ થઈ છે. આજે આ અવૉર્ડ માટે પસંદગી પામેલી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ટીવી, મીડિયા, રેડિયો અને ટ્વિટર સાથે જોડાયેલા લગભગ 32 લાખથી વધુ લોકોની પસંદ જાણીને  8 અલગ અલગ ભાષામાં ક્રિટિક્સ ચોઈસ અવૉર્ડ આપવામાં આવશે.

  ગુજરાતી ફિલ્મો હવે રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહી છે. ઢ જેવી ફિલ્મો નેશનલ અવૉર્ડ મેળવી રહી છે. ત્યારે ઢ, રેવા અને વેન્ટિલેટર ફિલ્મ હવે પહેલા નેશનલ લેવલના ક્રિટિક્સ ચોઈસ અવૉર્ડ માટે પંસદ થઈ છે. આજે આ અવૉર્ડ માટે પસંદગી પામેલી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ટીવી, મીડિયા, રેડિયો અને ટ્વિટર સાથે જોડાયેલા લગભગ 32 લાખથી વધુ લોકોની પસંદ જાણીને  8 અલગ અલગ ભાષામાં ક્રિટિક્સ ચોઈસ અવૉર્ડ આપવામાં આવશે.

  6/10
 • ટ્વિટર પર શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે વર્ચ્યુઅલ વૉર ચાલી રહી છે. અમિતાભ બચ્ચનના ટ્વિટ પર શાહરુખે કંઈક એવો રિપ્લાય આપ્યો કે બિગ બીએ પણ ટ્વિટ કરીને જવાબ આપવો પડ્યો. ના ના, તમે એવું ન વિચારતા કે બંને વચ્ચે ઝઘડો થયો છે. વર્ચ્ય્યુઅલ વૉર કંઈ સિરિયસ નથી, પરંતુ બિગ બી અને એસઆરકે એકબીજા સાથે ટ્વિટર પર મજાક કરી રહ્યા છે.

  ટ્વિટર પર શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચે વર્ચ્યુઅલ વૉર ચાલી રહી છે. અમિતાભ બચ્ચનના ટ્વિટ પર શાહરુખે કંઈક એવો રિપ્લાય આપ્યો કે બિગ બીએ પણ ટ્વિટ કરીને જવાબ આપવો પડ્યો. ના ના, તમે એવું ન વિચારતા કે બંને વચ્ચે ઝઘડો થયો છે. વર્ચ્ય્યુઅલ વૉર કંઈ સિરિયસ નથી, પરંતુ બિગ બી અને એસઆરકે એકબીજા સાથે ટ્વિટર પર મજાક કરી રહ્યા છે.

  7/10
 • આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવિલની બીજી સિઝન અનાઉન્સ થઈ ગઈ છે. પહેલી સિઝનની સફળતા બાદ આ વર્ષે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. આ વખતે પણ IGFF અમેરિકાની ધરતી પર યોજાશે. 7થી 9 જૂન દરમિયાન લોસ એન્જલસ અને 15-16 જૂને ન્યૂ જર્સીમાં આ એવોર્ડ ફંક્શનનું આયોજન થશે. આ એવોર્ડ ફંક્શન દરમિયાન હોલીવુડની ધરતી પર ગુજરાતી ફિલ્મો અને કલાકારોનું સન્માન થશે.

  આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવિલની બીજી સિઝન અનાઉન્સ થઈ ગઈ છે. પહેલી સિઝનની સફળતા બાદ આ વર્ષે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. આ વખતે પણ IGFF અમેરિકાની ધરતી પર યોજાશે. 7થી 9 જૂન દરમિયાન લોસ એન્જલસ અને 15-16 જૂને ન્યૂ જર્સીમાં આ એવોર્ડ ફંક્શનનું આયોજન થશે. આ એવોર્ડ ફંક્શન દરમિયાન હોલીવુડની ધરતી પર ગુજરાતી ફિલ્મો અને કલાકારોનું સન્માન થશે.

  8/10
 • વિરાટ કોહલી ભલે હાલ પોતાની ટીમ રોયલ ચેલન્જર્સ બેન્ગલોર સતત મેચ હારી રહી હોય. પરંતુ વિરાટ કોહલીને ફરી એકવાર વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યર માટે પસંદ કરાયા છે. આ ત્રીજી વખત વિરાટ કોહલીને વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યરનું સન્માન મળ્યું છે. આ પહેલા કોહલીને 2016, 2017 અને 2018માં સુકાની તરીકે અને બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે.

  વિરાટ કોહલી ભલે હાલ પોતાની ટીમ રોયલ ચેલન્જર્સ બેન્ગલોર સતત મેચ હારી રહી હોય. પરંતુ વિરાટ કોહલીને ફરી એકવાર વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યર માટે પસંદ કરાયા છે. આ ત્રીજી વખત વિરાટ કોહલીને વિઝડન લીડિંગ ક્રિકેટર ઓફ ધી યરનું સન્માન મળ્યું છે. આ પહેલા કોહલીને 2016, 2017 અને 2018માં સુકાની તરીકે અને બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો છે.

  9/10
 • મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સ IPLની 12મી સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ધોનીએ બુધવારે એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતાં પોતાની અને પત્ની સાક્ષીની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. એક પછી એક કાર્યક્રમ હોવાથી ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ પાસે કોલકાતા નાઇટ રાઇડર્સની સામે મળેલ વિજય સેલિબ્રેટ કરવાનો પણ સમય નહોતો, કારણકે ધોની બ્રિગેડને તરત જ જયપુર માટે નીકળવાનું હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ બુધવારે એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતાં પોતાની અને પત્ની સાક્ષીની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

  મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સ IPLની 12મી સિઝનમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. ધોનીએ બુધવારે એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતાં પોતાની અને પત્ની સાક્ષીની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. એક પછી એક કાર્યક્રમ હોવાથી ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ પાસે કોલકાતા નાઇટ રાઇડર્સની સામે મળેલ વિજય સેલિબ્રેટ કરવાનો પણ સમય નહોતો, કારણકે ધોની બ્રિગેડને તરત જ જયપુર માટે નીકળવાનું હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ બુધવારે એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતાં પોતાની અને પત્ની સાક્ષીની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

આજના દિવસના સૌથી મહત્વના આઠ વાગ્યાના સમાચાર વાંચો એક ક્લિકમાં. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK