સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 06, 2019, 19:53 IST | Vikas Kalal
 •  ભાજપ છોડી ચુકેલા જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ આખરે ભાજપના સ્થાપના દિવસે છે કોંગ્રેસનો હાથ થામ્યો. દિલ્હીમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને સદસ્યતા અપાવી. આ સાથે જ એ પણ જાહેરાત કરી કે પટના સાહિબથી શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસના ઉમેદવાર છે. અને તેઓ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ટક્કર આપશે.

   ભાજપ છોડી ચુકેલા જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ આખરે ભાજપના સ્થાપના દિવસે છે કોંગ્રેસનો હાથ થામ્યો. દિલ્હીમાં આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને સદસ્યતા અપાવી. આ સાથે જ એ પણ જાહેરાત કરી કે પટના સાહિબથી શત્રુઘ્ન સિન્હા કોંગ્રેસના ઉમેદવાર છે. અને તેઓ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ટક્કર આપશે.

  1/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓરિસ્સામાં જનસભાને સંબોધન કર્યું. જેમાં મોદીએ કહ્યં કે આ વખતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને બીજુ જનતા દળ બંનેને હરાવી દેશે. વડાપ્રધાન મોદીએ રાજ્યમાં પોતાની રેલી પહેલા  એક ટ્વીટ કર્યું હતું કે, 'ઓરિસ્સાની ચૂંટણીના પરિણામ આખા દેશને હેરાન કરી દેશે. ભાજપ વિક્રમી સંખ્યામાં બેઠકો સાથે ચૂંટણી જીતશે. ઓરિસ્સાની જનતા બીજદ અને કોંગ્રેસ બંનેને ફગાવી દેશે.'

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ઓરિસ્સામાં જનસભાને સંબોધન કર્યું. જેમાં મોદીએ કહ્યં કે આ વખતે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને બીજુ જનતા દળ બંનેને હરાવી દેશે. વડાપ્રધાન મોદીએ રાજ્યમાં પોતાની રેલી પહેલા  એક ટ્વીટ કર્યું હતું કે, 'ઓરિસ્સાની ચૂંટણીના પરિણામ આખા દેશને હેરાન કરી દેશે. ભાજપ વિક્રમી સંખ્યામાં બેઠકો સાથે ચૂંટણી જીતશે. ઓરિસ્સાની જનતા બીજદ અને કોંગ્રેસ બંનેને ફગાવી દેશે.'

  2/10
 •  પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. શનિવારે કશ્મીરમાં કલમ 370ને લઈને પાકિસ્તાને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ કશ્મીરમાં કલમ 370ને રદ્દ કરવાને સ્વીકાર નહીં કરે, પાકિસ્તાને કહ્યું કે આવું કરવાથી સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનું ઉલ્લંઘન થશે.

   પાકિસ્તાન પોતાની હરકતોથી બાજ નથી આવી રહ્યું. શનિવારે કશ્મીરમાં કલમ 370ને લઈને પાકિસ્તાને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે તેઓ કશ્મીરમાં કલમ 370ને રદ્દ કરવાને સ્વીકાર નહીં કરે, પાકિસ્તાને કહ્યું કે આવું કરવાથી સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવનું ઉલ્લંઘન થશે.

  3/10
 • અમિત શાહે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત અમદાવાદમાં રોડ શોથી કરી છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ભાજપનો સ્થાપના દિવસ પણ છે, જેને જોતા અમિત શાહનો આ રોડ શો મહત્વનો છે. આજે ભાજપના કેન્દ્રીય કક્ષાના મંત્રી નિર્મલા સીતારમણ પણ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે વેજલપુર વિધાનસભાથી પોતાના લોકસંપર્કની શરૂઆત કરી.

  અમિત શાહે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત અમદાવાદમાં રોડ શોથી કરી છે. અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ભાજપનો સ્થાપના દિવસ પણ છે, જેને જોતા અમિત શાહનો આ રોડ શો મહત્વનો છે. આજે ભાજપના કેન્દ્રીય કક્ષાના મંત્રી નિર્મલા સીતારમણ પણ ગુજરાતના પ્રવાસે છે. અમિત શાહે વેજલપુર વિધાનસભાથી પોતાના લોકસંપર્કની શરૂઆત કરી.

  4/10
 • અમરેલી લોકસભાના ઉમેદવારનો તડકો લાગી ગયો છે. અમરેલી અને આસપાસના વિસ્તારોમાં હાલ તાપમાન 40 થી 43 ડીગ્રી વચ્ચે રહે છે. આવા ધોમધખતા તાપમાં ઉમેદવારો પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ તેમની તબિયત પર અસર થઈ રહી છે. અમરેલીથી ભાજપના ઉમેદવાર નારાયણ કાછડિયા અને વર્તમાન નેતા વિપક્ષ અને અમરેલી લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાથે કાંઈક આવું જ થયું. તેમને પણ લૂ લાગી ગઈ અને સારવાર લેવી પડી.

  અમરેલી લોકસભાના ઉમેદવારનો તડકો લાગી ગયો છે. અમરેલી અને આસપાસના વિસ્તારોમાં હાલ તાપમાન 40 થી 43 ડીગ્રી વચ્ચે રહે છે. આવા ધોમધખતા તાપમાં ઉમેદવારો પ્રચાર તો કરી રહ્યા છે પરંતુ તેમની તબિયત પર અસર થઈ રહી છે. અમરેલીથી ભાજપના ઉમેદવાર નારાયણ કાછડિયા અને વર્તમાન નેતા વિપક્ષ અને અમરેલી લોકસભાથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી સાથે કાંઈક આવું જ થયું. તેમને પણ લૂ લાગી ગઈ અને સારવાર લેવી પડી.

  5/10
 • ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને ગત નાણાંકીય વર્ષ(2018-19)માં 29.4 કરોડ ડોલર (2,035 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. કંપનીએ શુક્રવારે વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમનું કહેવું છે કે ભારતમાં વધુ નુકસાન થવાના કારણે તેની ખોટ વધી ગઈ છે. જોકે રેવન્યુ ત્રણ ગણી થઈને 20.6 કરોડ ડોલરે પહોંચી ગઈ છે. 2017-18માં 6.8 કરોડ ડોલરની રેવન્યુ મેળવી હતી.

  ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને ગત નાણાંકીય વર્ષ(2018-19)માં 29.4 કરોડ ડોલર (2,035 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. કંપનીએ શુક્રવારે વાર્ષિક રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમનું કહેવું છે કે ભારતમાં વધુ નુકસાન થવાના કારણે તેની ખોટ વધી ગઈ છે. જોકે રેવન્યુ ત્રણ ગણી થઈને 20.6 કરોડ ડોલરે પહોંચી ગઈ છે. 2017-18માં 6.8 કરોડ ડોલરની રેવન્યુ મેળવી હતી.

  6/10
 • બોલીવૂડ એક્ટર શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. શાહિદ કપૂરે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. કબીર સિંહનું પોસ્ટર શૅર કરતા શાહિદ કપૂરે કેપ્શન આપ્યું હતું કે, 'તમારી અંદરના કબીર સિંહને શોધો.' આ પોસ્ટરમાં શાહિદ કપૂરનો ચહેરો નથી દેખાઈ રહ્યો પરંતુ આ પોસ્ટરથી તેમના લૂકનો અંદાજ આવી જાય છે.

  બોલીવૂડ એક્ટર શાહિદ કપૂરની અપકમિંગ ફિલ્મ કબીર સિંહનું પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યુ છે. શાહિદ કપૂરે ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શૅર કર્યું હતું. કબીર સિંહનું પોસ્ટર શૅર કરતા શાહિદ કપૂરે કેપ્શન આપ્યું હતું કે, 'તમારી અંદરના કબીર સિંહને શોધો.' આ પોસ્ટરમાં શાહિદ કપૂરનો ચહેરો નથી દેખાઈ રહ્યો પરંતુ આ પોસ્ટરથી તેમના લૂકનો અંદાજ આવી જાય છે.

  7/10
 •  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ એક નવો માઈલસ્ટોન પાર કરી લીધો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 2700 એપિસોડ પૂરા કરી લીધા છે. આ વાતની જાણકારી મળતા જ સીરિયલના સેટ પર ખુશીની લહેર જોવા મળી હતી. શૉના કલાકોરાએ કેક કાપીને ઉજવણી કરી. તે સમય દરમિયાન બધા કલાકારોએ સેલ્ફી પણ લીધી. આ શૉના 2700 એપિસોડ પૂરા થયા બાદની ઉજવણી કરતા કલાકારોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

   'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ એક નવો માઈલસ્ટોન પાર કરી લીધો છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'એ 2700 એપિસોડ પૂરા કરી લીધા છે. આ વાતની જાણકારી મળતા જ સીરિયલના સેટ પર ખુશીની લહેર જોવા મળી હતી. શૉના કલાકોરાએ કેક કાપીને ઉજવણી કરી. તે સમય દરમિયાન બધા કલાકારોએ સેલ્ફી પણ લીધી. આ શૉના 2700 એપિસોડ પૂરા થયા બાદની ઉજવણી કરતા કલાકારોની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

  8/10
 • IPL 2019 ધીમી રનરેટના કારણે ચેન્નાઈનો પંજાબ સામે 22 રને વિજય. શરુઆતમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ લોકેશ રાહુલ અને સરફરાઝ ખાને બાજી સંભાળી હતી જો કે ધીમી રનરેટના કારણે લક્ષ્ય સુધી પહોચી શક્યા ન હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો.

  IPL 2019 ધીમી રનરેટના કારણે ચેન્નાઈનો પંજાબ સામે 22 રને વિજય. શરુઆતમાં 2 વિકેટ ગુમાવ્યા બાદ લોકેશ રાહુલ અને સરફરાઝ ખાને બાજી સંભાળી હતી જો કે ધીમી રનરેટના કારણે લક્ષ્ય સુધી પહોચી શક્યા ન હતા અને હારનો સામનો કરવો પડ્યો હતો.

  9/10
 • આઇપીએલ 2019માં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે. બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી ગત ત્રણ મેચ હૈદરાબાદે જીતી છે. એવામાં હૈદરાબાદ ટીમ રેકોર્ડને યથાવત રાખવા માંગશે. તો બીજી તરફ ચેન્નઇ જેની મજબુત ટીમની જીતનો રથ રોકીને જીતના લયમાં પરત ફરેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમ પણ આજે મજબુત ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

  આઇપીએલ 2019માં આજે બીજી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે. બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી ગત ત્રણ મેચ હૈદરાબાદે જીતી છે. એવામાં હૈદરાબાદ ટીમ રેકોર્ડને યથાવત રાખવા માંગશે. તો બીજી તરફ ચેન્નઇ જેની મજબુત ટીમની જીતનો રથ રોકીને જીતના લયમાં પરત ફરેલી મુંબઇ ઇન્ડિયન્સ ટીમ પણ આજે મજબુત ઇરાદા સાથે મેદાન પર ઉતરશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK