સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 15, 2019, 19:54 IST | Vikas Kalal
 • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. લોકસબાની ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ગાંધી ગુજરાત ઘમરોળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ રાજુલા-અમરેલી હાઈવે પર આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીએ જંગી સભાને સંબોધન કર્યું. આ જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ બે બજેટ બનાવવાની જાહેરાત કરી છે.

  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. લોકસબાની ચૂંટણીના પ્રચાર માટે રાહુલ ગાંધી ગુજરાત ઘમરોળી રહ્યા છે. લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાહુલ ગાંધીએ રાજુલા-અમરેલી હાઈવે પર આસરાણા ચોકડી ખાતે રાહુલ ગાંધીએ જંગી સભાને સંબોધન કર્યું. આ જનસભા દરમિયાન રાહુલ ગાંધીએ બે બજેટ બનાવવાની જાહેરાત કરી છે.

  1/10
 • ખેડૂતો જેની સૌથી વધુ રાહ જોતા હોય તો તે છે વરસાદ. ખેડૂતોની વર્ષભરની મહેનત વરસાદના આવવા પર નિર્ભર રહે છે. હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટ આ વર્ષે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી છે. સ્કાઈમેટે આગાહી કરી છે કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતા પણ સારો રહેશે જેના કારણે ખેડૂતોને સારુ એવુ પાણી મળી રહેશે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમમાં વરસાદ સારો રહેવાની સંભાવના રહેશે.

  ખેડૂતો જેની સૌથી વધુ રાહ જોતા હોય તો તે છે વરસાદ. ખેડૂતોની વર્ષભરની મહેનત વરસાદના આવવા પર નિર્ભર રહે છે. હવામાનની આગાહી કરતી પ્રાઈવેટ કંપની સ્કાઈમેટ આ વર્ષે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવી છે. સ્કાઈમેટે આગાહી કરી છે કે આ વર્ષે વરસાદ સામાન્ય કરતા પણ સારો રહેશે જેના કારણે ખેડૂતોને સારુ એવુ પાણી મળી રહેશે. આ વર્ષે દક્ષિણ-પશ્ચિમમાં વરસાદ સારો રહેવાની સંભાવના રહેશે.

  2/10
 • યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી આયોગ પર 2 દિવસ માટે પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ 16 થી 18 એપ્રિલ દરમિયાન રહેશે. આચાર સંહિતાનો ભંગ કરવા બદલ બન્ને નેતાઓ પર રોક લગાવવામાં આવી છે. યોગી આદિત્યનાથ અને માયાવતી સોશિયલ મીડિયા પર પણ કઈ શૅર નહી કરી શકે.

  યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી આયોગ પર 2 દિવસ માટે પ્રતિબંધ મુક્યો છે. આ પ્રતિબંધ 16 થી 18 એપ્રિલ દરમિયાન રહેશે. આચાર સંહિતાનો ભંગ કરવા બદલ બન્ને નેતાઓ પર રોક લગાવવામાં આવી છે. યોગી આદિત્યનાથ અને માયાવતી સોશિયલ મીડિયા પર પણ કઈ શૅર નહી કરી શકે.

  3/10
 •  ભારતે 1,000 હજાર કિલોમીટર સુધી મારક શક્તિવાળી ક્રૂઝ મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યું છે. આ  મિસાઈલ ટૂ સ્ટેજ મિસાઈલ છે જે 6 મીટર લાંબી છે અને તેનુ વજન 1,500 કિલો છે. આ મિસાઈલ 1,000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે.

   ભારતે 1,000 હજાર કિલોમીટર સુધી મારક શક્તિવાળી ક્રૂઝ મિસાઈલનુ સફળ પરિક્ષણ કર્યું છે. આ  મિસાઈલ ટૂ સ્ટેજ મિસાઈલ છે જે 6 મીટર લાંબી છે અને તેનુ વજન 1,500 કિલો છે. આ મિસાઈલ 1,000 કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવે છે.

  4/10
 • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા હાલ અમિત શાહ ગુજરાતમાં છે. તે પોતાના મતવિસ્તારમાં રોડ શો કરીને મતદારો સાથે મુલાકાત કરી રહ્યા છે. આવો જ એક રોડ શો ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે સાંજે કલોલ ખાતે કર્યો હતો. જો કે આ રોડ શો બાદ યોજાયેલા ભાજપના સંમેલનમાં ખુદ અમિત શાહે જ હાજરી નહોતી આપી.

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરવા હાલ અમિત શાહ ગુજરાતમાં છે. તે પોતાના મતવિસ્તારમાં રોડ શો કરીને મતદારો સાથે મુલાકાત કરી રહ્યા છે. આવો જ એક રોડ શો ભાજપ અધ્યક્ષ અમિત શાહે રવિવારે સાંજે કલોલ ખાતે કર્યો હતો. જો કે આ રોડ શો બાદ યોજાયેલા ભાજપના સંમેલનમાં ખુદ અમિત શાહે જ હાજરી નહોતી આપી.

  5/10
 • રાજ્યમાં એકાએક વાતાવરણ પલટાયું છે. મોરબી, કચ્છ, ગાંધીધામ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અચાનક જ વાતવરણમાં પલટો આવ્યો છે. મોરબી જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ સર્જાયો છે. સાથે જ ચોમાસા જેવો ઠંડો પવન ફૂંકાયો છે. ઠંડા પવનને કારણે હાલ તો સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

  રાજ્યમાં એકાએક વાતાવરણ પલટાયું છે. મોરબી, કચ્છ, ગાંધીધામ, પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અચાનક જ વાતવરણમાં પલટો આવ્યો છે. મોરબી જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપટ જેવો માહોલ સર્જાયો છે. સાથે જ ચોમાસા જેવો ઠંડો પવન ફૂંકાયો છે. ઠંડા પવનને કારણે હાલ તો સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

  6/10
 • દેશની સૌથી મોટી બેન્ક SBIના વ્યાજ દરોને લઈને નવા નિયમો લાગૂ થવાના છે અને આ બદલાવ 1 મેથી થવાના છે. નવા નિયમોનો અસર દેશના 40 કરોડથી વધારે ગ્રાહકો પર પડવાની આશા છે. SBIની ડિપોઝિટ અને લોનની વ્યાજ દર RBIની બેન્ચમાર્ક દરને સાથે જોડી દેવામાં આવ્યા છે. RBIના રેપો રેટમાં ફેરફાર થવાના કારણે બેન્કમાં જમા અને લોનના વ્યાજદરોમાં પણ અસર જોવા મળશે.

  દેશની સૌથી મોટી બેન્ક SBIના વ્યાજ દરોને લઈને નવા નિયમો લાગૂ થવાના છે અને આ બદલાવ 1 મેથી થવાના છે. નવા નિયમોનો અસર દેશના 40 કરોડથી વધારે ગ્રાહકો પર પડવાની આશા છે. SBIની ડિપોઝિટ અને લોનની વ્યાજ દર RBIની બેન્ચમાર્ક દરને સાથે જોડી દેવામાં આવ્યા છે. RBIના રેપો રેટમાં ફેરફાર થવાના કારણે બેન્કમાં જમા અને લોનના વ્યાજદરોમાં પણ અસર જોવા મળશે.

  7/10
 • સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ કરી રહ્યા છે. સાથે જ સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ની પણ દર્શકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે. ત્યારે સલમાન ખાને પોતાની ફિલ્મ 'ભારત'નો એક લૂક રિવીલ કર્યો છે. સલમાન ખાને શૅર કરેલો આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે

  સલમાન ખાન હાલ પોતાની અપકમિંગ ફિલ્મ દબંગ 3નું શૂટિંગ કરી રહ્યા છે. સાથે જ સલમાન ખાનની ફિલ્મ 'ભારત'ની પણ દર્શકો રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે. ત્યારે સલમાન ખાને પોતાની ફિલ્મ 'ભારત'નો એક લૂક રિવીલ કર્યો છે. સલમાન ખાને શૅર કરેલો આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે

  8/10
 • 30 મેથી શરુ થનારા વર્લ્ડ કપ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. બધી જ આશંકાઓ વચ્ચે BCCIએ સ્પષ્ટ કર્યું છે કે કઈ ટીમ ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે જશે. ટીમમાં ચોથા નંબરને લઈને ઘણા અનુમાનો લગાવવામાં આવી હતી જો કે અંતે 2019 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર થતા બધી જ આશંકાઓનો અંત આવ્યો છે. જાહેર કરાયેલી ટીમમાં વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે અંબાતી રાયડૂ અને રિષભ પંતને સ્થાન મળ્યુ નથી.

  30 મેથી શરુ થનારા વર્લ્ડ કપ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. બધી જ આશંકાઓ વચ્ચે BCCIએ સ્પષ્ટ કર્યું છે કે કઈ ટીમ ઈંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપ માટે જશે. ટીમમાં ચોથા નંબરને લઈને ઘણા અનુમાનો લગાવવામાં આવી હતી જો કે અંતે 2019 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર થતા બધી જ આશંકાઓનો અંત આવ્યો છે. જાહેર કરાયેલી ટીમમાં વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે અંબાતી રાયડૂ અને રિષભ પંતને સ્થાન મળ્યુ નથી.

  9/10
 • વાનખેડેમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોર વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોર આ IPLની બીજી જીત મેળવવા મેદાન પર ઉતરશે જ્યારે મુંબઈ તેની જીતની સફર આગળ વધારવા મેદાન પર ઉતરશે.

  વાનખેડેમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને બેંગ્લોર વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોર આ IPLની બીજી જીત મેળવવા મેદાન પર ઉતરશે જ્યારે મુંબઈ તેની જીતની સફર આગળ વધારવા મેદાન પર ઉતરશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK