સાંજના 8 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Apr 12, 2019, 21:43 IST | Vikas Kalal
 • વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્ર્યુ એપોસ્ટલ' પ્રદાન કરવામાં આવશે. મોદીને આ સન્માન રશિયા અને ભારતની વચ્ચે વિશેષાધિકૃત ડિપ્લોમેટિક સહયોગને આગળ ધપાવવા માટે આપવામાં આવશે. 

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્ર્યુ એપોસ્ટલ' પ્રદાન કરવામાં આવશે. મોદીને આ સન્માન રશિયા અને ભારતની વચ્ચે વિશેષાધિકૃત ડિપ્લોમેટિક સહયોગને આગળ ધપાવવા માટે આપવામાં આવશે. 

  1/10
 • રાષ્ટ્રપતિ ભવનએ સૈન્ય તરફથી લખવામાં આવેલા કોઈ પણ પત્ર મળવાની વાતનું ખંડન કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોથી મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિને સેના તરફથી કોઈ પણ પ્રકારનો પત્ર મળ્યો નથી. મીડિયામાં સૈન્ય તરફથી રાષ્ટ્રપતિને કોઈ પત્ર મળ્યાની વાત ચાલી રહી છે જેમા કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા તેમનો રાજકારણીય ઉદ્દેશ માટે ઉપયોગ કરાયો છે જેને લઈને સુરક્ષા બળોમાં ગુસ્સાનો માહોલ છે. જો કે આ સંપૂર્ણ વાતને રાષ્ટ્રપતિ ભવન દ્વારા ફગાવવામાં આવી છે.

  રાષ્ટ્રપતિ ભવનએ સૈન્ય તરફથી લખવામાં આવેલા કોઈ પણ પત્ર મળવાની વાતનું ખંડન કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોથી મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિને સેના તરફથી કોઈ પણ પ્રકારનો પત્ર મળ્યો નથી. મીડિયામાં સૈન્ય તરફથી રાષ્ટ્રપતિને કોઈ પત્ર મળ્યાની વાત ચાલી રહી છે જેમા કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા તેમનો રાજકારણીય ઉદ્દેશ માટે ઉપયોગ કરાયો છે જેને લઈને સુરક્ષા બળોમાં ગુસ્સાનો માહોલ છે. જો કે આ સંપૂર્ણ વાતને રાષ્ટ્રપતિ ભવન દ્વારા ફગાવવામાં આવી છે.

  2/10
 • લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરી એકવાર ચૂંટણી લડી રહેલી સ્મૃતિ ઈરાનીએ નામાંકન ભર્યું છે. નામાંકન ભરતાની સાથે ફરી એકવાર સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક યોગ્યતા પર સવાલ ઉઠ્યા છે. સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિકતાને લઈને કોંગ્રેસ તરફથી હુમલો કરવામાં આવ્યો છે. અમેઠી નિવાસી કોંગ્રેસ એમએલસી દીપર સિંહે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈને સવાલ ઉઠાવ્યા હતાં.

  લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ફરી એકવાર ચૂંટણી લડી રહેલી સ્મૃતિ ઈરાનીએ નામાંકન ભર્યું છે. નામાંકન ભરતાની સાથે ફરી એકવાર સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક યોગ્યતા પર સવાલ ઉઠ્યા છે. સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિકતાને લઈને કોંગ્રેસ તરફથી હુમલો કરવામાં આવ્યો છે. અમેઠી નિવાસી કોંગ્રેસ એમએલસી દીપર સિંહે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઈરાનીની ડિગ્રીને લઈને સવાલ ઉઠાવ્યા હતાં.

  3/10
 • વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી શકે છે. એક જનસભામાં આપેવા વિવાદાસ્પદ નિવેદન સામે ચૂંટણી પંચ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમની જાહેરસભા ભાષણ દરમિયાન મતદારોને વોટ આપવા માટે ધમકી આપી હતી જેની સામે જિલ્લા એસપીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે

  વડોદરા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની મુશ્કેલીઓ વધી શકે છે. એક જનસભામાં આપેવા વિવાદાસ્પદ નિવેદન સામે ચૂંટણી પંચ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમની જાહેરસભા ભાષણ દરમિયાન મતદારોને વોટ આપવા માટે ધમકી આપી હતી જેની સામે જિલ્લા એસપીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે

  4/10
 • વધતી જતી ગરમીના કારણે વરસાદી માહોલ પણ સર્જાઈ રહ્યો છે. સમુદ્રમા દબાણમાં બદલાવના કારણે ગુજરાતના અમુક શહેરો પર વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. ગુજરાતના સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલટો થઈ શકે છે

  વધતી જતી ગરમીના કારણે વરસાદી માહોલ પણ સર્જાઈ રહ્યો છે. સમુદ્રમા દબાણમાં બદલાવના કારણે ગુજરાતના અમુક શહેરો પર વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી હતી. ગુજરાતના સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં વાતાવરણમાં પલટો થઈ શકે છે

  5/10
 • આજે વિશ્વમાં તમામ ક્ષેત્રે નારીશક્તિનો વિજય જોવા મળે છે ત્યારે મુંબઇના લોખંડવાલા ગ્રાઉન્ડમાં 31 માર્ચ 2019ના રોજ પોપ્યુલર ક્વીન ઑફ યુનિવર્ષ કોન્ટેસ્ટું આયોજન થયું હતું. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તેમાં પલક રવેશિયાએ પણ ભાગ લીધો હતો. પલકનું સ્ટાઇલિંગ રાજકોટ ફેશન ડિઝાઇનર પ્રિયંકા ડામોરે કર્યું હતું. આ સ્પર્ધામાં પલકને પોપ્યુલર ક્વીન ઑફ યુનિવર્સના ટાઇટલથી નવાજવામાં આવી હતી. આ ઉપરાંત પણ પલકને 4 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ અને અન્ય કેટલાક સન્માનો મળ્યા છે.

  આજે વિશ્વમાં તમામ ક્ષેત્રે નારીશક્તિનો વિજય જોવા મળે છે ત્યારે મુંબઇના લોખંડવાલા ગ્રાઉન્ડમાં 31 માર્ચ 2019ના રોજ પોપ્યુલર ક્વીન ઑફ યુનિવર્ષ કોન્ટેસ્ટું આયોજન થયું હતું. જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો. તેમાં પલક રવેશિયાએ પણ ભાગ લીધો હતો. પલકનું સ્ટાઇલિંગ રાજકોટ ફેશન ડિઝાઇનર પ્રિયંકા ડામોરે કર્યું હતું. આ સ્પર્ધામાં પલકને પોપ્યુલર ક્વીન ઑફ યુનિવર્સના ટાઇટલથી નવાજવામાં આવી હતી. આ ઉપરાંત પણ પલકને 4 ઇન્ટરનેશનલ એવોર્ડ્સ અને અન્ય કેટલાક સન્માનો મળ્યા છે.

  6/10
 • આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી પહેલા ચૂંટણી અધિકારીઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પાસ કરાયેલા ઠરાવ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજારનાર અધિકારીઓને કેશલેસ સારવાર મળશે. ચૂંટણી દરમિયાન જો કોઈ પણ અધિકારીઓની તબિયત બગડે અને સારવાર અર્થે ખસેડવામાં આવે તો તેમને કેશલેસ સારવાર મળશે. આ ઠરાવ અંતર્ગત પોલીસ કર્મચારીએ, ફરજ બજાવી રહેલા પોલીસ દળના સ્ટાફ, ડ્રાઈવર્સ સહિત ચૂંટણી સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિને કેશલેસ સારવાર મળશે.

  આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી પહેલા ચૂંટણી અધિકારીઓ માટે સારા સમાચાર લઈને આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા પાસ કરાયેલા ઠરાવ અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજારનાર અધિકારીઓને કેશલેસ સારવાર મળશે. ચૂંટણી દરમિયાન જો કોઈ પણ અધિકારીઓની તબિયત બગડે અને સારવાર અર્થે ખસેડવામાં આવે તો તેમને કેશલેસ સારવાર મળશે. આ ઠરાવ અંતર્ગત પોલીસ કર્મચારીએ, ફરજ બજાવી રહેલા પોલીસ દળના સ્ટાફ, ડ્રાઈવર્સ સહિત ચૂંટણી સાથે જોડાયેલ પ્રત્યેક વ્યક્તિને કેશલેસ સારવાર મળશે.

  7/10
 • સ્ટુડન્ટ ઓફ ધી યર ટુનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. પોતાની એક્શન અને ડાન્સ સ્કીલ્સને કારણે પ્રખ્યાત બની ચૂકેલા ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 2નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મ સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં ત્રણે ત્રણ સ્ટાર્સ જબરજસ્ત લૂકમાં દેખાઈ રહ્યા છે.

  સ્ટુડન્ટ ઓફ ધી યર ટુનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. પોતાની એક્શન અને ડાન્સ સ્કીલ્સને કારણે પ્રખ્યાત બની ચૂકેલા ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 2નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મ સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં ત્રણે ત્રણ સ્ટાર્સ જબરજસ્ત લૂકમાં દેખાઈ રહ્યા છે.

  8/10
 • વોડાફોન અને આઈડિયા બાદ હવે એરટેલ અને ટાટા ટેલી મર્જ થઈ રહ્યાં છે. દૂરસંચાર વિભાગે ભારતી એરટેલ અને ટાટા ટેલિને મર્જરની મંજૂરી આપી છે. દૂર સંચાર કંપનીએ આપેલી મંજૂરી બાદ એરટેલને 7,200 કરોડ રુપિયા બેન્ક ગેરેન્ટી તરીકે જમા કરાવવા આદેશ કરાયો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ અનુસાર મનોજ સિંહા જે દૂરસંચાર પ્રધાન છે તેમણે 9 એપ્રિલે મર્જરની મંજૂરી આપી હતી

  વોડાફોન અને આઈડિયા બાદ હવે એરટેલ અને ટાટા ટેલી મર્જ થઈ રહ્યાં છે. દૂરસંચાર વિભાગે ભારતી એરટેલ અને ટાટા ટેલિને મર્જરની મંજૂરી આપી છે. દૂર સંચાર કંપનીએ આપેલી મંજૂરી બાદ એરટેલને 7,200 કરોડ રુપિયા બેન્ક ગેરેન્ટી તરીકે જમા કરાવવા આદેશ કરાયો છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ અનુસાર મનોજ સિંહા જે દૂરસંચાર પ્રધાન છે તેમણે 9 એપ્રિલે મર્જરની મંજૂરી આપી હતી

  9/10
 • કોલકાતાના ઈડન ગાર્ડન પર કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે.  દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

  કોલકાતાના ઈડન ગાર્ડન પર કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે.  દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના આખા દિવસમાં શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK