બપોરના 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Published: Apr 18, 2019, 14:58 IST | Vikas Kalal
 • દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાનો અંત આવ્યો છે. કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે કે કોંગ્રેસ આમ સાથે ગઠબંધન કરશે નહી. આ વિશે રાહુલ ગાંધીએ રિપોર્ટ પણ આપવામાં આવી છે. આ વિશે દિલ્હીનો કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ દિલ્હીની તમામ સીટો પરથી લડશે.

  દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની ચર્ચાનો અંત આવ્યો છે. કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે કે કોંગ્રેસ આમ સાથે ગઠબંધન કરશે નહી. આ વિશે રાહુલ ગાંધીએ રિપોર્ટ પણ આપવામાં આવી છે. આ વિશે દિલ્હીનો કોંગ્રેસ પ્રભારી પીસી ચાકોએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ દિલ્હીની તમામ સીટો પરથી લડશે.

  1/10
 • બીજેપી પ્રવક્તા અને રાજ્યસભાના સદસ્ય જીવીએલ નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ બૂટ ફેકવાનો બનાવ બન્યો છે. નરસિમ્હા રાવ ભોપાલમાં એક કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે ડૉ. શક્તિ ભાર્ગવ નામની એક વ્યક્તિ નામની વ્યક્તિએ તેમની પર બુટ ફેક્યું હતું. પોલીસ દ્વારા આ વિશે વધુ પૂછતાછ હાથ ધરવામાં આવી છે.

  બીજેપી પ્રવક્તા અને રાજ્યસભાના સદસ્ય જીવીએલ નરસિમ્હા રાવ પર એક વ્યક્તિએ બૂટ ફેકવાનો બનાવ બન્યો છે. નરસિમ્હા રાવ ભોપાલમાં એક કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે ડૉ. શક્તિ ભાર્ગવ નામની એક વ્યક્તિ નામની વ્યક્તિએ તેમની પર બુટ ફેક્યું હતું. પોલીસ દ્વારા આ વિશે વધુ પૂછતાછ હાથ ધરવામાં આવી છે.

  2/10
 • સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢથી નામાંકન ભર્યું છે. આઝમગઢમાં અખિલેશ યાદવનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીથીં તે બૈઠૌલી તિરાહાના દક્ષિણમાં જનસભાને સંબોધશે. અખિલેશ યાદવ કોઈ પ્રાઈવેટ પ્લેનથી અમૌસી એરપોર્ટ પર પહોચ્યા હતા.

  સપા અધ્યક્ષ અખિલેશ યાદવે આઝમગઢથી નામાંકન ભર્યું છે. આઝમગઢમાં અખિલેશ યાદવનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીથીં તે બૈઠૌલી તિરાહાના દક્ષિણમાં જનસભાને સંબોધશે. અખિલેશ યાદવ કોઈ પ્રાઈવેટ પ્લેનથી અમૌસી એરપોર્ટ પર પહોચ્યા હતા.

  3/10
 • પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે ખાટ માટે પ્રચાર કરવા ગયેલા હાર્દિક પટેલનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ હેલિકોપ્ટર દ્વારા મહીસાગર પહોચવાના હતા જેને કારણે ખેતરમાં રાતોરાત  હેલિપેડ તૈયાર કરાયું હતું જેના કારણે  મહીસાગરના એડિશનલ કમિશ્નર દ્વારા હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી રદ્દ કરવી પડી હતી.

  પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે ખાટ માટે પ્રચાર કરવા ગયેલા હાર્દિક પટેલનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ હેલિકોપ્ટર દ્વારા મહીસાગર પહોચવાના હતા જેને કારણે ખેતરમાં રાતોરાત  હેલિપેડ તૈયાર કરાયું હતું જેના કારણે  મહીસાગરના એડિશનલ કમિશ્નર દ્વારા હેલિકોપ્ટરને ઉતારવાની મંજૂરી રદ્દ કરવી પડી હતી.

  4/10
 • અમદાવાદની સાબરમતી નદીમાંથી જૂની ચલણી નોટ મળી આવતા ચકચાર મચી છે. સાબરમતી નદીમાંથી 13 લાખની કિંમતની જૂની ચલણી નોટ મળી આવી છે. 500 અને 1 હજારની સંખ્યાબંધ નોટ આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. જો કે પોલીસ ગણતરી કરીને કુલ આંકડો જાહેર કરશે.મળતી માહિતી પ્રમાણે અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં સાબરમતી નદીના પટમાંથી આ જૂની નોટ મળી આવી છે. જો કે આ નોટ કોણ ફેંકી ગયું ક્યારે ફેંકી ગયું તે અંગે હજી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની શંકા છે કે પકડાઈ જવાના ડરે કોઈ વ્યક્તિએ નોટોના બંડલ પાણીમાં ફેંકી દીધા હોઈ શકે છે.

  અમદાવાદની સાબરમતી નદીમાંથી જૂની ચલણી નોટ મળી આવતા ચકચાર મચી છે. સાબરમતી નદીમાંથી 13 લાખની કિંમતની જૂની ચલણી નોટ મળી આવી છે. 500 અને 1 હજારની સંખ્યાબંધ નોટ આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. જો કે પોલીસ ગણતરી કરીને કુલ આંકડો જાહેર કરશે.મળતી માહિતી પ્રમાણે અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં સાબરમતી નદીના પટમાંથી આ જૂની નોટ મળી આવી છે. જો કે આ નોટ કોણ ફેંકી ગયું ક્યારે ફેંકી ગયું તે અંગે હજી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસની શંકા છે કે પકડાઈ જવાના ડરે કોઈ વ્યક્તિએ નોટોના બંડલ પાણીમાં ફેંકી દીધા હોઈ શકે છે.

  5/10
 • બે દિવસની રાહત બાદ રાજ્યના નાગરિકોએ ફરી સૂરજનો તાપ સહન કરવો પડશે. રાજ્યના નાગરિકોએ ફરી ગરમીમાં તપવા તૈયાર થઈ જવું પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં શુક્રવારથી તાપમાનમાં વધારો થઈ શકે છે.

  બે દિવસની રાહત બાદ રાજ્યના નાગરિકોએ ફરી સૂરજનો તાપ સહન કરવો પડશે. રાજ્યના નાગરિકોએ ફરી ગરમીમાં તપવા તૈયાર થઈ જવું પડશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં શુક્રવારથી તાપમાનમાં વધારો થઈ શકે છે.

  6/10
 • સુરત શહેરના ઉચ્છલ તાલુકામાં આવેલ બસ સ્ટેન્ડ પાસે એક બસમાં મુસાફરી કરતા યુવકના પેન્ટમાં મુકેલ મોબાઈલની બેટરી અચાનક ફાટતા બસમાં સવાર મુસાફરી કરી રહેલા મુસાફરોમાં અફડાતફડી મચી ગઈ હતી. મોબાઇલની બેટરી ફાટવાની ઘટનામાં 3થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ઇજા પામેલા લોકોમાંથી 2ને ઉચ્છલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા.

  સુરત શહેરના ઉચ્છલ તાલુકામાં આવેલ બસ સ્ટેન્ડ પાસે એક બસમાં મુસાફરી કરતા યુવકના પેન્ટમાં મુકેલ મોબાઈલની બેટરી અચાનક ફાટતા બસમાં સવાર મુસાફરી કરી રહેલા મુસાફરોમાં અફડાતફડી મચી ગઈ હતી. મોબાઇલની બેટરી ફાટવાની ઘટનામાં 3થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. ઇજા પામેલા લોકોમાંથી 2ને ઉચ્છલની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા.

  7/10
 • નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર મધુર ભંડારકરે સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમૂર પર ફિલ્મ બનાવવાને લઇને પોતાની વાત સામે મૂકી છે. આ ખબરને તેમણે નકારી દીધી છે. તેમણે કહ્યું કે તે તૈમૂર પર કોઇ ફિલ્મ નથી બનાવતા. આ રિપોર્ટ્સ ખોટાં છે. છેલ્લા ઘણા સમયથી તૈમૂરની ફિલ્મને લઇને ચાલી રહેલી ચર્ચાનો ધી એન્ડ આવી ગયો છે. ફિલ્મ મેકર મધુર ભંડારકરે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમ્યાન તેને તૈમૂરની ફિલ્મ અંગે પુછવામાં આવેલા પ્રશ્નમાં મધુર ભંડારકરે ખુલીને જવાબ આપ્યો હતો.

  નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર મધુર ભંડારકરે સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા તૈમૂર પર ફિલ્મ બનાવવાને લઇને પોતાની વાત સામે મૂકી છે. આ ખબરને તેમણે નકારી દીધી છે. તેમણે કહ્યું કે તે તૈમૂર પર કોઇ ફિલ્મ નથી બનાવતા. આ રિપોર્ટ્સ ખોટાં છે. છેલ્લા ઘણા સમયથી તૈમૂરની ફિલ્મને લઇને ચાલી રહેલી ચર્ચાનો ધી એન્ડ આવી ગયો છે. ફિલ્મ મેકર મધુર ભંડારકરે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમ્યાન તેને તૈમૂરની ફિલ્મ અંગે પુછવામાં આવેલા પ્રશ્નમાં મધુર ભંડારકરે ખુલીને જવાબ આપ્યો હતો.

  8/10
 • IPL 2019માં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. બન્ને ટીમો 10 પોઈન્ટ સાથે બરાબરી પર છે અને બન્ને ટીમો પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન માટે મેદાન પર ઉતરશે. 

  IPL 2019માં આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. બન્ને ટીમો 10 પોઈન્ટ સાથે બરાબરી પર છે અને બન્ને ટીમો પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન માટે મેદાન પર ઉતરશે. 

  9/10
 • 30 મેથી શરુ થનારા વર્લ્ડ કપ માટે શ્રીલંકાએ પોતાની ટીમ જાહેર કરી છે. શ્રીલંકાની ટીમ તદ્દન નવી છે. છેલ્લા ઘણા સમયથી શ્રીલંકન ટીમનું પરફોર્મન્સ ચિંતાનો વિષય હતું જો કે છેલ્લી અમુક સિરીઝ ટીમ માટે સારી રહી હતી. ટીમમાં જુના અને અનુભવી પ્લેયર્સની ખોટ આ વર્લ્ડ કપમાં વર્તાશે.

  30 મેથી શરુ થનારા વર્લ્ડ કપ માટે શ્રીલંકાએ પોતાની ટીમ જાહેર કરી છે. શ્રીલંકાની ટીમ તદ્દન નવી છે. છેલ્લા ઘણા સમયથી શ્રીલંકન ટીમનું પરફોર્મન્સ ચિંતાનો વિષય હતું જો કે છેલ્લી અમુક સિરીઝ ટીમ માટે સારી રહી હતી. ટીમમાં જુના અને અનુભવી પ્લેયર્સની ખોટ આ વર્લ્ડ કપમાં વર્તાશે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યારસુધી શું બન્યું. ક્યાં મુદ્દા ચર્ચામાં રહ્યા. તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK