એક ક્લિકમાં વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Mar 21, 2019, 15:03 IST | Sheetal Patel
 • આજે હોળીના પર્વના દિવસે ફાગણી પૂનમ સમયે ડાકોર અને તેની આસપાસના સમગ્ર વિસ્તાર જાણે કે રણછોડમય બન્યાનું અદ્ભુત દૃશ્ય જોવા મળી રહ્યું છે. આ ભીડમાં દરવર્ષે વધારો થતો જોવા મળે છે. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયના દર્શનાર્થે હજારોની સંખ્યામાં વિવિધ સ્થળોથી પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. જુદાં જુદાં સ્થળેથી આવતાં લોકોની પદયાત્રા દરમિયાન લોકોમાં એક જ નાદ જાણે ગૂંજતો સાંભળવા મળે છે અને તે છે ‘ડાકોરમાં કોણ છે.... રાજા રણછોડ છે...’ અને બીજું ‘જય રણછોડ, માખણચોર’.

  આજે હોળીના પર્વના દિવસે ફાગણી પૂનમ સમયે ડાકોર અને તેની આસપાસના સમગ્ર વિસ્તાર જાણે કે રણછોડમય બન્યાનું અદ્ભુત દૃશ્ય જોવા મળી રહ્યું છે. આ ભીડમાં દરવર્ષે વધારો થતો જોવા મળે છે. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયના દર્શનાર્થે હજારોની સંખ્યામાં વિવિધ સ્થળોથી પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. જુદાં જુદાં સ્થળેથી આવતાં લોકોની પદયાત્રા દરમિયાન લોકોમાં એક જ નાદ જાણે ગૂંજતો સાંભળવા મળે છે અને તે છે ‘ડાકોરમાં કોણ છે.... રાજા રણછોડ છે...’ અને બીજું ‘જય રણછોડ, માખણચોર’.

  1/10
 • વડોદરા પ્રશાસન દ્વારા હોળી ધુળેટી નિમિત્તે લોકોના નદીઓમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વડોદરામાં આવેલ લાંછનપુર, સિંધરોટ ચેકડેમ, નારેશ્વર, દિવેર અને મઢી આ વિસ્તારોમાં હોળી ધુળેટીના અવસરે પ્રશાસન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. વડોદરામાં હોળી ધુળેટી પર્વ નિમિત્તે લોકો નદીઓમાં નહાવા જતાં કેટલાક લોકોના ડૂબી જવાના બનાવો બન્યા હોવાથી પ્રશાસને અગમચેતીના પગલાં રૂપે આ પર્વ દરમિયાન કોઈપણ વ્યક્તિએ નદીએ નહાવા જવું નહીં. બે દિવસ માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  વડોદરા પ્રશાસન દ્વારા હોળી ધુળેટી નિમિત્તે લોકોના નદીઓમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વડોદરામાં આવેલ લાંછનપુર, સિંધરોટ ચેકડેમ, નારેશ્વર, દિવેર અને મઢી આ વિસ્તારોમાં હોળી ધુળેટીના અવસરે પ્રશાસન દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. વડોદરામાં હોળી ધુળેટી પર્વ નિમિત્તે લોકો નદીઓમાં નહાવા જતાં કેટલાક લોકોના ડૂબી જવાના બનાવો બન્યા હોવાથી પ્રશાસને અગમચેતીના પગલાં રૂપે આ પર્વ દરમિયાન કોઈપણ વ્યક્તિએ નદીએ નહાવા જવું નહીં. બે દિવસ માટે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  2/10
 • ધૂળેટીના પર્વ નિમિત્તે એક તરફ દેશ ખુશીઓ મનાવી રહ્યો છે. ત્યારે પોરબંદરના પરિવાર માટે આ દિવસ કાળ સમાન સાબિત થયો છે. રાજસ્થાનના પુલવા નજીક થયેલા અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત નીપજ્યા છે, તો 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લાના 15 સિનિયર સિટિઝનો દેશમાં શાંતિના સંદેશા સાથે પોરબંદરથી હરિદ્વાર 1700 કિમીની પદયાત્રા કરવા નીકળ્યા હતા. તમામ સિનિયર સિટીઝન 6 માર્ચના રોજ પોરબંદરના સુદામા ચોકથી નીકળ્યા હતા.

  ધૂળેટીના પર્વ નિમિત્તે એક તરફ દેશ ખુશીઓ મનાવી રહ્યો છે. ત્યારે પોરબંદરના પરિવાર માટે આ દિવસ કાળ સમાન સાબિત થયો છે. રાજસ્થાનના પુલવા નજીક થયેલા અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત નીપજ્યા છે, તો 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે પોરબંદર જિલ્લાના 15 સિનિયર સિટિઝનો દેશમાં શાંતિના સંદેશા સાથે પોરબંદરથી હરિદ્વાર 1700 કિમીની પદયાત્રા કરવા નીકળ્યા હતા. તમામ સિનિયર સિટીઝન 6 માર્ચના રોજ પોરબંદરના સુદામા ચોકથી નીકળ્યા હતા.

  3/10
 • હોળીના દિવસે શહેરમાં ઉત્સાહનું વાતાવરણ દેખાઈ રહ્યું છે, ત્યાં વાપીની જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટમાં બે મજૂરનાં મોત થતા કાળો દિવસ લાગી રહ્યો છે. વાપીમાં GIDC ખાતે આવેલી કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં પાંચ જેટલા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જય કેમિકલ કંપનીમાં થયેલા ધડાકાના પગલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બ્લાસ્ટ અને મોતને પગલે કંપનીમાં કામ કરતા અન્ય કામદારોમાં રોષ વ્યાપી ગયો.

  હોળીના દિવસે શહેરમાં ઉત્સાહનું વાતાવરણ દેખાઈ રહ્યું છે, ત્યાં વાપીની જય કેમિકલ કંપનીમાં બ્લાસ્ટમાં બે મજૂરનાં મોત થતા કાળો દિવસ લાગી રહ્યો છે. વાપીમાં GIDC ખાતે આવેલી કેમિકલ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં પાંચ જેટલા મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. જય કેમિકલ કંપનીમાં થયેલા ધડાકાના પગલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. બ્લાસ્ટ અને મોતને પગલે કંપનીમાં કામ કરતા અન્ય કામદારોમાં રોષ વ્યાપી ગયો.

  4/10
 • પાકિસ્તાને ફરી એકવાર પોત પ્રકાશ્યું છે. એક તરફ દેશ ધૂળેટીનું પર્વ ઉજવી રહ્યો છે, બીજી તરફ પાકિસ્તાને આજના દિવસે પણ સરહદ પર સીઝ ફાયરનો ભંગ કર્યો છે. અખનૂર સીમા નજીક કેરી બટલ વિસ્તારમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. એકાએક થયેલ ગોળીબારનો જવાબ આપતાં એક જવાન શહીદ થયો. શહીદ જવાન માનતલાઈ ચિનૈનીનો નિવાસી રાઈફલમેન યશપાલ હતો.

  પાકિસ્તાને ફરી એકવાર પોત પ્રકાશ્યું છે. એક તરફ દેશ ધૂળેટીનું પર્વ ઉજવી રહ્યો છે, બીજી તરફ પાકિસ્તાને આજના દિવસે પણ સરહદ પર સીઝ ફાયરનો ભંગ કર્યો છે. અખનૂર સીમા નજીક કેરી બટલ વિસ્તારમાં પાકિસ્તાને ગોળીબાર કર્યો છે. એકાએક થયેલ ગોળીબારનો જવાબ આપતાં એક જવાન શહીદ થયો. શહીદ જવાન માનતલાઈ ચિનૈનીનો નિવાસી રાઈફલમેન યશપાલ હતો.

  5/10
 • વિશ્વની મહાસત્તા અમેરિકાએ પાકિસ્તાનને વધુ એક વખત ચેતવણી આપી છે. ભારતનો પક્ષ લઈને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. વ્હાઈટ હાઉસે એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે,'હવે પાકિસ્તાન જો ભારત પર હુમલો કરશે, તો મોંઘો પડશે' વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું કે પાકિસ્તાને આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. ભારત-પાકિસ્તાન ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો તણાવ ન સર્જાય, તે માટે જરૂરી છે કે પાકિસ્તાન ખાસ તો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા વિરુદ્ધ આકરા પગલાં લે. અમેરિકાએ કહ્યું કે જો હવે ભારત પર કોઈપણ આતંકવાદી હુમલો થશે તો પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જશે.

  વિશ્વની મહાસત્તા અમેરિકાએ પાકિસ્તાનને વધુ એક વખત ચેતવણી આપી છે. ભારતનો પક્ષ લઈને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. વ્હાઈટ હાઉસે એક નિવેદન બહાર પાડીને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું છે,'હવે પાકિસ્તાન જો ભારત પર હુમલો કરશે, તો મોંઘો પડશે' વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ બુધવારે જણાવ્યું કે પાકિસ્તાને આતંકી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. ભારત-પાકિસ્તાન ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો તણાવ ન સર્જાય, તે માટે જરૂરી છે કે પાકિસ્તાન ખાસ તો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા વિરુદ્ધ આકરા પગલાં લે. અમેરિકાએ કહ્યું કે જો હવે ભારત પર કોઈપણ આતંકવાદી હુમલો થશે તો પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જશે.

  6/10
 • સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ પ્રિયંકા ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીઓના પગલે ઉત્તર પ્રદેશ માટે પ્રચારમાં વ્યસ્ત છે અને મુશ્કેલીમાં ફંસતી નજર આવી રહી છે. હકીકતમાં, કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિરૂદ્ધ રાષ્ટ્રીય ધ્વજના અપમાન પર દિલ્હીના બવાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમા ફરિયાદ કરનારે પ્રિયંકા ગાંધી પર બનારસમાં ગંગા યાત્રા દરમિયાન ત્રિરંગાના અપમાનનો આરોપ લગાવ્યો છે. ફરિયાદકર્તા પ્રવિણ દબાસ એક વકીલ છે અને એમણે આ બાબત માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ પ્રિયંકા ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીઓના પગલે ઉત્તર પ્રદેશ માટે પ્રચારમાં વ્યસ્ત છે અને મુશ્કેલીમાં ફંસતી નજર આવી રહી છે. હકીકતમાં, કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા વિરૂદ્ધ રાષ્ટ્રીય ધ્વજના અપમાન પર દિલ્હીના બવાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આમા ફરિયાદ કરનારે પ્રિયંકા ગાંધી પર બનારસમાં ગંગા યાત્રા દરમિયાન ત્રિરંગાના અપમાનનો આરોપ લગાવ્યો છે. ફરિયાદકર્તા પ્રવિણ દબાસ એક વકીલ છે અને એમણે આ બાબત માટે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

  7/10
 • આખો દેશ આજે રંગોનો પર્વ ધૂળેટી ઉજવી રહ્યો છે. રાજકીય નેતાઓથી લઈ સેલિબ્રિટીઝ પણ ધૂળેટીના દિવસે રંગોમાં રંગાઈ રહ્યા છે. ત્યારે દેશનું સેન્સેશન બનેલો તૈમુર અલી ખાન પણ ધૂળેટીની મજા લઈ રહ્યો છે. તૈમુર અલી ખાને આજે પાપારાઝી સાથે ધૂળેટી મનાવી છે. તૈમુરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પિચકારી લઈને પાપારાઝીઓને પલાળતો દેખાઈ રહ્યો છે. પટૌડી ફેમિલિનો જુનિયર નવાબ તૈમુર અલી ખાન પોતાની ગેલેરીમાંથી પાપારાઝીઓ સાથે હોળી રમી રહ્યો છે. તૈમુર પોતાની નાની સાથે દેખાયો. પિચકારી અને વૉટર ગનથી તૈમુરે પાપારાઝીઓને પલાળવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન તૈમુરની નેની પણ તેની સાથે જ હતી. 

  આખો દેશ આજે રંગોનો પર્વ ધૂળેટી ઉજવી રહ્યો છે. રાજકીય નેતાઓથી લઈ સેલિબ્રિટીઝ પણ ધૂળેટીના દિવસે રંગોમાં રંગાઈ રહ્યા છે. ત્યારે દેશનું સેન્સેશન બનેલો તૈમુર અલી ખાન પણ ધૂળેટીની મજા લઈ રહ્યો છે. તૈમુર અલી ખાને આજે પાપારાઝી સાથે ધૂળેટી મનાવી છે. તૈમુરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પિચકારી લઈને પાપારાઝીઓને પલાળતો દેખાઈ રહ્યો છે. પટૌડી ફેમિલિનો જુનિયર નવાબ તૈમુર અલી ખાન પોતાની ગેલેરીમાંથી પાપારાઝીઓ સાથે હોળી રમી રહ્યો છે. તૈમુર પોતાની નાની સાથે દેખાયો. પિચકારી અને વૉટર ગનથી તૈમુરે પાપારાઝીઓને પલાળવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન તૈમુરની નેની પણ તેની સાથે જ હતી. 

  8/10
 • ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી Prime Minister of India Narendra Modi પર બનેલી બાયોપિકના ટ્રેલરની દેશભરના લોકો આતુરતાથી રાહ જોવાઈ રહ્યા હતા. લોકોની આ આતુરતાનો અંત આવ્યો છે. આવી ગયું છે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું ટ્રેલર જેમાં પીએમ મોદીના જીવનની ઝલક જોવા મળે છે. બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય સ્ટારર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરમાં વિવેક ઓબેરૉયની શાનદાર એક્ટિંગથી ફિલ્મને જોવાનો ઉત્સાહ વધી જાય છે.

  ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી Prime Minister of India Narendra Modi પર બનેલી બાયોપિકના ટ્રેલરની દેશભરના લોકો આતુરતાથી રાહ જોવાઈ રહ્યા હતા. લોકોની આ આતુરતાનો અંત આવ્યો છે. આવી ગયું છે પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકનું ટ્રેલર જેમાં પીએમ મોદીના જીવનની ઝલક જોવા મળે છે. બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય સ્ટારર ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરમાં વિવેક ઓબેરૉયની શાનદાર એક્ટિંગથી ફિલ્મને જોવાનો ઉત્સાહ વધી જાય છે.

  9/10
 • ગુગલને 1600 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયનને પ્રતિસ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન કરવા માટે અમેરિકાની કંપની ગૂગલ પર 149 કરોડ યુરો એટલે લગભગ 11,600 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ગૂગલ પર આરોપ છે કે ઓનલાઈન સર્ચ જાહેરતમાં તે પ્રતિસ્પર્ધી કંપનીઓની જાહેરાતને બ્લોક કરે છે. યુનિયને કહ્યું કે ગૂગલે માર્કેટમાં તેના દબદબાનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યો છે. બે વર્ષમાં યુરોપિયન યુનિયને ગૂગલ પર ત્રીજી વખત દંડ લગાવ્યો છે.

  ગુગલને 1600 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયનને પ્રતિસ્પર્ધા કાયદાનું ઉલ્લંઘન કરવા માટે અમેરિકાની કંપની ગૂગલ પર 149 કરોડ યુરો એટલે લગભગ 11,600 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ગૂગલ પર આરોપ છે કે ઓનલાઈન સર્ચ જાહેરતમાં તે પ્રતિસ્પર્ધી કંપનીઓની જાહેરાતને બ્લોક કરે છે. યુનિયને કહ્યું કે ગૂગલે માર્કેટમાં તેના દબદબાનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યો છે. બે વર્ષમાં યુરોપિયન યુનિયને ગૂગલ પર ત્રીજી વખત દંડ લગાવ્યો છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK