આજના 3 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

Updated: Apr 30, 2019, 14:59 IST | Bhavin
 • ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ સુજલામ સુફલામ યોજનાને વેગવંતી બનાવવા માટે CM રૂપાણીએ બેઠક કરી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મિશન પર ફરી કામે લાગી જવા માટે માર્ગદર્શન આપવામાંઆવ્યું. તંત્રને પણ ખાસ નિર્દેશો આપવામાં આવ્યું. રાજ્યમાં 23 ફેબ્રુઆરીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત 330 કરોડના ખર્ચે 13834 કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.14 હજાર લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધારવાના લક્ષ્ય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.


  ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ સુજલામ સુફલામ યોજનાને વેગવંતી બનાવવા માટે CM રૂપાણીએ બેઠક કરી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં મિશન પર ફરી કામે લાગી જવા માટે માર્ગદર્શન આપવામાંઆવ્યું. તંત્રને પણ ખાસ નિર્દેશો આપવામાં આવ્યું. રાજ્યમાં 23 ફેબ્રુઆરીથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેના અંતર્ગત 330 કરોડના ખર્ચે 13834 કામો હાથ ધરવામાં આવી રહ્યા છે.14 હજાર લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધારવાના લક્ષ્ય સાથે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

  1/11
 • રાજ્યમાં હાલ ઉનાળો આકરા પાણીએ છે. સતત વધતું જતું તાપમાન રાજ્યના નાગરિકોને તોબા પોકારાવી રહ્યું છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના નાગરિકોને આગામી 5 દિવસ ગરમીથી રાહત મળી શકે છે.

  રાજ્યમાં હાલ ઉનાળો આકરા પાણીએ છે. સતત વધતું જતું તાપમાન રાજ્યના નાગરિકોને તોબા પોકારાવી રહ્યું છે. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના નાગરિકોને આગામી 5 દિવસ ગરમીથી રાહત મળી શકે છે.

  2/11
 • રસ્તા પર થૂંકનારાઓ સાવધાન થઈ જજો. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરને વધુ ગંદુ થતું બચાવવા માટે ખાસ પ્લાન કર્યો છે. તાજેતરમાં જ એક વ્યક્તિને રસ્તા પર થૂંકવા માટે મેમો આપવામાં આવ્યો હતો. અને હવે મહાનગરપાલિકાએ હવે જાગૃતિ લાવવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાત પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારી વિપુલ અગરવાલે પણ AMCની આ ડ્રાઈવને શાયરાના અંદાજમાં સપોર્ટ કર્યો

  રસ્તા પર થૂંકનારાઓ સાવધાન થઈ જજો. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરને વધુ ગંદુ થતું બચાવવા માટે ખાસ પ્લાન કર્યો છે. તાજેતરમાં જ એક વ્યક્તિને રસ્તા પર થૂંકવા માટે મેમો આપવામાં આવ્યો હતો. અને હવે મહાનગરપાલિકાએ હવે જાગૃતિ લાવવા માટે ખાસ પ્લાન તૈયાર કર્યો છે. ગુજરાત પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારી વિપુલ અગરવાલે પણ AMCની આ ડ્રાઈવને શાયરાના અંદાજમાં સપોર્ટ કર્યો

  3/11
 • રાજ્યની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવા મામલે હાઈકોર્ટે રિપોર્ટ માગયો છે. હાઈકોર્ટે 17 જૂન સુધીમાં આ મામલે એક્શન ટેકન રિપોર્ટ માગ્યો છે. હજી સુધી સ્કૂલોમાં સીસીટીવી કેમેરા ન લગાવાતા ગુજરાત હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો છે.

  રાજ્યની તમામ સરકારી અને ખાનગી સ્કૂલોમાં CCTV કેમેરા લગાવવા મામલે હાઈકોર્ટે રિપોર્ટ માગયો છે. હાઈકોર્ટે 17 જૂન સુધીમાં આ મામલે એક્શન ટેકન રિપોર્ટ માગ્યો છે. હજી સુધી સ્કૂલોમાં સીસીટીવી કેમેરા ન લગાવાતા ગુજરાત હાઈકોર્ટે રિપોર્ટ માગ્યો છે.

  4/11
 • હિમ માનવ એટલે કે યેતિના હોવા ના હોવા અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. કટેલીક વાર દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં હિમ માનવ દેખાયો હોવાની ઘટનાઓ સામે આવતી રહી. જો કે તેના કોઈ પુરાવા નહોતા મળ્યા. સદીઓથી માન્યતા છે કે હિમાલયની ગુફાઓમાં આજે પણ હિમ માનવ રહે છે. જો કે તેના કોઈ પાક્કા પુરાવા નહોતા મળી રહ્યા. ત્યારે હવે પહેલીવાર ભારતીય સૈન્યએ હિમ માનવ હોવાનો દાવો કર્યો છે.

  હિમ માનવ એટલે કે યેતિના હોવા ના હોવા અંગે લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. કટેલીક વાર દુનિયાના જુદા જુદા વિસ્તારોમાં હિમ માનવ દેખાયો હોવાની ઘટનાઓ સામે આવતી રહી. જો કે તેના કોઈ પુરાવા નહોતા મળ્યા. સદીઓથી માન્યતા છે કે હિમાલયની ગુફાઓમાં આજે પણ હિમ માનવ રહે છે. જો કે તેના કોઈ પાક્કા પુરાવા નહોતા મળી રહ્યા. ત્યારે હવે પહેલીવાર ભારતીય સૈન્યએ હિમ માનવ હોવાનો દાવો કર્યો છે.

  5/11
 • પ્રીતિ ઝિન્ટાના પૂર્વ બોયફ્રેન્ડ અને આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબના કો ઓનર નેસ વાડિયાને જાપાનની કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની કોર્ટે નેસ વાડિયાને સજા ફટકારી છે. વાડિયાને માર્ચ મહિનામાં હોક્કાઈડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પરથી પકડવામાં આવ્યા હતા. વાડિયાને સજા થયા બાદ વાડિયા ગ્રુપના શૅર 17 ટકા ઘટ્યા છે.

  પ્રીતિ ઝિન્ટાના પૂર્વ બોયફ્રેન્ડ અને આઈપીએલમાં કિંગ્સ ઈલેવન પંજાબના કો ઓનર નેસ વાડિયાને જાપાનની કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની કોર્ટે નેસ વાડિયાને સજા ફટકારી છે. વાડિયાને માર્ચ મહિનામાં હોક્કાઈડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પરથી પકડવામાં આવ્યા હતા. વાડિયાને સજા થયા બાદ વાડિયા ગ્રુપના શૅર 17 ટકા ઘટ્યા છે.

  6/11
 • કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. નાગરિક્તા અંગે સવાલો વચ્ચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી ચે.  રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસે 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. 

  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી છે. નાગરિક્તા અંગે સવાલો વચ્ચે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી ચે.  રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદના આધારે રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવી છે અને તેમની પાસે 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. 

  7/11
 • ઈસ્લામિક સ્ટેટના નેતાએ એક વીડિયો સોમવારે બહાર પાડ્યો જેમાં શ્રીલંકામાં ઈસ્ટરના મોકા પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં 250થી વધુ લોકોના મરવાની પ્રશંસા કરી છે. આ વીડિયો અને કોઈ આતંકી નહી પરંતુ ઈસ્લામિક સ્ટેટ આતંકી સમૂહના નેતા અબુ બકર અલ બગદાદીનો છે. બગદાદીનો આ વીડિયો પાંચ વર્ષ બાદ સામે આવ્યો છે. વીડિયો સામે આવતા જ સનસનાટી મચી ગઈ છે, કારણ કે અનેક વાર બગદાદીના મોતની ખબરો સામે આવી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બગદાદી જેવો દેખાતો શખ્સ શ્રીલંકામાં થયેલા હુમલાને સીરિયા હુમલાનો બદલો ગણાવી રહ્યો છે.

  ઈસ્લામિક સ્ટેટના નેતાએ એક વીડિયો સોમવારે બહાર પાડ્યો જેમાં શ્રીલંકામાં ઈસ્ટરના મોકા પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં 250થી વધુ લોકોના મરવાની પ્રશંસા કરી છે. આ વીડિયો અને કોઈ આતંકી નહી પરંતુ ઈસ્લામિક સ્ટેટ આતંકી સમૂહના નેતા અબુ બકર અલ બગદાદીનો છે. બગદાદીનો આ વીડિયો પાંચ વર્ષ બાદ સામે આવ્યો છે. વીડિયો સામે આવતા જ સનસનાટી મચી ગઈ છે, કારણ કે અનેક વાર બગદાદીના મોતની ખબરો સામે આવી રહી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બગદાદી જેવો દેખાતો શખ્સ શ્રીલંકામાં થયેલા હુમલાને સીરિયા હુમલાનો બદલો ગણાવી રહ્યો છે.

  8/11
 • જાણીતી સિંગર નેહા કક્કડ તાજેતરમાં ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી રહે છે જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો તેના ચાહકો તેની દરેક પોસ્ટની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. નેહા કક્કડ પોતાની સિંગિન્ગ સિવાય સોશિયલ મીડિયા પર વીડિયોઝ શેર કરવા માટે પણ ચર્ચાનો વિષય બની રહે છે. તે પોતાના મસ્તીભર્યા અને નટખટ વીડિયોઝ લોકો સામે આવતાં હોય છે. ફરી તેનો ક્યૂટ અંદાજ તેના આ નવા વીડિયોમાં જોવા મળે છે. તેનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

  જાણીતી સિંગર નેહા કક્કડ તાજેતરમાં ખૂબ જ ચર્ચાઓમાં છવાયેલી રહે છે જો સોશિયલ મીડિયાની વાત કરીએ તો તેના ચાહકો તેની દરેક પોસ્ટની આતુરતાપૂર્વક રાહ જોતાં હોય છે. નેહા કક્કડ પોતાની સિંગિન્ગ સિવાય સોશિયલ મીડિયા પર વીડિયોઝ શેર કરવા માટે પણ ચર્ચાનો વિષય બની રહે છે. તે પોતાના મસ્તીભર્યા અને નટખટ વીડિયોઝ લોકો સામે આવતાં હોય છે. ફરી તેનો ક્યૂટ અંદાજ તેના આ નવા વીડિયોમાં જોવા મળે છે. તેનો વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

  9/11
 • આજે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઇપીએલ ટુર્નામેન્ટના પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચી ન શકનારી બન્ને ટીમ રાજસ્થાન અને બૅન્ગલોર ગર્વ લેવા માટે રમશે. બૅન્ગલોરની ટીમની કૅપ્ટન્સી ભારતનો કૅપ્ટન વિરાટ કોહલી કરી રહ્યો છે અને તે પહેલી ૬ મૅચ હારી ચૂક્યો હતો. ટુર્નામેન્ટની પહેલી મૅચમાં ચેન્નઈએ તેમને ફક્ત ૭૦ રને આઉટ કરીને આ સીઝનમાં શું થવાનું છે એનો સંકેત આપી દીધો હતો.

  આજે બૅન્ગલોરના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઇપીએલ ટુર્નામેન્ટના પ્લે-ઑફ રાઉન્ડમાં પહોંચી ન શકનારી બન્ને ટીમ રાજસ્થાન અને બૅન્ગલોર ગર્વ લેવા માટે રમશે. બૅન્ગલોરની ટીમની કૅપ્ટન્સી ભારતનો કૅપ્ટન વિરાટ કોહલી કરી રહ્યો છે અને તે પહેલી ૬ મૅચ હારી ચૂક્યો હતો. ટુર્નામેન્ટની પહેલી મૅચમાં ચેન્નઈએ તેમને ફક્ત ૭૦ રને આઉટ કરીને આ સીઝનમાં શું થવાનું છે એનો સંકેત આપી દીધો હતો.

  10/11
 • રાફેલ ડીલ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને ચાર મે સુધીમાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી છ મેના રોજ થશે.

  રાફેલ ડીલ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. જે દરમિયાન સુપ્રીમ કોર્ટે કેંદ્ર સરકારને ચાર મે સુધીમાં એફિડેવિટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી છ મેના રોજ થશે.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

બગદાદીની નવી ક્લિપ, રાહુલ ગાંધીની નાગરિક્તા પર સવાલ, ગરમીથી મળશે રાહત સહિતના તમામ સમાચાર વાંચો એક ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK