આ છે આજના દિવસના સૌથી મહત્વના સમાચાર

Updated: Apr 26, 2019, 19:37 IST | Bhavin
 • મોરબીમાં ગમખ્વાર અકસ્માતે 5 વ્યક્તિઓના ભોગ લીધા છે. ઘટના મોરબીના માળિયા મિયાણા પાસે બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે અકસ્માત મોરબીના માણાબા ગામ પાસે સર્જોય હોત. બે કાર વચ્ચે થયેલા અક્સમાતમાં 5 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કાર ભંગારમાં ફેરવાઈ ચૂકી છે.

  મોરબીમાં ગમખ્વાર અકસ્માતે 5 વ્યક્તિઓના ભોગ લીધા છે. ઘટના મોરબીના માળિયા મિયાણા પાસે બની હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે અકસ્માત મોરબીના માણાબા ગામ પાસે સર્જોય હોત. બે કાર વચ્ચે થયેલા અક્સમાતમાં 5 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને કાર ભંગારમાં ફેરવાઈ ચૂકી છે.

  1/10
 • વડોદરાના વાઘોડિયામાં કાર રેલિંગ તોડીને તળાવમાં ખાબકી. પારુલ કોલેજની સામે જ કાર રેલિંગ તોડીને તળાવમાં ખાબકી હતી. ફાયરના જવાનોએ કારમાં રહેલા બે યુવકોને બહાર કાઢ્યા હતા. જોકે તેમનું મોત નીપજ્યું હતું. સાથે સાથે તળાવમાં ખાબકેલી કારને પણ બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા.


  વડોદરાના વાઘોડિયામાં કાર રેલિંગ તોડીને તળાવમાં ખાબકી. પારુલ કોલેજની સામે જ કાર રેલિંગ તોડીને તળાવમાં ખાબકી હતી. ફાયરના જવાનોએ કારમાં રહેલા બે યુવકોને બહાર કાઢ્યા હતા. જોકે તેમનું મોત નીપજ્યું હતું. સાથે સાથે તળાવમાં ખાબકેલી કારને પણ બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા એકઠાં થયા હતા.

  2/10
 • ત્રણ ત્રણ વાર તારીખ બદાલાયા બાદ આખરે ગુજકેટની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા રાજ્યભરમાં આજે પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યમાં કુલ 1.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. એ ગ્રુપમાં 56,913, એ-બી ગ્રુપમાં 455, બી ગ્રુપમાં 77,478 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. સેન્ટરવાઈજ જોઈે તો અમદાવાદ રુરલના 27 સેનટ્ર પર 6,775 વિદ્યાર્થીઓ, અમદાવાદ સિટીના 53 સેન્ટર પર 11,033 વિદ્યાર્થીઓ, રાજકોટ સેન્ટર પર 9,967 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


  ત્રણ ત્રણ વાર તારીખ બદાલાયા બાદ આખરે ગુજકેટની પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા રાજ્યભરમાં આજે પૂર્ણ થઈ ચૂકી છે. રાજ્યમાં કુલ 1.34 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. એ ગ્રુપમાં 56,913, એ-બી ગ્રુપમાં 455, બી ગ્રુપમાં 77,478 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. સેન્ટરવાઈજ જોઈે તો અમદાવાદ રુરલના 27 સેનટ્ર પર 6,775 વિદ્યાર્થીઓ, અમદાવાદ સિટીના 53 સેન્ટર પર 11,033 વિદ્યાર્થીઓ, રાજકોટ સેન્ટર પર 9,967 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  3/10
 • નારાયણ સાંઈ સામે 2013માં થયેલી દુષ્કર્મની ફરિયાદ સામે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2013માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સામે છેલ્લા 6 વર્ષથી સુનાવણી ચાલુ હતી આજે ચુકાદો આવવાની શક્યતાએ નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં. નારાયણ સાંઈને 30 એપ્રિલે સજા ફટકારવામાં આવશે.


  નારાયણ સાંઈ સામે 2013માં થયેલી દુષ્કર્મની ફરિયાદ સામે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. વર્ષ 2013માં સુરતની સાધિકા બહેનોએ નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદ સામે છેલ્લા 6 વર્ષથી સુનાવણી ચાલુ હતી આજે ચુકાદો આવવાની શક્યતાએ નારાયણ સાંઈને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યા તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા હતાં. નારાયણ સાંઈને 30 એપ્રિલે સજા ફટકારવામાં આવશે.

  4/10
 • મલ્ટીનેશનલ કંપની પેપ્સીકો ઈન્ડિયા હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડે ઈન્ટેલેક્ચ્યુઅલ રાઈટના ભંગ બદલ ઉત્તર ગુજરાતના ચાર ખેડૂતો સામે કોમર્શિયલ કોર્ટમાં એક કરોડનો દાવો કર્યો છે. આ અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન પેપ્સીકોના વકીલે કોર્ટ બહાર સમાધાન માટે તૈયારી બતાવી હતી. જો કે ખેડૂતો કોર્ટ બહાર સમાધાન કરવા તૈયાર છે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મામલે 12 જૂને સુનાવણી થશે.

  મલ્ટીનેશનલ કંપની પેપ્સીકો ઈન્ડિયા હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડે ઈન્ટેલેક્ચ્યુઅલ રાઈટના ભંગ બદલ ઉત્તર ગુજરાતના ચાર ખેડૂતો સામે કોમર્શિયલ કોર્ટમાં એક કરોડનો દાવો કર્યો છે. આ અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન પેપ્સીકોના વકીલે કોર્ટ બહાર સમાધાન માટે તૈયારી બતાવી હતી. જો કે ખેડૂતો કોર્ટ બહાર સમાધાન કરવા તૈયાર છે કે નહીં તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ મામલે 12 જૂને સુનાવણી થશે.

  5/10
 • વડાપ્રધાન મોદી પરના નિવેદનને લઈ ફરી એકવાર રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી વિરુદ્ધ આપેલા નિવેદનને લઈ દિલ્હી કોર્ટે પોલીસ પાસે કામગીરીનો રિપોર્ટ માગ્યો છે. રાહુલ ગાંધી પર પીએમ મોદી વિરુદ્ધ સૈનિકો સંબંધિત અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. આ મામલે 15 મે વધુ સુનાવણી થશે.


  વડાપ્રધાન મોદી પરના નિવેદનને લઈ ફરી એકવાર રાહુલ ગાંધીની મુશ્કેલી વધી શકે છે. રાહુલ ગાંધીએ પીએમ મોદી વિરુદ્ધ આપેલા નિવેદનને લઈ દિલ્હી કોર્ટે પોલીસ પાસે કામગીરીનો રિપોર્ટ માગ્યો છે. રાહુલ ગાંધી પર પીએમ મોદી વિરુદ્ધ સૈનિકો સંબંધિત અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે. આ મામલે 15 મે વધુ સુનાવણી થશે.

  6/10
 • વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભર્યું છે. પાંચ રાજ્યોની સીએમની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના કાળભૈરવ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા.


  વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યા બાદ ઉમેદવારી પત્ર ભર્યું છે. પાંચ રાજ્યોની સીએમની હાજરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. ઉમેદવારી પત્ર ભરતા પહેલા પીએમ મોદીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના કાળભૈરવ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા.

  7/10
 • ક્રિકેટર ગૌતમ ગંભીર અને અભિનેતા સની દેઓલ બાદ હવે વધુ એક સેલિબ્રિટીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પંજાબી સિંગર દલેર મહેંદી ભાજપમાં સામેલ થઈ ગયા છે. જાણીતા પંજાબ ગાયક દલેર મહેંદીએ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા. દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી, કેન્દ્રય પ્રધાન ડૉ હર્ષવર્ધન અને હંસરાજ હંસની હાજરીમાં દલેર મહેંદી ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ભાજપ પંજાબી સિંગર હંસરાજ હંસને દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પર ટિકિટ આપી ચૂક્યુ છે.

  ક્રિકેટર ગૌતમ ગંભીર અને અભિનેતા સની દેઓલ બાદ હવે વધુ એક સેલિબ્રિટીએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. પંજાબી સિંગર દલેર મહેંદી ભાજપમાં સામેલ થઈ ગયા છે. જાણીતા પંજાબ ગાયક દલેર મહેંદીએ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા. દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી, કેન્દ્રય પ્રધાન ડૉ હર્ષવર્ધન અને હંસરાજ હંસની હાજરીમાં દલેર મહેંદી ભાજપમાં જોડાયા હતા. આ પહેલા ભાજપ પંજાબી સિંગર હંસરાજ હંસને દિલ્હીની નોર્થ વેસ્ટ બેઠક પર ટિકિટ આપી ચૂક્યુ છે.

  8/10
 • IPLમાં આજે ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિય ટકરાઈ રહ્યા છે. IPLની 44મી મેચ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાશે. એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિમમાં રમાનારી આ મેચમાં ધોનીની ટીમ છેલ્લી મેચનો હારનો બદલો લેવા ઉતરશે. તો મુંબઈ ઈન્ડિયન્સનો ઈરાદો મેચ જીતીને પ્લે ઓફમાં સ્થાન મજબૂત કરવા પર રહેશે.

  IPLમાં આજે ચેન્નાઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઈન્ડિય ટકરાઈ રહ્યા છે. IPLની 44મી મેચ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાશે. એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિમમાં રમાનારી આ મેચમાં ધોનીની ટીમ છેલ્લી મેચનો હારનો બદલો લેવા ઉતરશે. તો મુંબઈ ઈન્ડિયન્સનો ઈરાદો મેચ જીતીને પ્લે ઓફમાં સ્થાન મજબૂત કરવા પર રહેશે.

  9/10
 • સલમાન ખાને દબંગ 3ની રિલીઝ ડેટ જાહેર કરી છે. સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારત બાદ હવે દબંગ 3 પણ આ જ વર્ષે રિલીઝ થશે. સલમાને દબંગ 3 20 ડિસેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરી છે. સલમાન ખાને ટ્વિટ કરીને આ માહિતી આપી છે.


  સલમાન ખાને દબંગ 3ની રિલીઝ ડેટ જાહેર કરી છે. સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારત બાદ હવે દબંગ 3 પણ આ જ વર્ષે રિલીઝ થશે. સલમાને દબંગ 3 20 ડિસેમ્બરે રિલીઝ કરવાની જાહેરાત કરી છે. સલમાન ખાને ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

રાજકારણથી લઈને રમતગમત સુધી, વિશ્વથી લઈને બોલીવુડ સુધી તમામ ક્ષેત્રના આજના મહત્વના સમાચાર વાંચો એક ક્લિકમાં 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK