અમદાવાદમાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતા રાજુલબેન પાઠકે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, આમ તો ચાર નવરાત્રી હોય છે, એમાંથી ત્રણ નવરાત્રી આપણે આરધ્ય અને ભક્તિથી ઘરમાં બેસીને જ કરતા હોઈએ છે. આ એક નવરાત્રી એવી હોય છે કે આપણે ગરબે રમીને આપણે માતાજીની આરધ્ય કરીએ છીએ, જેની પાછળનું વૈજ્ઞાનિક કારણ એ કહી શકાય કે શરદ ઋતુમાં પરસેવો પાડવો એ આપણા માટે સારુ છે. હાલની પરિસ્થિતિમાં આપણે ઘરમાં રહીને ભક્તિ કરી શકીએ. મોટે પાયે નહીં પણ ઘરમાં નાને પાયે તો ગરબા રમી જ શકીએ છીએ. કોઈ પણ પરિસ્થિતિમાં આપણે શું બેસ્ટ કરી શકીએ તે આપણે કરવું જોઈએ. આપણે કદાચ ભગવાનની વધુ નજીકથી ગરબા રમી શકીએ છીએ. કદાચ આપણા ઘરે ક્યારે આપણે ગરબા નહીં રમ્યા હોય, પણ આ વર્ષે આપણે કરી શકીએ. મને ક્યારેય કલ્પના નહોતી કે મારુ ઘર મંડપ બનશે, પરંતુ આજે તે બન્યું છે.
પોતાની સરળ અને સ્પષ્ટ વાતોથી વિદ્યાર્થીઓને પહેલી જ વારમાં વાત ગળે ઉતરે એવી રીતે સમજાવનારા પ્રોફેસર ફાલ્ગુની ભૂપતાણીએ તેમના દિકરા હૃદય ભૂપતાણી સાથેનો બોરિવલી ઈસ્ટનો આ ફોટો શૅર કરતા કહ્યું કે, આ વૈશ્વિક મહામારી છે, આપણે બધાએ મળીને આનો સામનો કરવા દેશ માટે ઉભા રહીએ અને વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર આવીએ. એક વર્ષ ગરબા ન રમી શકીએ તો ચાલે પરંતુ આપણી ફ્યૂચર જનરેશન માટે કંઈક સારા વેલ્યૂ મૂકીને જઈએ. અપસેટ થવાની બદલે પ્રોબ્લેમને ફેસ કરો. જીવનમાં એક વર્ષ આપણે એવો પણ જોયો જેમાં બધુ વર્ચ્યુઅલ થયું. જીવનમાં એક અનુભવનો ઉમેરો થયો.
બોરિવલી ઈસ્ટના નિવાસી નૂતન ઉપાધ્યાયે પોતાનો ગયા વર્ષનો નવરાત્રીનો ફોટો શૅર કર્યો હતો, તે પણ આ વર્ષે ગરબાને મીસ કરી રહ્યા છે.
દહિંસરના સાવન સાણંદીયા અને રાહુલ મહેતા નાનપણના મિત્રો છે. પોતાના ગ્રુપ સાથે તે દહિંસર અને બોરિવલીના વિવિધ સ્થળોએ ગરબા રમવા જતા હોય છે. ગયા વર્ષનો આ ફોટો શૅર કરતા સાવન સનાડીયાએ કહ્યું કે, ગરબા આ વર્ષે નહીં રમી શકાય તેનુ દુઃખ છે પરંતુ દેશ સહિત વૈશ્વિક ધોરણે કોરોનાનો જે રીતનો કહેર છે એ જોતા એક વર્ષ ગરબા ન રમીને દરેક નાગરિકની સલામતિને પ્રાથમિકતા આપવી જોઈએ.
ગુજરાતમાં સાબરકાંઠામાં આવેલા ભિલોડા અને મોડાસાની નવરાત્રી પણ જોવા જેવી હોય છે.
મોડાસાની નિકીતા જોશીએ તેમની ભિલોડા અને મોડાસાની સખીઓ રશ્મિ પટેલ, કિંજલ પટેલ, મિત્તલ નાયક, નીકિતા પટેલ, પિંકી પંડ્યા, હિના મહેશ્વરી, અદિતી પટેલ, ભૂમિ પટેલ, કિંજલ ભાવસાર, પૂનમ પટેલ, અમિ શાહ સાથેની તસવીરો ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી હતી.
ગુજરાતમાં નવરાત્રી માટે જેટલુ એક્સાઈટમેન્ટ હોય છે એટલુ કદાચ બીજા તહેવારો માટે ન હોય એમ આપણે કહી શકીએ.
નિકીતા જોશીએ કહ્યું કે, અમે દર વર્ષે નવરાત્રીમાં કઈ સ્ટાઈલના કપડા પહેરવા એની થીમ નક્કી કરતા હોય છે અને દરેક ફ્રેન્ડ્સ એ રીતે તૈયાર થતી હોય છે.
ગયા વર્ષે જ વાત કરતા હતા કે વર્ષ 2020ની નવરાત્રીમાં ડબલ ધમાલ કરીશું, પણ કોને ખબર હતી કે કોરોના મહામારી આપણને ગરબાથી દૂર રાખશે.
ફક્ત ફોટા પડાવવા માટે તૈયાર થવુ અને ગરબા રમવા માટે તૈયાર થવુ એ બે અલગ વસ્તુ છે, જે શબ્દોમાં સમજાવી શકાય નહીં.
માતાજીને પ્રાર્થના કરીશું કે આવતા વર્ષ સુધીમાં બધુ સામાન્ય થઈ જાય અને દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે.
ગરબા રમવાની પરવાનગી ગુજરાત સરકારે આપી નથી જોકે આરતીની પરવાનગી હોવાથી સોશ્યલ ડીસ્ટન્સિંગનું પાલન કરીને ફક્ત આરતી જ કરીએ છીએ.
નવરાત્રીમાં ગરબા ન રમી શકવાનું જેટલું દુખ અમને છે કદાચ એનાથી વધારે નાના બાળકોને હશે.
મીરારોડમાં રહેતા રવિ સાંઘાણી અને તેમની પત્ની જસ્મિના સાંઘાણી નવરાત્રીના નવ દિવસ મુંબઈના અલગ અલગ સ્થળોએ ગરબા રમવાની સાથે માતાજીનો આર્શિવાદ પણ લે છે. જોકે આ વર્ષે તે એકેય સેલ્ફી લઈ શક્યા નહીં.
ઘાટકોપર નિવાસી ધર્મેશ ઉપાધ્યાયે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને કહ્યું કે, ગરબા ન રમી શકીએ તેનું દુઃખ છે પરંતુ સૌથી મહત્વનું કંઈહોય તો તે જીવન છે. હાલની મહામારીમાં દરેક વ્યક્તિએ પોતાની અને પોતાના કુટુંબના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ. માતાજીની કૃપાથી આ કપરો સમય પણ પસાર થઈ જશે.
નેસકો ગ્રાઉન્ડમાં ઓજસ પટેલ અને તેના મિત્રો.
અર્પિત પેટેલ અને તેના મિત્રોની આ તસવીર ગયા વર્ષની છે.
ધ્રુમિલ ઉપાધ્યાયે અને તેના મિત્ર રિનીશ દોંગા સાથે ફાલ્ગુની પાઠકના શોની ગયા વર્ષની આ તસવીર શૅર કરી હતી. ધ્રુમિલે પણ કહ્યું કે, આ વખતે માત્ર નવરાત્રી જ નહીં પરંતુ એકેય તહેવાર માટે એક્સાઈટમેન્ટ નથી. લોકોનું સેન્ટિમેન્ટ બગડ્યું છે. મહામારીમાં તમે કોઈ તહેવારને કેવી રીતે એન્જોય કરી શકો?
કાંદિવલી ઈસ્ટની વિધી ચાવડાએ તેનો ગયા વર્ષનો નવરાત્રીનો ફોટો ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરતા કહ્યું હતું કે તે આ વર્ષે નવરાત્રીની રોનકને ખૂબ જ મીસ કરી રહી છે.
બોરિવલી ઈસ્ટની રહેવાસી દૃષ્ટિ ભટ્ટ દર વર્ષે નવરાત્રીમાં વિવિધ ફેમસ ગ્રાઉન્ડમાં ગરબા રમવા જતી હોય છે. જોકે આ વર્ષે કોરોના વાયરસે ગરબાની મજા બગાડી છે.
દહિંસરના નિવાસી આશિષ તિવારીના મતે પણ ગરબાની મજાને મિસ કરવા કરતા વર્તમાન મહામારીમાંથી કેવી રીતે બહાર આવવુ તે તરફ વિચારવું જોઈએ એમ માનવું છે. સોશ્યલ ડીસ્ટન્સિંગ, ફેસ માસ્ક, સેનિટાઈઝર્સનો વારંવાર ઉપયોગ વગેરે આ ‘ન્યૂ નોર્મલ’માં ગરબા રમવું એક જોખમ ગણાય. દરેક વ્યક્તિ નવરાત્રીની રોનકને મિસ કરી રહ્યું છે પરંતુ આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે તે આપણને આ મહામારી સામે લડત આપવા માટે શક્તિ આપે.
વિકી વેલાણી કાંદિવલી વેસ્ટના સાઈનગરમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન સમયે આ ફોટો પાડ્યો હતો.
ઉર્વી ચોટલીયા, હિરેન ચોટલીયા, ભરત વેલાણી, મયુર નાયકે કાંદિવલી પશ્ચિમમાં સાઈનગરમાં ગરબા બાદ લીધેલી તસવીર.
કાંદિવલી વેસ્ટમાં જય અંબે મિત્ર મંડળના હાર્દિક પટેલ અને તેના મિત્રો અપ્પુ, કલ્પેશ, હિતેન, રિતેશ ગરબા રમીને ખૂબ જ થાકી ગયા હતા, જોકે તેમને મજા પણ એટલી જ આવી હતી.
વિપુલ હમિરાણીને ગરબાનો ગાંડો શોખ છે. રાતના ઑફિસથી છુટીને કેટલો પણ થાકેલો હોય પરંતુ પોતાના મંડળમાં જઈને માતાજીના દર્શન લઈ ગરબા ન રમે ત્યાં સુધી તેને ઉંઘ ન આવે. આ વખતનું ચિત્ર સાવ જ જુદુ છે. વિપુલે પોતાનું દુખ વ્યક્ત કરતા કહ્યું કે, મને એમ કે પરિસ્થિતિ જુલાઈ-ઑગસ્ટ સુધીમાં સુધરી જશે પરંતુ હવે નવરાત્રી અને દિવાળી લગભગ છે જ નહીં એવુ ધારી લેવુ પડશે, પરંતુ નાગરિકોની સુરક્ષાને જોતા એક વર્ષ ગરબા ન રમવાનો નિર્ણય પણ વાજબી છે.
દિવ્યા સોલંકીએ કાંદિવલી ઈસ્ટનું સ્વયંભૂ ગ્રાઉન્ડમાં પાડેલી ગયા વર્ષની આ તસવીર શૅર કરતા કહ્યું કે, તે આ વર્ષે ગરબાને ખૂબ જ મિસ કરે છે. જોકે તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવતા વર્ષની નવરાત્રીમાં તે ડબલ એન્જોય કરશે.
દામિની પરમાર અને હિરલ શાહ, કોરાકેન્દ્ર બોરિવલી પશ્ચિમ.
હિતેશ ગોહિલ અને હેપી ગોહિલ, વાંઝા વાડી, કાંદિવલી પશ્ચિમ.
દિવ્યા સોલંકી, કિંજલ પરમાર અને સોનાલી વાઢેર- સ્વયંભૂ કાંદિવલી ઈસ્ટ.
દામિની પરમાર તેના મિત્રોની ગયા વર્ષની આ તસવીર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરતા કહ્યું હતું કે, તે ગરબાની ખૂબ જ મિસ કરી રહી છે.
બોરિવલી ઈસ્ટના નિવાસી પારૂલબેન ઉપાધ્યાયે ઘાટકોપરની આ તસવીર શૅર કરતા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, ગરબા ન રમી શકવાનો અફસોસ મને અને દરેક ગુજરાતીઓને હશે પરંતુ કોરોનાના કહેરમાં આપણી પ્રાથમિકતા પોતાના અને કુટુંબના સ્વાસ્થ્યની હોવી જોઈએ.
આ ક્યુટ છોકરી ઈહાનાને કોણ સમજાવે કે આ વર્ષે આપણે કેમ ગરબા નથી રમતા?
ઓજસ પટેલ અને રેમી પટેલ પણ આ વર્ષે ગરબાને મિસ કરી રહ્યા છે.
રુચી પટેલ અને હેમંત પટેલે ફાલ્ગુની પાઠકના ના શોનો ગયા વર્ષનો આ ફોટો શૅર કર્યો હતો.
જૈકી જૈન અને શિતલ જૈનનો આ ગયા વર્ષનો કોરાકેન્દ્ર ગ્રાઉન્ડનો ફોટો છે.
અરપિત પટેલ અને ડિંકલ પટેલ ગયા વર્ષે નેસકો ગ્રાઉન્ડમાં ગરબા રમ્યા હતા.
પ્રતિક ત્રિવેદીનું પણ કહેવું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ સતત વધતુ હોવાથી ગરબા ન રમવાનો નિર્ણય વાજબી છે. અત્યારની પરિસ્થિતિમાં હૅલ્થ ઈઝ વૅલ્થ છે. કોરોના વાયરસની ગંભીરતાની લોકોએ સમજવી જોઈએ. મે નજીકના લોકોને ગુમાવ્યા છે તેથી હું આ વાયરસ કેટલો ઘાતક છે એ સમજી શકું છું. આપણે માતાજીને પ્રાર્થના કરીએ કે વિશ્વમાંથી આ વાયરસનો ખાતમો થાય.
નિમેશ સોલંકી અને દિવ્યા સોલંકી છેલ્લા 10 વર્ષથી નવરાત્રીમાં એકેય દિવસ ગરબાને મિસ કરતા નથી. નિમેશ સોલંકીએ કાંદિવલીના સ્વંયભૂ ગ્રાઉન્ડનો આ પીક શૅર કરતા કહ્યું કે, હું ગરબાને ખૂબ જ મીસ કરું છું પરંતુ મારા નજીકના લોકોને મે કોરોના સંક્રમિત થતા જોયા છે એટલે હું સમજું છું કે હાલમાં સોશ્યલ ડીસ્ટન્સિંગનું મહત્વ ખૂબ જ છે.
બોરિવલી ઈસ્ટના નિવાસી ઉર્વિશ ઉપાધ્યાય અને રુતવી પટેલ દર વર્ષે ફાલ્ગુની પાઠકના દાંડિયારાસમાં જવાનું ચૂકતા નથી. ગયા વર્ષનો આ ફોટો શૅર કરતા ઉર્વિશે કહ્યું કે, માર્ચ મહિનામાં લૉકડાઉન થયું ત્યારે મને એમ હતું કે પરિસ્થિતિ કદાચ જુલાઈ-ઑગસ્ટ સુધીમાં સુધરી જશે. પરંતુ મહામારીએ નવરાત્રી ઉપરાંત દિવાળીની મજાને પણ ખરાબ કરી છે એમ કહી શકાય. જોકે લોકોની સુરક્ષા માટે આ વર્ષે ગરબા ન રમવા પણ એટલા જ જરૂરી છે.
અમદાવાદના જશ પંડિતનો આ ફોટો ગયા વર્ષનો છે, જેમાં તે કેનેડાના ટોરેન્ટોમાં ગાયક અતુલ પુરોહિતના ગરબામાં જે એન્જોય કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ વર્ષે ગરબા ન થયા એને હું નેગેટિવ એ રીતે ગણું છું કે હું બે વર્ષ પછી અમદાવાદમાં આવ્યો હતો. કોરોનાને લીધે અહીંયા જ રોકાઈ ગયો હતો, મનમાં મને થયું કે આ વર્ષે હું મારી સોસાયટીના ગરબામાં ભાગ લઈ શકીશ પરંતુ તે શક્ય ન બનતા હું દુખી છું. જોકે કોરોનામાં કાળજી કરવાની પણ જરૂરી છે એને અવગણી શકાય નહીં. દુખ એ વાતનું જ છે કે જો હું ફરી કેનેડા જઈશ તો ચાર-પાંચ વર્ષ ભારતમાં કદાચ ન આવી શકું અને અમદાવાદની નવરાત્રીને હું મિસ કરીશ.
ગુજરાતથી લઈને મુંબઈના દરેક ગુજરાતીઓ સૌથી વધારે એક્સાઈટેડ કોઈ તહેવાર માટે હોય તો તે છે નવરાત્રી. ગયા વર્ષે પણ ગુજરાત અને મુંબઈમાં લોકોએ ખૂબ એન્જોય કર્યું, પણ એ વખતે કોને ખબર હશે કે આવતા વર્ષે નવરાત્રીમાં ગરબા નહીં રમી શકે. અમૂક લોકોએ પોતાના ગયા વર્ષના ફોટા શૅર કરીને આ વર્ષની વ્યથા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને વ્યક્ત કરી હતી.