Mumbai Rains: જ્યારે સોમવારે ભીંજાયું શહેર, “જાણે મોસમને પહેલો વરસાદ ઝીલ્યો રાજ”

Updated: Jun 16, 2020, 13:32 IST | Chirantana Bhatt
  • સોમવારે મુંબઇમાં અમુક હિસ્સાઓમાં વરસાદ પડ્યો હતો. હાજીઅલી, બાન્દ્રા, અંધેરી, દાદર અને નવી મુંબઇમાં મધ્મયથી ભારે વરસાદ પડ્યો હતો.

    સોમવારે મુંબઇમાં અમુક હિસ્સાઓમાં વરસાદ પડ્યો હતો. હાજીઅલી, બાન્દ્રા, અંધેરી, દાદર અને નવી મુંબઇમાં મધ્મયથી ભારે વરસાદ પડ્યો હતો.

    1/14
  • રવિવારે ભારે વરસાદની આગાહી છતાં શહેર કોરું ધાકોર રહ્યું હતું અને IMDએ કહ્યું હતું કે ચોમાસાની ગતિ હજી સુધી તો જે નિયત હતી તેમ જ રહી છે.

    રવિવારે ભારે વરસાદની આગાહી છતાં શહેર કોરું ધાકોર રહ્યું હતું અને IMDએ કહ્યું હતું કે ચોમાસાની ગતિ હજી સુધી તો જે નિયત હતી તેમ જ રહી છે.

    2/14
  • કાર્ટર રોડ પર હતો આવો માહોલ, આ જોઇને એમ કહેવાનું મન થાય કે, ચાલ વરસાદની મોસમ છે વરસતાં જઇએ...

    કાર્ટર રોડ પર હતો આવો માહોલ, આ જોઇને એમ કહેવાનું મન થાય કે, ચાલ વરસાદની મોસમ છે વરસતાં જઇએ...

    3/14
  • IMDનાં વૈજ્ઞાનિક શુભાંગી ભૂતેએ રવિવારે કહ્યું હતું કે ચોમાસાએ આખા મહારાષ્ટ્રને કવર કરી લીધું છે અને કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થશે.

    IMDનાં વૈજ્ઞાનિક શુભાંગી ભૂતેએ રવિવારે કહ્યું હતું કે ચોમાસાએ આખા મહારાષ્ટ્રને કવર કરી લીધું છે અને કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં આગામી પાંચ દિવસમાં ભારે વરસાદ થશે.

    4/14
  • સ્કાયમેટ વેધર એજન્સીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે કેરળમાં સમય કરતાં પહેલા ચોમાસું બેઠું હતું.

    સ્કાયમેટ વેધર એજન્સીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે કેરળમાં સમય કરતાં પહેલા ચોમાસું બેઠું હતું.

    5/14
  • પવાઇ લેક પર ગોરંભાયેલા આકાશ તળે આ કાગડો પણ મોસમ માણી રહ્યો હોય એમ લાગે છે.

    પવાઇ લેક પર ગોરંભાયેલા આકાશ તળે આ કાગડો પણ મોસમ માણી રહ્યો હોય એમ લાગે છે.

    6/14
  • IMDએ તો વરસાદની આગાહી કરી છે તે પ્રમેણે કોંકણ અને ગોઆમાં બહુ વરસાદ પડવાનો છે.

    IMDએ તો વરસાદની આગાહી કરી છે તે પ્રમેણે કોંકણ અને ગોઆમાં બહુ વરસાદ પડવાનો છે.

    7/14
  • વરસાદ એટલે એક તોફાની છોકરું, માન્યામાં ન રહે તેવું...જુઓ આ તસવીરમાં બાળક અને વરસાદી માહોલ કેવા સરસ ઝિલાયા છે.

    વરસાદ એટલે એક તોફાની છોકરું, માન્યામાં ન રહે તેવું...જુઓ આ તસવીરમાં બાળક અને વરસાદી માહોલ કેવા સરસ ઝિલાયા છે.

    8/14
  • આ તો વરસાદમાં તરબતર રસ્તાઓના નજારાની બસ શરૂઆત છે.

    આ તો વરસાદમાં તરબતર રસ્તાઓના નજારાની બસ શરૂઆત છે.

    9/14
  • મુંબઇનો વરસાદ હંમેશા લોકોની ઉત્સુકતા અને હેરાનગતિ બંન્નેનો વિષય રહ્યો છે, ખરું ને..

    મુંબઇનો વરસાદ હંમેશા લોકોની ઉત્સુકતા અને હેરાનગતિ બંન્નેનો વિષય રહ્યો છે, ખરું ને..

    10/14
  • છત્રી અને રેઇનકોટને બહાર કાઢીને કામે લગાડવાનો વખત આવી ગયો છે.

    છત્રી અને રેઇનકોટને બહાર કાઢીને કામે લગાડવાનો વખત આવી ગયો છે.

    11/14
  • મુંબઇને સ્કાયલાઇન પર આ ગોરંભાયેલું આકાશ એટલે આહ્લલાદક નજારો અને વરસાની લલકાર..

    મુંબઇને સ્કાયલાઇન પર આ ગોરંભાયેલું આકાશ એટલે આહ્લલાદક નજારો અને વરસાની લલકાર..

    12/14
  • શહેરમાં પંદરથી અઢાર જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા છે તેમ સ્કાયમેટ વેધર એજન્સીનાં ડાયરેક્ટર જતિન સિંઘે કહ્યું છે.

    શહેરમાં પંદરથી અઢાર જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા છે તેમ સ્કાયમેટ વેધર એજન્સીનાં ડાયરેક્ટર જતિન સિંઘે કહ્યું છે.

    13/14
  • રેઇન કોટ નથી તો આ કોથળી ય ચાલશે પણ બચવું તો પડશે જ..

    રેઇન કોટ નથી તો આ કોથળી ય ચાલશે પણ બચવું તો પડશે જ..

    14/14
  • loading...

ફોટોઝ વિશે

મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે અને શહેરનાં અમુક હિસ્સાઓમાં વરસાદે દેખા દઇ દીધી છે ત્યારે સોમાવરે ભિંજાયેલું મુંબઇ કેવુ દેખાતું હતું તે તો આપણે જોવું જ રહ્યું. સ્કાયમેટ વેધર એન્સીએ તો જૂન 15થી જૂન 18ની વચ્ચે ભારે વરસાદની આગાહી કરી જ છે IMDએ રાજ્ય માટે મલ્ટિ હેઝાર્ડ વૉર્નિંગ જાહેર કરી હતી. તસવીરો – પ્રદિપ ધીવર, શાદાબ ખાન, દત્તા કુંભાર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK