થાણે જિલ્લામાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે, જેને પગલે રસ્તા પર વાહનોને બદલે હોડીથી કામ ચલાવું પડી રહ્યું છે.
(Image Courtesy:PTI)
ભારે વરસાદના કારણે સૌથી વધુ અસર થાણેમાં જ થઈ છે. સંખ્યાબંધ રસ્તાઓ પાણીમાં છે, જેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ચૂક્યો છે. (Image Courtesy:PTI)
લોકલ ટ્રેનની રફ્તારને પણ અસર પડી છે. રેલવે ટ્રેક પર પાણી ભરાતા સેન્ટ્રલ લાઈનમાં ટ્રેનો અટકી પડી છે. (Image Courtesy:PTI)
પવન સાથે વરસાદ ફૂંકાવાના પગલે શનિવારે હાઈટાઈડ પણ આવી હતી. વર્સોવા બીચ પર લોકો હાઈટાઈડને એન્જોય કરી રહ્યા છે. (Image Courtesy:PTI)
વરસાદના કારણે ટ્રેનો અટકી પડી છે. ત્યારે લોકોને ચાલતા પોતાના ઘરે પહોંચવાની ફરજ પડી હતી. થાણેમાં લોકો ટ્રેક ક્રોસ કરતા દેખાયા હતા. ત(Image Courtesy:PTI)
તો કરાડ જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાયો છે, અહીં પણ રોડ પર એકથી બે ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. (Image Courtesy:PTI)
હાઈટાઈડના કારણે દરિયાના પાણી રોડ સુધી પહોંચી રહ્યા છે. જેને પગલે કચરો પણ રોડ પર આવી રહ્યો છે. ત્યારે વરસાદ વચ્ચે પણ BMCના કર્મચારીઓ સફાઈ કામ કરતા નજરે પડ્યા હતા. (Image Courtesy:PTI)
હાઈટાઈડના કારણે મરીન લાઈન્સ પર કચરાના ઢગ ખડકાયા હતા. પરંતુ BMCના સફાઈ કર્મચારીઓએ સાફ સફાઈ કરીને મરીનલાઈન્સને ચોખ્ખું કર્યું હતું. (Image Courtesy:PTI)
કલ્યાણ સ્ટેશન પર પણ પ્લેટફોર્મની વચ્ચે પાણી ભરાતા નદી જેવા હાલ સર્જાયા છે. (Image Courtesy:PTI)
નાલા સોપારાના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.
શનિવારે સેન્ટ્રલ અને હાર્બર ટ્રેન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. રેલવે ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન અટકાવવી પડી હતી. ત્યારે લોકો પાણી વચ્ચે જીવના જોખમે ચાલતા જતા દેખાયા હતા.
રેલવે ટ્રેક પાણીમાં ડૂબ્યા હોવાની વધુ એક તસવીર. જોઈને જ સમજી શકાય છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે.
નાલા સોપારામાં લોકોની મુશ્કેલીઓનો પાર નથી. ભારે વરસાદને કારણે ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે.
નાલાસોપારામાં લોકોએ અડધી રાત્રે ઉંઘમાંથી ઉઠીને ઘરમાંથી પાણી કાઢવાની ફરજ પડી હતી.
તો શહેરના કિંગ સર્કલ, ચિંચોલી જેવા વિસ્તારો ફરીએકવાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે.
કેટલાક વિસ્તારોમાં રસ્તા તો જાણે નદી બની ચૂક્યા છે. તસવીરમાં દેખાય છે કે રોડ પર કેટલા પાણી ભરાયા છે.
જો કે આટલા ભારે વરસાદે જનજીવન ભલે ઠપ પડ્યું હોય પરંતુ મુંબઈની રફતાર ધીમી પડી હોય, અટકી નથી.
મુંબઈમાં હજી પણ કેટલાક દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારના દિવસે હજી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે.
આ ફોટોઝ વેસ્ટર્ન રેલવેએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શૅર કર્યા છે. તસવીરો મુંબઈના નાલાસોપારા વિસ્તારની છે.
નાલાસોપારામાં મોડી રાત્રે વસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે રેલવેનો સ્ટાફ ભારે વરસાદમાં પણ ફરજ બજાવી રહ્યો છે.
આ નદી કે દરિયો નથી, લોકલ ટ્રેનના ટ્રેક છે, જે પાણીમાં ઢંકાઈ ચૂક્યા છે.
મુંબઈના કાલવા વિસ્તારમાં પણ ડિવાઈડર ઢંકાઈ જાય તેટલા પાણી ભરાયા છે.
છેલ્લા એક સપ્તાહથી સતત મુંબઈમાં વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે હવે લોકો પણ કહી રહ્યા છે. ખમૈયા કરો મેઘરાજા
જો કે ભારે વરસાદ વચ્ચે પણ લોકો પોતાના કામધંધા પૂરા કરવા નીકળી રહ્યા છે.
વરસાદ વચ્ચે મોનોરેલની સેવા યથાવત્ છે.
મુંબઈમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. શનિવારે વરસાદે વિરામ લીધા બાદ આખી રાત વરસાદ ખાબક્યો હતો, ત્યારે ફરીએકવાર માયાનગરી મુંબઈ પાણી પાણી થઈ ગઈ છે.
(Image Courtesy:Twitter, ANI, PTI)