BMCની બે કલાક ફટાકડા ફોડવાની છૂટ અંગે મુંબઇગરાંઓ શું કહે છે

Updated: 13th November, 2020 20:13 IST | Shilpa Bhanushali
 • દિવાળીની સાંજે ફુલઝડી, તારા વગેરે ફોડી શકાશે MC એ લોકોને છૂટ આપી છે કે દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન પછી ઘરની બહાર આંગણમાં કે સોસાઇટી કમ્પાઉન્ડમાં અવાજ ન કરે તેના નાના ફટાકડા ફોડી શકાશે. પણ લોકોને કોઇપણ સ્થિતિમાં વધારે અવાજ કે ધુમાડો ફેલાવનાર ફટાકડા ફોડવાની પરવાનગી નથી. જો કોઇ આમ કરતાં પકડાયા તો તેની વિરુદ્ધ કેસ નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

  દિવાળીની સાંજે ફુલઝડી, તારા વગેરે ફોડી શકાશે
  MC એ લોકોને છૂટ આપી છે કે દિવાળીની સાંજે લક્ષ્મી પૂજન પછી ઘરની બહાર આંગણમાં કે સોસાઇટી કમ્પાઉન્ડમાં અવાજ ન કરે તેના નાના ફટાકડા ફોડી શકાશે. પણ લોકોને કોઇપણ સ્થિતિમાં વધારે અવાજ કે ધુમાડો ફેલાવનાર ફટાકડા ફોડવાની પરવાનગી નથી. જો કોઇ આમ કરતાં પકડાયા તો તેની વિરુદ્ધ કેસ નોંધીને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

  1/14
 • છાયા વોરા ગુજરાતી મિડ-ડે સાથે વાતચીત કરતાં પ્રતિબંધ વિશે વાત કરતાં જણાવે છે કે, પ્રતિબંધ મૂકાયો હતો એ મારા પ્રમાણે બરાબર જ હતો કોઇપણ બિલ્ડિંગમાં કોવિડ પેશન્ટ ક્વૉરંટીન હોઇ જ શકે તો શ્વાસની તકલીફ તેમને વધી શકે છે તેથી ફટાકડા ફોડવા પર બૅન મૂક્યો હતો તે બરાબર જ હતો. ફટાકડા ફોડવા સિવાય પણ આનંદ માણવાની અનેક રીતે છે રંગોળી કરો, લોકોને હળોમળો, અને આ રીતે તમે આ વખતે દિવાળીને સ્પેશિયલ બનાવી શકો છો. એટલે આ વખતે તમે થોડાંક ફટાકડા ઓછા ફોડશો તો કોઇ ફેર નહીં પડે અને ફોડવા જ છે તો જ્યાં લોકો ન હોય ખુલ્લું મેદાન હોય એવી જગ્યાએ આનંદ માણી શકાય.

  છાયા વોરા ગુજરાતી મિડ-ડે સાથે વાતચીત કરતાં પ્રતિબંધ વિશે વાત કરતાં જણાવે છે કે, પ્રતિબંધ મૂકાયો હતો એ મારા પ્રમાણે બરાબર જ હતો કોઇપણ બિલ્ડિંગમાં કોવિડ પેશન્ટ ક્વૉરંટીન હોઇ જ શકે તો શ્વાસની તકલીફ તેમને વધી શકે છે તેથી ફટાકડા ફોડવા પર બૅન મૂક્યો હતો તે બરાબર જ હતો. ફટાકડા ફોડવા સિવાય પણ આનંદ માણવાની અનેક રીતે છે રંગોળી કરો, લોકોને હળોમળો, અને આ રીતે તમે આ વખતે દિવાળીને સ્પેશિયલ બનાવી શકો છો. એટલે આ વખતે તમે થોડાંક ફટાકડા ઓછા ફોડશો તો કોઇ ફેર નહીં પડે અને ફોડવા જ છે તો જ્યાં લોકો ન હોય ખુલ્લું મેદાન હોય એવી જગ્યાએ આનંદ માણી શકાય.

  2/14
 • ચિરાગ વોરા કહે છે કે આ પ્રકાશનો પર્વ છે એટલે પ્રકાશ કેવી રીતે ફેલાય તે જરૂરી છે દીવા પ્રગટાવીને પણ પ્રકાશ ફેલાવી શકાય છે તો ફટાકડા ન ફોડવા જોઇએ પણ બીએમસી જે બે કલાકની છૂટ આપી છે તે ક્યાંક ખટકે છે, પ્રતિબંધ એટલે સંપૂર્ણ પ્રતિંબધ હોવો જોઇએ, એમાં છૂટ હોવી જ ન જોઇએ, વેચાવા જ ન જોઇએ, જેથી પ્રદુષણ અને કોવિડ પેશન્ટ્સને આ ફટાકડાના ધુમાડાથી બચાવી શકાય અને વાતાવરણ સારું રહે.

  ચિરાગ વોરા કહે છે કે આ પ્રકાશનો પર્વ છે એટલે પ્રકાશ કેવી રીતે ફેલાય તે જરૂરી છે દીવા પ્રગટાવીને પણ પ્રકાશ ફેલાવી શકાય છે તો ફટાકડા ન ફોડવા જોઇએ પણ બીએમસી જે બે કલાકની છૂટ આપી છે તે ક્યાંક ખટકે છે, પ્રતિબંધ એટલે સંપૂર્ણ પ્રતિંબધ હોવો જોઇએ, એમાં છૂટ હોવી જ ન જોઇએ, વેચાવા જ ન જોઇએ, જેથી પ્રદુષણ અને કોવિડ પેશન્ટ્સને આ ફટાકડાના ધુમાડાથી બચાવી શકાય અને વાતાવરણ સારું રહે.

  3/14
 • ઝીટીવી પર આવતી જાણીતી સીરિયલ 'અપના ટાઇમ ભી આયેગા' શૉમાં ટાઇટલ લીડમાં જોવા મળતા પિતા રામાધીર એટલે કે પ્રતિશ વોરા ફટાકડા ફોડવાના ઘણાં શોખીન છે. પરંતુ હાલની સ્થિતિ અને કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેઓ આ વર્ષ પૂરતાં ફટાકડા ન ફોડવા જોઇએ એવું માને છે.

  ઝીટીવી પર આવતી જાણીતી સીરિયલ 'અપના ટાઇમ ભી આયેગા' શૉમાં ટાઇટલ લીડમાં જોવા મળતા પિતા રામાધીર એટલે કે પ્રતિશ વોરા ફટાકડા ફોડવાના ઘણાં શોખીન છે. પરંતુ હાલની સ્થિતિ અને કોરોનાના દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેઓ આ વર્ષ પૂરતાં ફટાકડા ન ફોડવા જોઇએ એવું માને છે.

  4/14
 • નેહા ઉદાણી કહે છે કે દિવાળી માત્ર ફટાકડા ફોડવાથી જ નથી ઉજવાતી પણ દિવાળીમાં દીવાનું પણ એટલું જ મહત્વ હોય છે અને એટલે જ આ વખતે નેહા વધારે દીવા પ્રગટાવી તેમાં કપૂર અને લવિંગ નાખીને દીપ પ્રજ્વલન કરે છે જેથી વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક પણ બને અને પ્રદુષણ પણ ન ફેલાય. આમ અનેક દીવડા પ્રગટાવીને નેહા પોતાની આ દિવાળીને સ્પેશિયલ બનાવી રહ્યાં છે.

  નેહા ઉદાણી કહે છે કે દિવાળી માત્ર ફટાકડા ફોડવાથી જ નથી ઉજવાતી પણ દિવાળીમાં દીવાનું પણ એટલું જ મહત્વ હોય છે અને એટલે જ આ વખતે નેહા વધારે દીવા પ્રગટાવી તેમાં કપૂર અને લવિંગ નાખીને દીપ પ્રજ્વલન કરે છે જેથી વાતાવરણ શુદ્ધ અને સકારાત્મક પણ બને અને પ્રદુષણ પણ ન ફેલાય. આમ અનેક દીવડા પ્રગટાવીને નેહા પોતાની આ દિવાળીને સ્પેશિયલ બનાવી રહ્યાં છે.

  5/14
 • 'સાથ નિભાના સાથિયા'માં હેમાનું પાત્ર ભજવતાં 'નાદિયા હિમાની'ને જ્યારે પૂછવામાં આવ્યું કે ફટાકડા ફોડવા વિશે તમારો શો મત છે ત્યારે નાદિયા કહે છે કે "હું નાની હતી ત્યારે મને ખૂબ મન થતું અને ત્યારે ફોડ્યા છે પણ જ્યારથી સમજણી થઈ અને ખબર પડી કે ફટાકડા ફોડવાથી નુકસાન અને પ્રદુષણ વધે છે" તો તેમણે ફટાકડા ફોડવાનું છોડી દીધું છે એટલે આ વર્ષે પણ તેઓ પોતે તો ફટાકડા નહીં જ ફોડે.

  'સાથ નિભાના સાથિયા'માં હેમાનું પાત્ર ભજવતાં 'નાદિયા હિમાની'ને જ્યારે પૂછવામાં આવ્યું કે ફટાકડા ફોડવા વિશે તમારો શો મત છે ત્યારે નાદિયા કહે છે કે "હું નાની હતી ત્યારે મને ખૂબ મન થતું અને ત્યારે ફોડ્યા છે પણ જ્યારથી સમજણી થઈ અને ખબર પડી કે ફટાકડા ફોડવાથી નુકસાન અને પ્રદુષણ વધે છે" તો તેમણે ફટાકડા ફોડવાનું છોડી દીધું છે એટલે આ વર્ષે પણ તેઓ પોતે તો ફટાકડા નહીં જ ફોડે.

  6/14
 • અનેક ટેલીવિઝન શૉમાં જોવા મળેલા અને 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ નીલેશ ભટ્ટ, 'ભાખરવાડી' ફેમ દીકરી હિયા ભટ્ટ માટે કહે છે કે એક જવાબદાર નાગરિક તરીકે તો હું ફટાકડા ન જ ફોડું પણ પણ દીકરી નાની છે જીદ કરી શકે અને જે લોકો ફટાકડા બનાવીને, વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમને ખાતર અમે શુકન પૂરતાં ફટાકડા લઈ અને ફોડવા માગશું જેથી શુકન પણ થાય દીકરીનું મન પણ રહી જાય અને જેમનું ગુજરાન ફટાકડાથી ચાલે છે તેમને થોડીક મદદ પણ થઈ જાય. આમ આ વખતે નીલેશ ભટ્ટ પોતાના પરિવાર સાથે દિવાળી શુકન પૂરતા ફટાકડા ફોડીને ઉજવવાની વાત કરે છે.

  અનેક ટેલીવિઝન શૉમાં જોવા મળેલા અને 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ નીલેશ ભટ્ટ, 'ભાખરવાડી' ફેમ દીકરી હિયા ભટ્ટ માટે કહે છે કે એક જવાબદાર નાગરિક તરીકે તો હું ફટાકડા ન જ ફોડું પણ પણ દીકરી નાની છે જીદ કરી શકે અને જે લોકો ફટાકડા બનાવીને, વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમને ખાતર અમે શુકન પૂરતાં ફટાકડા લઈ અને ફોડવા માગશું જેથી શુકન પણ થાય દીકરીનું મન પણ રહી જાય અને જેમનું ગુજરાન ફટાકડાથી ચાલે છે તેમને થોડીક મદદ પણ થઈ જાય. આમ આ વખતે નીલેશ ભટ્ટ પોતાના પરિવાર સાથે દિવાળી શુકન પૂરતા ફટાકડા ફોડીને ઉજવવાની વાત કરે છે.

  7/14
 • જાણીતા લોકગાયક નીરવ બારોટ ફટાકડા ફોડવા વિશે જણાવે છે કે ગાયક તરીકે અમારે અમારા ગળાનું ખાસ ધ્યાન રાખવાનું હોય જેમાં ફટાકડા ફોડવાથી મુશ્કેલી આવી શકે છે તે કારણસર તેમણે પોતે ઘણાં સમયથી ફટાકડાં ફોડવાનું છોડી દીધું છે પણ તેમ છતાં જો કોઇક જરૂરિયાતમંદ ફટકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે તો તેમને મારાથી શક્ય એટલી મદદ કરીશ પણ આ વખતે ફટાકડા ફોડવા પર અમે સ્વેચ્છાએ પ્રતિબંધ પાડ્યો છે.

  જાણીતા લોકગાયક નીરવ બારોટ ફટાકડા ફોડવા વિશે જણાવે છે કે ગાયક તરીકે અમારે અમારા ગળાનું ખાસ ધ્યાન રાખવાનું હોય જેમાં ફટાકડા ફોડવાથી મુશ્કેલી આવી શકે છે તે કારણસર તેમણે પોતે ઘણાં સમયથી ફટાકડાં ફોડવાનું છોડી દીધું છે પણ તેમ છતાં જો કોઇક જરૂરિયાતમંદ ફટકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે તો તેમને મારાથી શક્ય એટલી મદદ કરીશ પણ આ વખતે ફટાકડા ફોડવા પર અમે સ્વેચ્છાએ પ્રતિબંધ પાડ્યો છે.

  8/14
 • મીરા રોડમાં રહેતાં લીના વોરા અભિનેતા પ્રતિશ વોરાના પત્ની જે પોતે કૉલમનિસ્ટ પણ છે અને સાથે સાથે એક માનદ પોસ્ટ પર નોકરી પણ કરી રહ્યાં છે તેઓ જણાવે છે કે ફટાકડા આ વર્ષે જ નહીં પણ જ્યારે પણ ફોડવામાં આવે પ્રદૂષણ તો ફેલાવાનું જ છે અને એવી બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે જેને કારણે પ્રદૂષણ ફેલાય છે તેમ છતાં આ વર્ષે કોરોના મહામારીને કારણે કાન પર માસ્ક પહેરીને આમેય કાનને મુશ્કેલી વધી છે એમાં મોટા મોટા ફટાકડાના અવાજથી કાનને વધુ તકલીફ ન આપતા નાના ફટાકડા ફોડવા જોઇએ એ પણ એવું એટલા માટે કહે છે કારણકે જે વસ્તુ આપણી માટે લાગૂ નથી પડતી એટલે એના પર બૅન મૂકી દો પણ જેમનું ગુજરાન આનાથી ચાલે છે તો તે લોકો શું કરશે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવાની છૂટ આપી છે તો લોકો સ્વયં શિસ્ત પાડે અને બે કલાકનો કુલ સમય આપ્યો છે તેમાંથી નક્કી કરે કે હું 10 કે 15 મિનિટ ફટાકડા ફોડીશ એમ કરી શકે. પણ સામે એ વસ્તુ પણ એટલી જ મહત્વની છે કે પ્રદૂષણને કાબૂમાં રાખવામાં આવે એ જરૂરી છે. 

  મીરા રોડમાં રહેતાં લીના વોરા અભિનેતા પ્રતિશ વોરાના પત્ની જે પોતે કૉલમનિસ્ટ પણ છે અને સાથે સાથે એક માનદ પોસ્ટ પર નોકરી પણ કરી રહ્યાં છે તેઓ જણાવે છે કે ફટાકડા આ વર્ષે જ નહીં પણ જ્યારે પણ ફોડવામાં આવે પ્રદૂષણ તો ફેલાવાનું જ છે અને એવી બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે જેને કારણે પ્રદૂષણ ફેલાય છે તેમ છતાં આ વર્ષે કોરોના મહામારીને કારણે કાન પર માસ્ક પહેરીને આમેય કાનને મુશ્કેલી વધી છે એમાં મોટા મોટા ફટાકડાના અવાજથી કાનને વધુ તકલીફ ન આપતા નાના ફટાકડા ફોડવા જોઇએ એ પણ એવું એટલા માટે કહે છે કારણકે જે વસ્તુ આપણી માટે લાગૂ નથી પડતી એટલે એના પર બૅન મૂકી દો પણ જેમનું ગુજરાન આનાથી ચાલે છે તો તે લોકો શું કરશે. આ બાબતને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવાની છૂટ આપી છે તો લોકો સ્વયં શિસ્ત પાડે અને બે કલાકનો કુલ સમય આપ્યો છે તેમાંથી નક્કી કરે કે હું 10 કે 15 મિનિટ ફટાકડા ફોડીશ એમ કરી શકે. પણ સામે એ વસ્તુ પણ એટલી જ મહત્વની છે કે પ્રદૂષણને કાબૂમાં રાખવામાં આવે એ જરૂરી છે. 

  9/14
 • અસ્લફામાં રહેતાં વસંત હેમરાજ દામા સરકારના પ્રતિબંધના નિર્ણયથી નાખુશ જણાતાં બે કલાકની છૂટ મળ્યા બાદ આનંદ વ્યક્ત કરતા જણાવે છે કે અમને ખુશી છે કે સરકારે સામાન્ય જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ બે કલાકની છૂટ આપી છે. અને આમ થવાથી કોઇકને કોઇક રીતે સામાન્ય જનતા જે સતત લૉકડાઉનમાં ઘરમાં રહીને માનસિક રીતે કંટાળી હતી તે હવે ધીમે ધીમે આવા તહેવારો દ્વારા ખુશ થશે અને તેમના ઉત્સવો માણી શકશે.

  અસ્લફામાં રહેતાં વસંત હેમરાજ દામા સરકારના પ્રતિબંધના નિર્ણયથી નાખુશ જણાતાં બે કલાકની છૂટ મળ્યા બાદ આનંદ વ્યક્ત કરતા જણાવે છે કે અમને ખુશી છે કે સરકારે સામાન્ય જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને આ બે કલાકની છૂટ આપી છે. અને આમ થવાથી કોઇકને કોઇક રીતે સામાન્ય જનતા જે સતત લૉકડાઉનમાં ઘરમાં રહીને માનસિક રીતે કંટાળી હતી તે હવે ધીમે ધીમે આવા તહેવારો દ્વારા ખુશ થશે અને તેમના ઉત્સવો માણી શકશે.

  10/14
 • સાકીનાકામાં રહેતા સમીર ભાનુશાલી જણાવે છે કે, "આપણો દેશ હાલ દરેક મોરચે વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. લોકો માનસિક, આર્થિક અને શારીરિક એમ દરેક રીતે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે એવામાં આપણે હવે 'Back to Track' થવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ફટાકડા ફોડવા જોઇએ અને ફટાકડા ફોડવાથી લોકોમાં એ મેસેજ જશે કે હવે આપણે ફરી સામાન્ય જીવન તરફ વધી રહ્યા છીએ, કોરોનાનો ડર છે તેની સામે સાવચેતીઓ પણ રાખી રહ્યા છીએ પણ સાથે પોતાનું જે નોર્મલ રૂટિન છે તેમાં પણ પાછાં આવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. દરવર્ષે જેટલા ફટાકડા ફૂટે છે એટલા આ વર્ષે આમ પણ નથી ફૂટવાના કારણકે અનેક લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પણ હા દિવાળીનો પર્વ છે જે આખા દેશ માટે ખૂબ જ મોટો તહેવાર ગણાય છે જેમાં ફટાકડાએ આનંદનું પ્રતીક છે ત્યારે જો ફટાકડા નહીં ફૂટે તો લોકોમાં કોવિડનો ડર છે તે જળવાયેલો રહેશે." સામે કોવિડ પેશન્ટના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વાત કરતા સમીર ભાનુશાલી જણાવે છે જ્યાં કોવિડ સેન્ટર છે ત્યાં ફટાકડા ન જ ફોડવા જોઇએ. પણ આ વર્ષે ફટાકડા ફોડીને લોકોમાં એક મેસેજ પહોંચાડવો છે કે હવે લોકો કોવિડ સાથે માસ્ક પહેરીને હાથ સેનિટાઇઝ કરીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને જીવતા ન્યૂ નોર્મલમાં ગોઠવાતાં શીખી ગયા છે.

  સાકીનાકામાં રહેતા સમીર ભાનુશાલી જણાવે છે કે, "આપણો દેશ હાલ દરેક મોરચે વિપરિત પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો છે. લોકો માનસિક, આર્થિક અને શારીરિક એમ દરેક રીતે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે એવામાં આપણે હવે 'Back to Track' થવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ફટાકડા ફોડવા જોઇએ અને ફટાકડા ફોડવાથી લોકોમાં એ મેસેજ જશે કે હવે આપણે ફરી સામાન્ય જીવન તરફ વધી રહ્યા છીએ, કોરોનાનો ડર છે તેની સામે સાવચેતીઓ પણ રાખી રહ્યા છીએ પણ સાથે પોતાનું જે નોર્મલ રૂટિન છે તેમાં પણ પાછાં આવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે. દરવર્ષે જેટલા ફટાકડા ફૂટે છે એટલા આ વર્ષે આમ પણ નથી ફૂટવાના કારણકે અનેક લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. પણ હા દિવાળીનો પર્વ છે જે આખા દેશ માટે ખૂબ જ મોટો તહેવાર ગણાય છે જેમાં ફટાકડાએ આનંદનું પ્રતીક છે ત્યારે જો ફટાકડા નહીં ફૂટે તો લોકોમાં કોવિડનો ડર છે તે જળવાયેલો રહેશે." સામે કોવિડ પેશન્ટના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વાત કરતા સમીર ભાનુશાલી જણાવે છે જ્યાં કોવિડ સેન્ટર છે ત્યાં ફટાકડા ન જ ફોડવા જોઇએ. પણ આ વર્ષે ફટાકડા ફોડીને લોકોમાં એક મેસેજ પહોંચાડવો છે કે હવે લોકો કોવિડ સાથે માસ્ક પહેરીને હાથ સેનિટાઇઝ કરીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને જીવતા ન્યૂ નોર્મલમાં ગોઠવાતાં શીખી ગયા છે.

  11/14
 • ઘાટકોપર નિવાસી મહેન્દ્ર ભાનુશાલી, સરકારે આપેલી ફટાકડા ફોડવાની છૂટ વિશે વાત કરતા જણાવે છે કે સરકારે જો ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો તો પછી 2 કલાક ફોડવાની છૂટ નહોતી આપવી જોઇતી અને છૂટ આપી છે તો પછી પૂરેપૂરી જ આપવાની જરૂર હતી. આ વાક્ય વિશે વધુ વાત કરતા જણાવે છે કે જે માતા-પિતા પોતાના બાળકોને ફટાકડા લઈ આપે છે તો બાળકો રોજ થોડાં થોડાં ફટાકડા ફોડે છે પણ હવે જે બે કલાકની સમયસીમા નક્કી કરવામાં આવી છે ત્યારે જે પ્રદૂષણ 4 દિવસમાં ફેલાવાની શક્યતા હતી તે હવે માત્ર બે કલાકમાં ફેલાઇ શકે છે. જે ફટાકડા નાના છોકરાઓ ટુકડે ટુકડે ફોડતાં તે હવે એકસાથે ફોડશે તેથી આ જે બે કલાકની છૂટ આપવાનો નિર્ણય છે પ્રદૂષણને અટકાવવા માટેનો તેની પાછળનો હેતુ સિદ્ધ નહીં થઈ શકે અને એટલે જ મહેન્દ્ર ભાનુશાલી, મનસે વિભાગાધ્યક્ષ ચાંદીવલી, કહે છે કે શું ખરેખર 2 કલાકની છૂટ આપવાથી કોવિડ-19નું જોખમ ઘટી જશે અને પ્રદૂષણમાં વધારો નહીં થાય?

  ઘાટકોપર નિવાસી મહેન્દ્ર ભાનુશાલી, સરકારે આપેલી ફટાકડા ફોડવાની છૂટ વિશે વાત કરતા જણાવે છે કે સરકારે જો ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો હતો તો પછી 2 કલાક ફોડવાની છૂટ નહોતી આપવી જોઇતી અને છૂટ આપી છે તો પછી પૂરેપૂરી જ આપવાની જરૂર હતી. આ વાક્ય વિશે વધુ વાત કરતા જણાવે છે કે જે માતા-પિતા પોતાના બાળકોને ફટાકડા લઈ આપે છે તો બાળકો રોજ થોડાં થોડાં ફટાકડા ફોડે છે પણ હવે જે બે કલાકની સમયસીમા નક્કી કરવામાં આવી છે ત્યારે જે પ્રદૂષણ 4 દિવસમાં ફેલાવાની શક્યતા હતી તે હવે માત્ર બે કલાકમાં ફેલાઇ શકે છે. જે ફટાકડા નાના છોકરાઓ ટુકડે ટુકડે ફોડતાં તે હવે એકસાથે ફોડશે તેથી આ જે બે કલાકની છૂટ આપવાનો નિર્ણય છે પ્રદૂષણને અટકાવવા માટેનો તેની પાછળનો હેતુ સિદ્ધ નહીં થઈ શકે અને એટલે જ મહેન્દ્ર ભાનુશાલી, મનસે વિભાગાધ્યક્ષ ચાંદીવલી, કહે છે કે શું ખરેખર 2 કલાકની છૂટ આપવાથી કોવિડ-19નું જોખમ ઘટી જશે અને પ્રદૂષણમાં વધારો નહીં થાય?

  12/14
 • કરાડમાં રહેતા રાજ બારોચિયા જે પોતે ઇન્જિનિયર છે તેઓ સરકારના પ્રતિબંધના નિર્ણયને પ્રોત્સાહન આપતા જણાવે છે કે જો લૉકડાઉન બાદ અનલૉક 1ના પહેલા જ દિવસે પ્રદૂષણમાં 40 ટકા જેટલો વધારો થયો હોય તો આજે આ ફટાકડા ફોડવાથી પ્રદૂષણનું સ્તર કેટલી હદે વધી જશે તેનો અંદાજ લગાડવો પણ મુશ્કેલ છે. ત્યારે દેશના એક જવાબદાર નાગરિક તરીકે રાજ બારોચિયા જણાવે છે કે ફટાકડા ન જ ફોડવા જોઇએ અને તે માટે સરકારે પ્રતિબંધ મૂકવો ન પડે પણ લોકો સ્વેચ્છાએ સ્વયંશિસ્તથી આ પ્રતિબંધ પાળવો જોઇએ.

  કરાડમાં રહેતા રાજ બારોચિયા જે પોતે ઇન્જિનિયર છે તેઓ સરકારના પ્રતિબંધના નિર્ણયને પ્રોત્સાહન આપતા જણાવે છે કે જો લૉકડાઉન બાદ અનલૉક 1ના પહેલા જ દિવસે પ્રદૂષણમાં 40 ટકા જેટલો વધારો થયો હોય તો આજે આ ફટાકડા ફોડવાથી પ્રદૂષણનું સ્તર કેટલી હદે વધી જશે તેનો અંદાજ લગાડવો પણ મુશ્કેલ છે. ત્યારે દેશના એક જવાબદાર નાગરિક તરીકે રાજ બારોચિયા જણાવે છે કે ફટાકડા ન જ ફોડવા જોઇએ અને તે માટે સરકારે પ્રતિબંધ મૂકવો ન પડે પણ લોકો સ્વેચ્છાએ સ્વયંશિસ્તથી આ પ્રતિબંધ પાળવો જોઇએ.

  13/14
 • શેઠિયાનગર સાકીનાકાના પ્રમુખ પ્રવિણ ભાનુશાલી સરકારના આ નિર્ણય વિશે જણાવે છે કે અમે સરકારના આ પગલાંથી સહેમત છીએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મૂકાયો હતો અને હવે બીએમસીએ જે છૂટ આપી છે તે પણ લોકોમાં તહેવારો પ્રત્યેનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે આપી છે તેથી હું એક જવાબદાર નાગરિક તરીકે કહીશ કે ભલે સરકારે 2 કલાક ફટાકડાં ફોડવાની છૂટ આપી છે પણ સામાન્ય લોકોએ પોતાના અને આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવામાં કોવિડ દર્દીઓને પોતાના ગણી બને તો ફટાકડા ન ફોડવા અને જો ફોડવા જ હોય તો કોઇને નુકસાન ન થાય તે રીતે ફોડવા જોઇએ.

  શેઠિયાનગર સાકીનાકાના પ્રમુખ પ્રવિણ ભાનુશાલી સરકારના આ નિર્ણય વિશે જણાવે છે કે અમે સરકારના આ પગલાંથી સહેમત છીએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મૂકાયો હતો અને હવે બીએમસીએ જે છૂટ આપી છે તે પણ લોકોમાં તહેવારો પ્રત્યેનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે આપી છે તેથી હું એક જવાબદાર નાગરિક તરીકે કહીશ કે ભલે સરકારે 2 કલાક ફટાકડાં ફોડવાની છૂટ આપી છે પણ સામાન્ય લોકોએ પોતાના અને આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવામાં કોવિડ દર્દીઓને પોતાના ગણી બને તો ફટાકડા ન ફોડવા અને જો ફોડવા જ હોય તો કોઇને નુકસાન ન થાય તે રીતે ફોડવા જોઇએ.

  14/14
 • loading...

ફોટોઝ વિશે

કોરોનાવાયરસ મહામારીને કારણે એક તરફ જ્યાં મહારાષ્ટ્ર સરકારે ફટાકડાં પર બૅન મૂક્યો હતો. હવે સામાન્ય જનતાની લાગણીઓને ધ્યાનમાં રાખીને તેમજ ફટાકડા વેચીને પોતાનું ગુજરાન ચલાવનારા લોકોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 2 કલાક નાના ફટાકડાં જેમ કે તારલા અને ફુલજડીઓ ફોડવાની છૂટ આપી છે ત્યારે જાણો મુંબઇમાં રહેતા અને જાણીતાં ટેલીવિઝન એક્ટર્સ સરકારના આ નિયમો અને છૂટને લઈને ફટાકડા ફોડશે કે આ વખતે કોવિડને કારણે વાતાવરણ અને કોવિડ પેશન્ટના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફટાકડાને બદલે ઉજવણીમાં લાવશે નવો રંગ...

First Published: 13th November, 2020 15:24 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK