કોંગ્રેસના ધારાસભ્ય આશાબહેન પટેલના રાજીનામા બાદ ગુજરાતના રાજકારણમાં આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. આશાબહેન પટેલ ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ત્યારે વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને આડકતરી રીતે આશાબહેનને અપીલ કરી છે. ધાનાણીનું ટ્વિટ, ‘રણચંડીના રૂપ સમાન ‘આશાપુરા’,ઉપર મને હજુય આશા’.