3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Updated: Feb 10, 2019, 15:05 IST | Sheetal Patel
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના 3 રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદીએ પહેલા તબક્કામાં આંધ્રપ્રદેશના ગુંટુરમાં સભાને સંબોધન કર્યું. જેમાં પીએમ મોદીએ સીએમ ચંદ્રાબાબુ નાયડુ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ટીડીપીના પ્રમુખ દળ બદલવામાં સિનિયર છે. તેમણે તો પોતાના સસરા NTRને પણ દગો આપ્યો હતો. 

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દક્ષિણ ભારતના 3 રાજ્યો આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના પ્રવાસે છે. પીએમ મોદીએ પહેલા તબક્કામાં આંધ્રપ્રદેશના ગુંટુરમાં સભાને સંબોધન કર્યું. જેમાં પીએમ મોદીએ સીએમ ચંદ્રાબાબુ નાયડુ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ટીડીપીના પ્રમુખ દળ બદલવામાં સિનિયર છે. તેમણે તો પોતાના સસરા NTRને પણ દગો આપ્યો હતો. 

  1/10
 • ફ્રાન્સ સાથે થયેલી રાફેલ ડીલ પર રાજકીય ધમાસાણ ચાલુ છે. મળતી માહિતી મુજબ સંસદના બજેટ સત્રના અંતિમ 3 દિવસ બાકી છે,  સરકાર ડીલ અંગેનો કેગનો રિપોર્ટ રજૂ કરી શકે છે. રાફેલને લગતો રિપોર્ટ શુક્રવારે પ્રિન્ટ માટે તૈયાર હતો. સોમવારે તેને સંસદમાં મોકલાય તેવી શક્યતા છે. 

  ફ્રાન્સ સાથે થયેલી રાફેલ ડીલ પર રાજકીય ધમાસાણ ચાલુ છે. મળતી માહિતી મુજબ સંસદના બજેટ સત્રના અંતિમ 3 દિવસ બાકી છે,  સરકાર ડીલ અંગેનો કેગનો રિપોર્ટ રજૂ કરી શકે છે. રાફેલને લગતો રિપોર્ટ શુક્રવારે પ્રિન્ટ માટે તૈયાર હતો. સોમવારે તેને સંસદમાં મોકલાય તેવી શક્યતા છે. 

  2/10
 • જમ્મૂ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરાયા છે. છે. અત્યાર સુધી મૃત આતંકવાદીઓની ઓળખાણ નથી થઈ. સુરક્ષા દળો હજી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

  જમ્મૂ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકવાદીઓને ઠાર કરાયા છે. છે. અત્યાર સુધી મૃત આતંકવાદીઓની ઓળખાણ નથી થઈ. સુરક્ષા દળો હજી સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

  3/10
 • કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારની સતત બીજા દિવસે પૂછપરછ ચાલી રહી છે. ઈડીના અધિકારીઓએ સતત બીજા દિવસે રાજીવકુમારને પૂછપરછ માટે બોલાવ્યા હતા. શારદા ચીટફંડ કેસમાં શનિવારે પણ આખો દિવસ તેમની પૂછપરછ કરાઈ હતી.

  કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારની સતત બીજા દિવસે પૂછપરછ ચાલી રહી છે. ઈડીના અધિકારીઓએ સતત બીજા દિવસે રાજીવકુમારને પૂછપરછ માટે બોલાવ્યા હતા. શારદા ચીટફંડ કેસમાં શનિવારે પણ આખો દિવસ તેમની પૂછપરછ કરાઈ હતી.

  4/10
 • ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના સીએમ કમલનાથને સ્ટાર કેમ્પેઈનર તરીકે પસંદ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસની આ બેઠકમાં નારાજ ગણાતા અલ્પેશ ઠાકોર પણ સામેલ થયા હતા.

  ગુજરાત કોંગ્રેસે લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને મધ્યપ્રદેશના સીએમ કમલનાથને સ્ટાર કેમ્પેઈનર તરીકે પસંદ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસની આ બેઠકમાં નારાજ ગણાતા અલ્પેશ ઠાકોર પણ સામેલ થયા હતા.

  5/10
 • ગુજરાતમાં મહીસાગરમાં વાઘ દેખાયો હોવાની વાતને સમર્થન મળ્યું છે. કેટલાક દિવસો પહેલા મહીસાગરમાં વાઘ દેખાયો હોવાની તસવીર વાઈરલ થઈ હતી. હવે વનવિભાગે આ વાતને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. સોશિયલ મીડિયા પર વાઘનો ફોટો વાઈરલ થયા બાદ મહીસાગર વનવિભાગની ટીમે નાઈટવિઝન કેમેરા અને એક્સપર્ટ્સ સાથે વાઘની તપાસ આદરી હતી. જો કે આ તપાસમાં વાઘ હોવાની વાતના પુરાવા મળ્યા છે.

  ગુજરાતમાં મહીસાગરમાં વાઘ દેખાયો હોવાની વાતને સમર્થન મળ્યું છે. કેટલાક દિવસો પહેલા મહીસાગરમાં વાઘ દેખાયો હોવાની તસવીર વાઈરલ થઈ હતી. હવે વનવિભાગે આ વાતને સત્તાવાર રીતે સમર્થન આપ્યું છે. સોશિયલ મીડિયા પર વાઘનો ફોટો વાઈરલ થયા બાદ મહીસાગર વનવિભાગની ટીમે નાઈટવિઝન કેમેરા અને એક્સપર્ટ્સ સાથે વાઘની તપાસ આદરી હતી. જો કે આ તપાસમાં વાઘ હોવાની વાતના પુરાવા મળ્યા છે.

  6/10
 • રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ સમાપ્ત જ નથી થઈ રહ્યો. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાન ફરી ગગડ્યું છે. ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. અને આગામી બે દિવસ હજી રાજ્યમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે.

  રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ સમાપ્ત જ નથી થઈ રહ્યો. છેલ્લા બે દિવસથી રાજ્યમાં તાપમાન ફરી ગગડ્યું છે. ઠંડા પવનોને કારણે તાપમાનનો પારો સતત નીચે જઈ રહ્યો છે. અને આગામી બે દિવસ હજી રાજ્યમાં કોલ્ડ વેવની હવામાન વિભાગે આગાહી કરી છે.

  7/10
 • અમદાવાદમાં વહેલી સવારે ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ફાયરબ્રિગેટની 19 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરબ્રિગેટના જવાનોની કલાકોની જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ હતી. અચાનક લાગેલી ચંડોળા તળાવ પાસે 40 જેટલા ઝૂંપડા બળીને ખાખ થયા છે. જો કે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

  અમદાવાદમાં વહેલી સવારે ચંડોળા તળાવની ઝૂંપડપટ્ટીમાં આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ફાયરબ્રિગેટની 19 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયરબ્રિગેટના જવાનોની કલાકોની જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ હતી. અચાનક લાગેલી ચંડોળા તળાવ પાસે 40 જેટલા ઝૂંપડા બળીને ખાખ થયા છે. જો કે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

  8/10
 • દેશના ઘણા ખૂણમાં આજે વસંત પંચમીને સંપૂર્ણ આનંદ સાથે ઉજવવામાં આવી રહી છે. વસંત પંચમીના દિવસે કુંભના ત્રીજા અને અંતિમ શાહી સ્નાનનો પણ મહિમા છે.. અંતિમ શાહી સ્નાન માટે શનિવારને પ્રયાગરાજમાં જનસાગરી ઉમટી પડ્યો હતો. કુંભ તંત્ર દ્વારા દાવો કરાયો છે કે શનિવારે મોડી સાંજ સુધી લગભગ 60 લાખ શ્રદ્ધાળુઓએ પાવન સંગમમાં પુણ્યની ડૂબકી લગાવી.

  દેશના ઘણા ખૂણમાં આજે વસંત પંચમીને સંપૂર્ણ આનંદ સાથે ઉજવવામાં આવી રહી છે. વસંત પંચમીના દિવસે કુંભના ત્રીજા અને અંતિમ શાહી સ્નાનનો પણ મહિમા છે.. અંતિમ શાહી સ્નાન માટે શનિવારને પ્રયાગરાજમાં જનસાગરી ઉમટી પડ્યો હતો. કુંભ તંત્ર દ્વારા દાવો કરાયો છે કે શનિવારે મોડી સાંજ સુધી લગભગ 60 લાખ શ્રદ્ધાળુઓએ પાવન સંગમમાં પુણ્યની ડૂબકી લગાવી.

  9/10
 • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા ભારતને જીતવા માટે 213 રનના લક્ષ્યાંક આપ્યો છે. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પહેલી વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. ઓપનર શિખર ધવન માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. 

  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી20 શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા ભારતને જીતવા માટે 213 રનના લક્ષ્યાંક આપ્યો છે. જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ પહેલી વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી. ઓપનર શિખર ધવન માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. 

  10/10
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK