વાંચો આજના દિવસ તમામ મહત્વના સમાચાર

Updated: Mar 21, 2019, 20:10 IST | Bhavin
 • ભાજપે લોકસભાની ચૂંટણી માટે 182 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. વડાપ્રદાન મોટી વારાણસીથી અને અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડશે. આ યાદી સાથે જ લાલ કૃષ્ણ અડવાણીની ગાંધીનગરથી ચૂંટણી લડવાની આશા સમાપ્ત થઈ ચૂકી છે. તો રાજથાનસિંહ લખનઉ અને નાગપુરથી નીતિન ગડકરી ચૂંટણી લડશે. ભાજપ ટૂંક સમયમાં 250 ઉમેદવારોની યાદી જાહેર કરશે. ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠક બાદ 250 ઉમેદવારોના નામ નક્કી કરી દેવાયા છે.

  ભાજપે લોકસભાની ચૂંટણી માટે 182 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. વડાપ્રદાન મોટી વારાણસીથી અને અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડશે. આ યાદી સાથે જ લાલ કૃષ્ણ અડવાણીની ગાંધીનગરથી ચૂંટણી લડવાની આશા સમાપ્ત થઈ ચૂકી છે. તો રાજથાનસિંહ લખનઉ અને નાગપુરથી નીતિન ગડકરી ચૂંટણી લડશે. ભાજપ ટૂંક સમયમાં 250 ઉમેદવારોની યાદી જાહેર કરશે. ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠક બાદ 250 ઉમેદવારોના નામ નક્કી કરી દેવાયા છે.

  1/8
 • જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલા મામલે હવે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે સવાલ ઉઠાવ્યા છે. રામગોપાલ યાદવે પુલવામામાં થયેલા આતંકી હુમલાને ષડયંત્ર ગણાવ્યું છે. રામગોપાલ યાદવે કહ્યું કે વોટ માટે જવાનોની હત્યા થઈ છે. રામગોપાલના નિવેદન બાદ વિવાદ પણ સર્જાયો છે. સૈફઈમાં હોળી મિલન સમારોહ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવની હાજરીમાં રામગોપાલ યાદવે કહ્યું કે,'પેરામિલિટ્રી ફોર્સ પણ સરકારના કારણે દુઃખી છે. વોટ માટે જવાનોની હત્યા થઈ છે. જમ્મુ-શ્રીનગર વચ્ચે ચેકિંગ જ નહોતું થયું. જવાનોને સામાન્ય બસમાં મોકલાયા. આ એક ષડયંત્ર હતું. હાલ હું કશું કહેવા નથી માંગતો, પરંતુ જ્યારે સરકાર બદલાશે ત્યારે તેની તપાસ થશે અને મોટા મોટા લોકો ફસાશે.'

  જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલા મામલે હવે સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવે સવાલ ઉઠાવ્યા છે. રામગોપાલ યાદવે પુલવામામાં થયેલા આતંકી હુમલાને ષડયંત્ર ગણાવ્યું છે. રામગોપાલ યાદવે કહ્યું કે વોટ માટે જવાનોની હત્યા થઈ છે. રામગોપાલના નિવેદન બાદ વિવાદ પણ સર્જાયો છે. સૈફઈમાં હોળી મિલન સમારોહ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ અને મુલાયમસિંહ યાદવની હાજરીમાં રામગોપાલ યાદવે કહ્યું કે,'પેરામિલિટ્રી ફોર્સ પણ સરકારના કારણે દુઃખી છે. વોટ માટે જવાનોની હત્યા થઈ છે. જમ્મુ-શ્રીનગર વચ્ચે ચેકિંગ જ નહોતું થયું. જવાનોને સામાન્ય બસમાં મોકલાયા. આ એક ષડયંત્ર હતું. હાલ હું કશું કહેવા નથી માંગતો, પરંતુ જ્યારે સરકાર બદલાશે ત્યારે તેની તપાસ થશે અને મોટા મોટા લોકો ફસાશે.'

  2/8
 • બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ફરી એકવાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. દર વર્ષે સારા માર્ક્સના દબાણ હેઠળ વિદ્યાર્થીઓ આપઘાત કરે તેવા કિસ્સા સામે આવતા જ હોય છે. આ વખતે વડોદરામાં માત્ર 28 દિવસમાં 6 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવી દીધુ છે. આત્મહત્યા કરી જીવન ટૂંકાવનાર વિદ્યાર્થીઓમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સહિત 8મા ધોરણના વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.

  બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે ફરી એકવાર આ વર્ષે પણ વિદ્યાર્થીઓના આપઘાતની ઘટનાઓ સામે આવી રહી છે. દર વર્ષે સારા માર્ક્સના દબાણ હેઠળ વિદ્યાર્થીઓ આપઘાત કરે તેવા કિસ્સા સામે આવતા જ હોય છે. આ વખતે વડોદરામાં માત્ર 28 દિવસમાં 6 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવી દીધુ છે. આત્મહત્યા કરી જીવન ટૂંકાવનાર વિદ્યાર્થીઓમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સહિત 8મા ધોરણના વિદ્યાર્થીનો પણ સમાવેશ થાય છે.

  3/8
 • કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં હાર્દિક પટેલ વિરુદ્ધ ગદ્દાર લખેલા પોસ્ટર લાગી રહ્યા છે. ત્યારે આજે જામનગરમાં હાર્દિક પટેલની હાજરીમાં મોદી મોદીના નારા લાગતા હાર્દિકને જગ્યા છોડવી પડી હતી. કોંગ્રેસમાં જોડાયેલા આ યુવા લીડર આજે જામનગરમાં હોળી રમવા માટે કેસુડો ઈવેન્ટમાં પહોંચ્યો હતો. હાર્દિક પટેલ સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તરત જ પાર્ટી પ્લોટમાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.

  કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં હાર્દિક પટેલ વિરુદ્ધ ગદ્દાર લખેલા પોસ્ટર લાગી રહ્યા છે. ત્યારે આજે જામનગરમાં હાર્દિક પટેલની હાજરીમાં મોદી મોદીના નારા લાગતા હાર્દિકને જગ્યા છોડવી પડી હતી. કોંગ્રેસમાં જોડાયેલા આ યુવા લીડર આજે જામનગરમાં હોળી રમવા માટે કેસુડો ઈવેન્ટમાં પહોંચ્યો હતો. હાર્દિક પટેલ સ્ટેજ પર પહોંચ્યો ત્યારે તરત જ પાર્ટી પ્લોટમાં હાજર લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા.

  4/8
 • પબજી ગેમ પર ગુજરાતમાં પ્રતિબંધ બાદ દરેક શહેરોમાંથી પબજી રમનાર યુવાનોની અટકાયત થઇ રહી છે. આમ મળી રહેલ માહિતી પ્રમાણે પબજી રમતા યુવાનની અટકાયતનો પહેલો કિસ્સો કચ્છમાં સામે આવ્યો છે. કચ્છના માંડવી શહેરમાં વલ્લભનગરમાં આ કિસ્સો સામે આવ્યો છે. પબજી ગેમ પર બહાર પડેલા જાહેરનામાનાં થોડા દિવસમાં કચ્છમાં સૌ પ્રથમ કેસ માંડવી પોલીસમાં નોંધાયો છે. આ કેસમાં શકુરરાજ દાઉદ સુમરા (ઉ.વ.23) રહે. બાબાવાડી વલ્લભનગરની અટક કરવામાં આવી છે. રાત્રીના 1 વાગ્યે વલ્લભનગરમાં જાહેરમાં પોતાના મોબાઇલમાં પબજી ગેમ રમતો હોઇ તે પોઇન્ટ પર વિદ્યાભાઇ દેસાઇ પોલીસ કોસ્ટેબલની નજરે ચડી જતાં જેની અટક કરી આઇ.પી.સી. કલમ 188 અને પોલીસ એકટ 135 મુજબના ગુનો હેઠળ નોંધી આગળની તપાસ એએસઆઇ દિનેશ ભટ્ટી ચલાવી રહયા છે.

  પબજી ગેમ પર ગુજરાતમાં પ્રતિબંધ બાદ દરેક શહેરોમાંથી પબજી રમનાર યુવાનોની અટકાયત થઇ રહી છે. આમ મળી રહેલ માહિતી પ્રમાણે પબજી રમતા યુવાનની અટકાયતનો પહેલો કિસ્સો કચ્છમાં સામે આવ્યો છે. કચ્છના માંડવી શહેરમાં વલ્લભનગરમાં આ કિસ્સો સામે આવ્યો છે. પબજી ગેમ પર બહાર પડેલા જાહેરનામાનાં થોડા દિવસમાં કચ્છમાં સૌ પ્રથમ કેસ માંડવી પોલીસમાં નોંધાયો છે. આ કેસમાં શકુરરાજ દાઉદ સુમરા (ઉ.વ.23) રહે. બાબાવાડી વલ્લભનગરની અટક કરવામાં આવી છે. રાત્રીના 1 વાગ્યે વલ્લભનગરમાં જાહેરમાં પોતાના મોબાઇલમાં પબજી ગેમ રમતો હોઇ તે પોઇન્ટ પર વિદ્યાભાઇ દેસાઇ પોલીસ કોસ્ટેબલની નજરે ચડી જતાં જેની અટક કરી આઇ.પી.સી. કલમ 188 અને પોલીસ એકટ 135 મુજબના ગુનો હેઠળ નોંધી આગળની તપાસ એએસઆઇ દિનેશ ભટ્ટી ચલાવી રહયા છે.

  5/8
 • આજે હોળીના પર્વના દિવસે ફાગણી પૂનમ સમયે ડાકોર અને તેની આસપાસના સમગ્ર વિસ્તાર જાણે કે રણછોડમય બન્યાનું અદ્ભુત દૃશ્ય જોવા મળી રહ્યું છે. આ ભીડમાં દરવર્ષે વધારો થતો જોવા મળે છે. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયના દર્શનાર્થે હજારોની સંખ્યામાં વિવિધ સ્થળોથી પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. જુદાં જુદાં સ્થળેથી આવતાં લોકોની પદયાત્રા દરમિયાન લોકોમાં એક જ નાદ જાણે ગૂંજતો સાંભળવા મળે છે અને તે છે ‘ડાકોરમાં કોણ છે.... રાજા રણછોડ છે...’ અને બીજું ‘જય રણછોડ, માખણચોર’.

  આજે હોળીના પર્વના દિવસે ફાગણી પૂનમ સમયે ડાકોર અને તેની આસપાસના સમગ્ર વિસ્તાર જાણે કે રણછોડમય બન્યાનું અદ્ભુત દૃશ્ય જોવા મળી રહ્યું છે. આ ભીડમાં દરવર્ષે વધારો થતો જોવા મળે છે. યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે રણછોડરાયના દર્શનાર્થે હજારોની સંખ્યામાં વિવિધ સ્થળોથી પદયાત્રીઓ ડાકોર પહોંચી રહ્યા છે. જુદાં જુદાં સ્થળેથી આવતાં લોકોની પદયાત્રા દરમિયાન લોકોમાં એક જ નાદ જાણે ગૂંજતો સાંભળવા મળે છે અને તે છે ‘ડાકોરમાં કોણ છે.... રાજા રણછોડ છે...’ અને બીજું ‘જય રણછોડ, માખણચોર’.

  6/8
 • સુપરસ્ટાર સલમાન ખાને ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. લાંબા સમયથી ચાલતી અટકલો ફગાવી દેતા સલમાન ખાને આજે ટ્વિટ કરીને ચૂંટણી ન લડવાની વાત કરી છે. સલમાન ખાને ટ્વિટ કરીને કહ્યું ન તો હું ચૂંટણી લડવાનો છું, ન તો કોઈ પક્ષનો પ્રચાર કરવાનો છું. સલમાન ખાને કહ્યું કે ચૂંટણી લડવાની અટકળો ફગાવી દીધી છે.

  સુપરસ્ટાર સલમાન ખાને ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. લાંબા સમયથી ચાલતી અટકલો ફગાવી દેતા સલમાન ખાને આજે ટ્વિટ કરીને ચૂંટણી ન લડવાની વાત કરી છે. સલમાન ખાને ટ્વિટ કરીને કહ્યું ન તો હું ચૂંટણી લડવાનો છું, ન તો કોઈ પક્ષનો પ્રચાર કરવાનો છું. સલમાન ખાને કહ્યું કે ચૂંટણી લડવાની અટકળો ફગાવી દીધી છે.

  7/8
 • આઈપીએેલ 2018માં ચેમ્પિયન બનેલી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો મળ્યો છે. બોલિંગમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો જેના પર મદાર છે, તે દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એન્ગીડી ઈજાગ્રસ્ત થયો છે. શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરીઝ દરમિયાન કમરની નીચેના ભાગની માંસપેશીઓમાં ઈજા થવાને કારણે આ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં.

  આઈપીએેલ 2018માં ચેમ્પિયન બનેલી ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો મળ્યો છે. બોલિંગમાં ચેન્નાઈ સુપરકિંગ્સનો જેના પર મદાર છે, તે દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી એન્ગીડી ઈજાગ્રસ્ત થયો છે. શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરીઝ દરમિયાન કમરની નીચેના ભાગની માંસપેશીઓમાં ઈજા થવાને કારણે આ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK