રાહુલ ગાંધી સહિત કૉંગ્રેસ નેતાઓએ ભરૂચ પીરામણમાં અહમદ પટેલને આપી પુષ્પાંજલી

Updated: 26th November, 2020 18:48 IST | Shilpa Bhanushali
 • અહમદ પટેલના પાર્થિવ દેહને વડોદરાથી પિરામણ લાવવામાં આવ્યો. ત્યાર બાદ સેંકડો સ્થાનિક તેમજ કૉંગ્રેસ નેતાઓની હાજરીમાં પટેલને મુસ્લિમ કબ્રિસ્તાનમાં દફનાવવામાં આવ્યા.

  અહમદ પટેલના પાર્થિવ દેહને વડોદરાથી પિરામણ લાવવામાં આવ્યો. ત્યાર બાદ સેંકડો સ્થાનિક તેમજ કૉંગ્રેસ નેતાઓની હાજરીમાં પટેલને મુસ્લિમ કબ્રિસ્તાનમાં દફનાવવામાં આવ્યા.

  1/5
 • કૉંગ્રેસનેતાનો પાર્થિવ દેહને બુધવારે રાતે વડોદરા ઍરપૉર્ટથી ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલા સરદાર પટેલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો.

  કૉંગ્રેસનેતાનો પાર્થિવ દેહને બુધવારે રાતે વડોદરા ઍરપૉર્ટથી ભરુચ જિલ્લાના અંકલેશ્વરમાં આવેલા સરદાર પટેલ હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો.

  2/5
 • રાહુલ ગાંધી ગુરુવારે સૂરત ઍરપૉર્ટ પહોંચ્યા અને પછી રોડમાર્ગે પિરમણ ગયા જ્યાં તેમણે દિવંગત સાંસદના પરિવારને સાંત્વના આપી. 

  રાહુલ ગાંધી ગુરુવારે સૂરત ઍરપૉર્ટ પહોંચ્યા અને પછી રોડમાર્ગે પિરમણ ગયા જ્યાં તેમણે દિવંગત સાંસદના પરિવારને સાંત્વના આપી. 

  3/5
 • એક સ્થાનિક નિવાસીએ જણાવ્યું કે, પટેલની ઇચ્છા પ્રમાણે, તેમને તેમના માતા-પિતાની કબરની બરાબર નજીક તેમને દફન કરવામાં આવ્યા.

  એક સ્થાનિક નિવાસીએ જણાવ્યું કે, પટેલની ઇચ્છા પ્રમાણે, તેમને તેમના માતા-પિતાની કબરની બરાબર નજીક તેમને દફન કરવામાં આવ્યા.

  4/5
 • પટેલની અંતિમ ક્રિયામાં ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, લોકસભામાં કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.

  પટેલની અંતિમ ક્રિયામાં ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ, લોકસભામાં કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા.

  5/5
 • loading...

ફોટોઝ વિશે

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલના ગુજરાતના ભરૂચ જિલ્લામાં તેમના પૈતૃક ગામ પિરમણમાં ગુરુવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ અને  નેતા રાહુલ ગાંધી પાર્ટીના મહત્વના રણનીતિકાર અને સંકટમોચક વરિષ્ઠ નેતા અહમદની અંતિમવિધિમાં સામેલ થયા. અહમદ પટેલનું બુધવારે નિધન થઈ ગયું હતું. તસવીર સૌજન્ય કૉંગ્રેસ પ્રવક્તા.

First Published: 26th November, 2020 18:11 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK