રાજકોટવાસીઓને મળી નવી લાઈબ્રેરીની ભેટ, CMએ કર્યું ઉદ્ધાટન

Jul 20, 2019, 11:25 IST
  • રાજકોટની વિદ્યા અને સાહિત્યપ્રેમી જનતા માટે મહાનગરપાલિકાએ ખાસ લાઈબ્રેરી બનાવી. જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ધાટન કર્યું.

    રાજકોટની વિદ્યા અને સાહિત્યપ્રેમી જનતા માટે મહાનગરપાલિકાએ ખાસ લાઈબ્રેરી બનાવી. જેનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ધાટન કર્યું.

    1/9
  • ઉદ્ધાટનના પ્રસંગે મુખ્યમંત્રીની સાથે સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, કલેક્ટર, કમિશ્નર સહિતના સ્થાનિક હોદ્દેદારો પણ હાજર રહ્યા.

    ઉદ્ધાટનના પ્રસંગે મુખ્યમંત્રીની સાથે સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, કલેક્ટર, કમિશ્નર સહિતના સ્થાનિક હોદ્દેદારો પણ હાજર રહ્યા.

    2/9
  • રાજકોટમાં મહાનગરપાલિકા કુલ 6 લાઈબ્રેરી ચલાવે છે. જેમાં 2 મોબાઈલ લાઈબ્રેરી છે.

    રાજકોટમાં મહાનગરપાલિકા કુલ 6 લાઈબ્રેરી ચલાવે છે. જેમાં 2 મોબાઈલ લાઈબ્રેરી છે.

    3/9
  • નવી લાઈબ્રેરી પેરેડાઈઝ હોલની સામે, સાધુ વાસવાણી રોડ પર બનાવવામાં આવી છે. જેની પાછળ 5 કરોડ 27 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

    નવી લાઈબ્રેરી પેરેડાઈઝ હોલની સામે, સાધુ વાસવાણી રોડ પર બનાવવામાં આવી છે. જેની પાછળ 5 કરોડ 27 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

    4/9
  • આ લાઈબ્રેરીમાં કુલ 30, 000 પુસ્તકો હાલ મુકવામાં આવ્યા છે. તે દોઢ લાખ પુસ્તકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે.

    આ લાઈબ્રેરીમાં કુલ 30, 000 પુસ્તકો હાલ મુકવામાં આવ્યા છે. તે દોઢ લાખ પુસ્તકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે.

    5/9
  • લાઈબ્રેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર વાચનાલય, ઑફિસ, ડિસ્પ્લે એરિયા, ન્યૂઝ પેપર સેક્શન, ચિલ્ડ્રન સેક્શન, ડિજિટલ લાઈબ્રેરી આવેલી છે.

    લાઈબ્રેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર વાચનાલય, ઑફિસ, ડિસ્પ્લે એરિયા, ન્યૂઝ પેપર સેક્શન, ચિલ્ડ્રન સેક્શન, ડિજિટલ લાઈબ્રેરી આવેલી છે.

    6/9
  • નવી લાઈબ્રેરીના પહેલા માળે સ્પેશિયલ રીડિંગ રૂમ છે. જ્યારે બીજા માળે રીડિંગ ઝોન, ઑડિયો વિઝ્યુઅલ રૂમ રાખવામાં આવ્યા છે.

    નવી લાઈબ્રેરીના પહેલા માળે સ્પેશિયલ રીડિંગ રૂમ છે. જ્યારે બીજા માળે રીડિંગ ઝોન, ઑડિયો વિઝ્યુઅલ રૂમ રાખવામાં આવ્યા છે.

    7/9
  • લાઈબ્રેરીમાં ઈન્ટિરિયર પણ આકર્ષક રાખવામાં આવ્યું છે. જેથી વાંચવા આવનારને આનંદ મળે.

    લાઈબ્રેરીમાં ઈન્ટિરિયર પણ આકર્ષક રાખવામાં આવ્યું છે. જેથી વાંચવા આવનારને આનંદ મળે.

    8/9
  • લાઈબ્રેરીમાં બાળકો માટે ખાસ બુક્સ અને રમત ગમતના સાધનો પણ રાખવામાં આવ્યા છે.

    લાઈબ્રેરીમાં બાળકો માટે ખાસ બુક્સ અને રમત ગમતના સાધનો પણ રાખવામાં આવ્યા છે.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

રાજકોટવાસીઓને નવી લાઈબ્રેરીની ભેટ મળી છે.પશ્ચિમ ઝોનમાં નવી લાઈબ્રેરીનું CM રૂપાણીએ ઉદ્ધાટન કર્યું.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK