કચ્છમાં મોદી: ખેડૂતોની શંકાના સમાધાન માટે સરકાર 24 કલાક તૈયાર...

Updated: 15th December, 2020 18:33 IST | Shilpa Bhanushali
 • ખેડૂતોને ભ્રમિત કરવાનો થઈ રહ્યો છે. પ્રયત્ન આજે જે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યાં છે તે લોકો પોતાના સમયમાં કૃષિ સુધારાનું સમર્થન કરતાં હતાં. સત્તામાં રહેતા જે લોકોએ કૃષિ ક્ષેત્રમાં કોઇ સુધારાનું કામ નથી કર્યું તે આજે પણ પોતાના રાજનૈતિક હિતને કારણે ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે વિપક્ષ ખેડૂતોના ખભે બંદૂક રાખીને ચલાવે છે પણ દેશના જગરૂક ખેડૂતો તેમને આનો જવાબ આપશે.

  ખેડૂતોને ભ્રમિત કરવાનો થઈ રહ્યો છે. પ્રયત્ન
  આજે જે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરી રહ્યાં છે તે લોકો પોતાના સમયમાં કૃષિ સુધારાનું સમર્થન કરતાં હતાં. સત્તામાં રહેતા જે લોકોએ કૃષિ ક્ષેત્રમાં કોઇ સુધારાનું કામ નથી કર્યું તે આજે પણ પોતાના રાજનૈતિક હિતને કારણે ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મોદીએ કહ્યું કે વિપક્ષ ખેડૂતોના ખભે બંદૂક રાખીને ચલાવે છે પણ દેશના જગરૂક ખેડૂતો તેમને આનો જવાબ આપશે.

  1/10
 • ગુજરાતમાં કૃષિ તેમજ પશુપાલનની આધુનિક ટેક્નિકથી સમૃદ્ધિ છે ખેડૂતોનું ઉદાહરણ આપતા મોદીએ કહ્યું કે પશુપાલનના ભારતના જીડીપીમાં 25 ટકા યોગદાન છે અનાજ અને દાળના યોગદાનથી પણ વધારે છે.

  ગુજરાતમાં કૃષિ તેમજ પશુપાલનની આધુનિક ટેક્નિકથી સમૃદ્ધિ છે ખેડૂતોનું ઉદાહરણ આપતા મોદીએ કહ્યું કે પશુપાલનના ભારતના જીડીપીમાં 25 ટકા યોગદાન છે અનાજ અને દાળના યોગદાનથી પણ વધારે છે.

  2/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા સરહદ ડેરીના સંપૂર્ણ સ્વયંચલિત દુગ્ધ પ્રસંસ્કરણ યંત્રની અને પૅકિંગ યંત્રની આધારશિલા રાખી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફ્રેન્સિંગ દ્વારા સરહદ ડેરીના સંપૂર્ણ સ્વયંચલિત દુગ્ધ પ્રસંસ્કરણ યંત્રની અને પૅકિંગ યંત્રની આધારશિલા રાખી.

  3/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં ડિસેલિનેશન પ્લાન્ટ અને હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કની પણ આધારશિલા રાખી.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છમાં ડિસેલિનેશન પ્લાન્ટ અને હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્કની પણ આધારશિલા રાખી.

  4/10
 • આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

  આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા. કાર્યક્રમમાં નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા.

  5/10
 • વડાપ્રધાન મોદીએ કચ્છના જુદાં જુદાં વિસ્તારની પ્રજા સાથે મુલાકાત પણ કરી.

  વડાપ્રધાન મોદીએ કચ્છના જુદાં જુદાં વિસ્તારની પ્રજા સાથે મુલાકાત પણ કરી.

  6/10
 • વડાપ્રધાનની કચ્છ મુલાકાત દરમિયાન કચ્છી કોયલ ગીતા રબારી વડાપ્રધાન મોદી સામે લાઇવ પરફૉર્મ કરશે.

  વડાપ્રધાનની કચ્છ મુલાકાત દરમિયાન કચ્છી કોયલ ગીતા રબારી વડાપ્રધાન મોદી સામે લાઇવ પરફૉર્મ કરશે.

  7/10
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરડોમાં ગુજરાતના સપૂત અને સ્વ. નાયબ વડાપ્રધાન સરદાર પટેલને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે આજે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પમ છે. કેવડિયામાં તેમની સૌથી ઊંચી પ્રતિમા આપણને દિવસ રાત દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે, સરદાર સાહેબનું સ્મરણ કરીને આપમે આ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાનું છે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોરડોમાં ગુજરાતના સપૂત અને સ્વ. નાયબ વડાપ્રધાન સરદાર પટેલને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે આજે ગુજરાત અને દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ પમ છે. કેવડિયામાં તેમની સૌથી ઊંચી પ્રતિમા આપણને દિવસ રાત દેશ માટે કામ કરવાની પ્રેરણા આપે છે, સરદાર સાહેબનું સ્મરણ કરીને આપમે આ રીતે દેશ અને ગુજરાતનું ગૌરવ વધારવાનું છે.

  8/10
 • વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત કચ્છી બોલીમાં કરી. વડાપ્રધાને કહ્યું કે, કચ્છ એટલું દૂર છે કે વિકાસનું નામોનિશાન નથી, કનેક્ટિવિટી નથી અને પડકારનું બીજું નામ હતું, પરંતુ આજે સ્થિતિ એવી નથી રહી, હવે લોકો થોડો સમય કચ્છમાં કામ કરવા માટે પણ લાગવગ લગાવે છે. ભૂકંપે ભલે કચ્છના લોકોનાં ઘરો પાડી દીધાં હોય, પરંતુ આટલો મોટો ભૂકંપ પણ અહીંના લોકોના મનોબળને તોડી શક્યો ન હતો. કચ્છના લોકો ફરી ઊભા થયા. આજે જુઓ, આ ક્ષેત્રમાં તેમને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે. આજે કચ્છની ઓળખ બદલાઈ ગઈ છે. કચ્છે આખા દેશને બતાવ્યું છે કે પોતાનાં સંશાધનો પર, પોતાના સામર્થ્ય પર વિશ્વાસ કરવાથી કેવી રીતે આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકાય છે.

  વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત કચ્છી બોલીમાં કરી. વડાપ્રધાને કહ્યું કે, કચ્છ એટલું દૂર છે કે વિકાસનું નામોનિશાન નથી, કનેક્ટિવિટી નથી અને પડકારનું બીજું નામ હતું, પરંતુ આજે સ્થિતિ એવી નથી રહી, હવે લોકો થોડો સમય કચ્છમાં કામ કરવા માટે પણ લાગવગ લગાવે છે. ભૂકંપે ભલે કચ્છના લોકોનાં ઘરો પાડી દીધાં હોય, પરંતુ આટલો મોટો ભૂકંપ પણ અહીંના લોકોના મનોબળને તોડી શક્યો ન હતો. કચ્છના લોકો ફરી ઊભા થયા. આજે જુઓ, આ ક્ષેત્રમાં તેમને ક્યાંથી ક્યાં પહોંચાડી દીધા છે. આજે કચ્છની ઓળખ બદલાઈ ગઈ છે. કચ્છે આખા દેશને બતાવ્યું છે કે પોતાનાં સંશાધનો પર, પોતાના સામર્થ્ય પર વિશ્વાસ કરવાથી કેવી રીતે આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકાય છે.

  9/10
 • પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શૅર કરીને ગીતા રબારીએ લખ્યું છે કે, "આજે અમારી કચ્છ ની ધીંગી ધરા પર ભારત ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ji નરેન્દ્રભાઇ મોદી સાહેબ પધારવા ના છે ત્યારે તેમની સામે live પર્ફોર્મન્સ કરવા ના છિએ જેમાં હું અને ગુજરાત ગૌરવ @osman.mir, જે મારા જીવન ની અમૂલ્ય ઘડી રહેશે."

  પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ તસવીર શૅર કરીને ગીતા રબારીએ લખ્યું છે કે, "આજે અમારી કચ્છ ની ધીંગી ધરા પર ભારત ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi ji નરેન્દ્રભાઇ મોદી સાહેબ પધારવા ના છે ત્યારે તેમની સામે live પર્ફોર્મન્સ કરવા ના છિએ જેમાં હું અને ગુજરાત ગૌરવ @osman.mir, જે મારા જીવન ની અમૂલ્ય ઘડી રહેશે."

  10/10
 • loading...

ફોટોઝ વિશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 15 ડિસેમ્બરના રોજ એક દિવસીય કચ્છની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદ્દે કહ્યું કે દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલે છે. પણ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક વધારવાની છે. ખેડૂતોની શંકાનું સમાધાન થાય તે માટે સરકાર 24 કલાક તૈયાર છે. એમ કીને મોદીએ આંદોલન પર ટોંણો મારતા કહ્યું કે, "ડેરીવાળા કૉન્ટ્રાક્ટ કરે છે તો શું તમારી ગાય-ભેંસ લઈ જાય છે?" (તસવીર સૌજન્ય ANI)

First Published: 15th December, 2020 18:16 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK