Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > તદ્દન દુર્લભ સફેદ અલ્બિનો હરણને પળવારમાં જ કૅમેરામાં કૅપ્ચર કરાયું

તદ્દન દુર્લભ સફેદ અલ્બિનો હરણને પળવારમાં જ કૅમેરામાં કૅપ્ચર કરાયું

Published : 27 December, 2023 10:36 AM | IST | South England
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હરણની ખાસિયત એ છે કે તે અન્ય હરણ કરતાં કદમાં નાનું હોય છે અને સાઉથ ઇંગ્લૅન્ડના વિસ્તારોમાં વધુ દેખાય છે.

હરણ ની તસવીર

હરણ ની તસવીર


તદ્દન દુર્લભ એવું સફેદ અલ્બિનો હરણ ઇંગ્લૅન્ડના હૅમ્પશર ટાઉનમાં જંગલ અને રસ્તા પર દેખાયું હતું. રૉસ નામની ૩૬ વર્ષની વ્યક્તિ જેણે આ સફેદ હરણ જોયું તેણે જણાવ્યું કે આજથી પાંચ મહિના પહેલાં આ હરણ દેખાયું હતું, પણ તેનો ફોટો ક્લિક કરીએ એ પહેલાં જ એ ગાયબ થઈ ગયું હતું. ત્યારે હવે ફરી એક વખત જંગલમાં આ હરણ જોવા મળ્યું છે. આ હરણની ખાસિયત એ છે કે તે અન્ય હરણ કરતાં કદમાં નાનું હોય છે અને સાઉથ ઇંગ્લૅન્ડના વિસ્તારોમાં વધુ દેખાય છે. એ વ્યક્તિએ આ હરણ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે મેં પહેલાં ક્યારેય આવું જોયું નથી. હું છેલ્લાં ૨૫ વર્ષથી આ એરિયામાં રહું છું. મેં જ્યારે આ સફેદ હરણ જોયું ત્યારે મારા હાથમાં ફોન હોવાથી એના થોડા ફોટો ક્લિક કર્યા, પછી એ ત્યાંથી જતું રહ્યું. જો તમે કોઈને આ હરણનો ફોટો દેખાડ્યા વિના કશું કહેશો તો તેઓ નહીં માને.


Whatsapp-channel Whatsapp-channel

27 December, 2023 10:36 AM IST | South England | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK