Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દુનિયાનો સૌથી લાંબો જંગલી અજગર મળ્યો ઇન્ડોનેશિયામાં ૨૩.૬ ફુટ લાંબો

દુનિયાનો સૌથી લાંબો જંગલી અજગર મળ્યો ઇન્ડોનેશિયામાં ૨૩.૬ ફુટ લાંબો

Published : 12 February, 2026 10:38 AM | IST | indonesia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍનેસ્થેસિયા આપવાને કારણે એના શરીરની લંબાઈ થોડીક સંકોચાઈ ગઈ હતી. અજગર જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે ૭.૯ મીટર સુધી લાંબો થઈ શકે એમ હતો.

વિશાળકાય અજગર

અજબ ગજબ

વિશાળકાય અજગર


ઇન્ડાનેશિયાનું સુલાવેસી વિશાળકાય અજગરો માટે જાણીતું છે. અહીં દરેક ઘરની આસપાસ નાના-મોટા અજગરો ફરતા જોવા મળી જાય એ સામાન્ય દૃશ્ય છે. જોકે તાજેતરમાં અહીંથી મળી આવેલા એક અજગરે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ અજગરની લંબાઈ ૭.૨૨ મીટર એટલે કે ૨૩.૬ ફુટની છે. જંગલમાંથી મળી આવેલો આ અજગર રેટિક્યુલેટેડ પાયથન છે જેની  લંબાઈએ પાછલા તમામ રેકૉર્ડ્સ તોડી નાખ્યા છે. એની મોઢાથી લઈને પૂંછડી સુધીની લંબાઈ ૨૩.૬ ફુટની છે. જંગલ ખાતાના અધિકારીઓએ આ અજગરનું નામ પાડ્યું છે ઇબુ બૅરન. એની લંબાઈ એક ફુટબૉલ ગોલપોસ્ટથી પણ વધુ છે. ભૂખ્યા પેટે આ અજગરભાઈનું વજન ૯૬.૫ કિલો છે અને શિકાર કર્યા પછી એનું વજન પાંચથી ૭ કિલો જેટલું વધી જાય છે. આ સાપની લંબાઈ અને વજન માપવા માટે પહેલાં એને બેહાશ કરવામાં આવ્યો હતો. ઍનેસ્થેસિયા આપવાને કારણે એના શરીરની લંબાઈ થોડીક સંકોચાઈ ગઈ હતી. અજગર જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે ૭.૯ મીટર સુધી લાંબો થઈ શકે એમ હતો.   


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2026 10:38 AM IST | indonesia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK