ત્યાંના રસ્તાઓ પર આ નિયમોનું ઉલ્લંઘન કરતી મહિલાઓ સામે ઍક્શન લેવા પૅટ્રોલિંગ ટીમ ફરતી હોય છે.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
નૉર્થ કોરિયા એના વિચિત્ર કાયદાઓ અને રૂઢિચુસ્તતા માટે જાણીતું છે. તાનાશાહ કિમ જોંગ ઉન નાગરિકો માટે એવા નિયમો બનાવે છે જેનું પાલન કરવું મુશ્કેલ હોય છે. આ દેશમાં મહિલાઓની હેરસ્ટાઇલ અને મેકઅપથી લઈને તેમણે કેવાં કપડાં પહેરવાં જોઈએ એના પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. નૉર્થ કોરિયામાં મહિલાઓને રેડ લિપસ્ટિક લગાવવા પર પ્રતિબંધ છે, કેમ કે એને મૂડીવાદનું પ્રતીક માનવામાં આવે છે. લાલ રંગને ઘણી વાર આઝાદીનું પ્રતીક માનવામાં આવે છે જેનું આ દેશમાં કોઈ સ્થાન નથી. એવું પણ માનવામાં આવે છે કે મહિલાઓ લાલ લિપસ્ટિકમાં આકર્ષક લાગે છે અને એનાથી દેશમાં નૈતિકતાનું પતન થશે. નૉર્થ કોરિયામાં આ ઉપરાંત વધુ પડતો મેકઅપ, કલર કરેલા વાળ, અસ્તવ્યસ્ત વાળ અને સ્કિનકૅરની વિદેશી પ્રોડક્ટ્સ અલાઉડ નથી. ત્યાંના રસ્તાઓ પર આ નિયમોનું ઉલ્લંઘન કરતી મહિલાઓ સામે ઍક્શન લેવા પૅટ્રોલિંગ ટીમ ફરતી હોય છે.